Rajkot Elections: 42 Candidates Have No House, 60 Declare No Personal Vehicles | Gujarat News

Last Updated: April 15, 2026By

ગુજરાતમાં ચૂંટણી લડતા ઉમેદવારો પોતાના સોગંદનામામાં તમામ પ્રકારની માહિતી આપતા હોય છે. આ માહિતીને આધારે ઉમેદવાર પાસે કેટલી સંપત્તી છે અને કેટલા ગુના નોંધાયેલા છે તેની જાણકારી ચૂંટણી પંચને પ્રાપ્ત થાય છે. ત્યારે રાજકોટમાં ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની માહિતી પણ સામે આવી છે.

કોંગ્રેસના 33 ઉમેદવારો પાસે પોતાનું વાહન નથી

રાજકોટ મનપાની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના 13 અને ભાજપના 16 ઉમેદવારો પાસે સોનું અને ચાંદી છે. આ ઉપરાંત ચોંકાવનારી વિગત એવી છે કે, ભાજપના 27 અને કોંગ્રેસના 33 ઉમેદવારો પાસે પોતાનું વાહન નથી. જ્યારે ચૂંટણી લડતા કૂલ 42 ઉમેદવારો પાસે રહેવા માટેનું ઘર નથી. 62 ઉમેદવારો એવા છે જેમની પર એક લાખથી લઈને 2.70 કરોડ રૂપિયા સુધીનું દેણું છે.

ભાજપના 16 અને કોંગ્રેસના 16 ઉમેદવારો સામે ગુના

ભાજપના 16 અને કોંગ્રેસના 16 ઉમેદવારો સામે ગુના નોંધાયેલા છે. જેમાં સૌથી વધુ પાંચ ફરિયાદો ભાજપના પ્રદિપ ડવ સામે નોંધાયેલી છે. જ્યારે સૌથી વધુ 9 ગુના કોંગ્રેસના વશરામ સાગઠિયા સામે નોંધાયા છે. ભાજપના હિરેન ખીમાણીયાએ 21.34 કરોડની સ્થાવર અને જંગમ મિલકત દર્શાવી છે. જ્યારે નરેન્દ્રસિંહ જાડેજાએ 2.50 કરોડનો બંગલો સોગંદનામામાં દર્શાવ્યો છે. કોંગ્રેસમાંથી નયનાબા જાડેજાએ 11 કરોડની સંપત્તી દર્શાવી છે. જયારે મેહુલ મકવાણાએ 3.50 કરોડનો ફ્લેટ દર્શાવ્યો છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: વાસણા બેરેજના 18 દરવાજાના રિપેરિંગ માટે આજે સાબરમતી નદી ખાલી થશે, 9 કરોડનો ખર્ચ કરાશે