Race for Ahmedabad Mayor Begins After BJP Victory | Gujarat News

Last Updated: April 29, 2026By

અમદાવાદમાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયાં છે. જ્યારે આમ આદમી પાર્ટી ખાતું ખોલાવી શકી નથી. ભાજપે આ ચૂંટણીમાં 160 બેઠકો જાળવી રાખી છે પણ ખાડિયાનો ગઢ ખોયો છે.જયારે કોંગ્રેસ આઠ બેઠકોના વધારા સાથે 32 બેઠકો પર પહોંચી છે. ગત ચૂંટણીમાં સાત બેઠકો જીતનારી ઓવૈસીની પાર્ટી હવે શૂન્ય પર આવી ગઈ છે. હવે ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ અમદાવાદના મેયર કોણ બનશે તે અંગેની અટકળો શરૂ થઈ છે. પરિણામ બાદ પદ માટે લોબિંગ કરવામાં આવી રહ્યું છે.

ત્રણ નેતાઓ મેયર બનવાની રેસમાં

અમદાવાદ મહાનગર પાલિકામાં પ્રથમ ટર્મમાં મેયરના પદ માટે ઓબીસી રિઝર્વ છે. આ માટે ત્રણ નેતાઓ મેયર બનવાની રેસમાં છે. થલતેજ વોર્ડમાંથી હિતેષ બારોટ, બોડક દેવ વોર્ડમાંથી ધરમશી દેસાઈ અને શાહીબાગ વોર્ડમાંથી જશૂ ઠાકોરનું નામ મેયરના પદ માટે ચર્ચામાં છે. જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન માટે પણ કેટલાક નામો ચર્ચામાં આવ્યા છે. પાલડીમાંથી જૈનિક વકીલ,ખોખરામાંથી કમલેશ પટેલ અને નિકોલ વોર્ડમાંથી પરેશ પટેલનું નામ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેના પદ માટે ચર્ચામાં છે.

કોંગ્રેસમાં પણ વિપક્ષના પદ માટે લોબિંગ શરૂ

જ્યારે આ વખતે બેઠકોમાં વધારો થતાં કોંગ્રેસમાં પણ વિપક્ષના પદ માટે લોબિંગ શરૂ થયું છે. અમદાવાદ મહાનગર પાલિકામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાનનું નામ મોખરે છે. જ્યારે નીરવ બક્ષી પણ વિપક્ષા નેતાની રેસમાં છે. અમદાવાદની ચૂંટણીમાં કોંગ્રેસના 18 મુસ્લિમ અને 14 હિન્દુ ઉમેદવારોનો વિજય થયો છે. કોંગ્રેસે આ વખતે ઓવૈસીની પાર્ટી પાસેથી સાત બેઠકો પાછી મેળવી લીધી છે. આ વખતે કોંગ્રેસે ચાર વોર્ડમાં પોતાની સિંગલ બેઠક ગુમાવી છે.

આ પણ વાંચોઃ Gujarat Local body election result 2026: મોરબી જિલ્લા પંચાયતમાં બહુમતી છતાં ભાજપને પ્રમુખ પદ મળવા સામે પ્રશ્નાર્થ

Leave A Comment