Rajkot BJP: Second Day of Screening, New Rules for Candidates | Gujarat News
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આ ચૂંટણીમાં ઉમેદવારોની શોધ માટે રાજકીય પક્ષોએ સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. ત્યારે રાજકોટમાં ભાજપ દ્વારા લેવાઈ રહેલી સેન્સનો આજે બીજો દિવસ છે. ગઈકાલે શહેરના 12 વોર્ડમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં 656 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. ભાજપના ઉમેદવારો માટે કેટલાક નિયમો તૈયાર કરાયા છે. આ નિયમો પ્રમાણે કામગીરી નહીં હોય તો પત્તુ કપાશે.
સોશિયલ મીડિયામાં ફોલોઅર્સની વિગતો આપવી પડશે
ભાજપના ઉમેદવારો માટે સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ કેટલા છે તેની વિગતો આપવી પડશે. GEN Z મતદારો સુધી પહોંચવા નવી શરત તૈયાર કરાઈ છે. ઉમેદવારોના ઘરમાં શૌચાલય હોવું અનિવાર્ય છે. જો સોશિયલ મીડિયામાં ફોલોઅર્સની સંખ્યા ઓછી હશે તો કોર્પોરેટરોના પત્તા કપાશે. ઉમેદવારોએ નવો અને સરલ એપ પણ ડાઉનલોડ કરવી પડશે. બીજી તરફ એસઆઈઆરની કામગીરી પ્રમણે નવી મતદાર યાદીમાંથી યુવા કાર્યકરોના નામ ગાયબ હોવાનું સામે આવ્યું છે. ભાજપના સક્રિય સભ્યની યાદીમાંથી પણ ઘણા યુવા કાર્યકરોના નામ જોવા મળ્યા નથી. ફી ભરી છતાં નામ નહીં હોવાથી કાર્યકરોમાં રોષ ફેલાયો છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

