Rajkot News: સંગઠનથી દૂર રહેલા ધનસુખ ભંડેરી અને કશ્યપ શુકલને ભાજપની નવી કારોબારીમાં સ્થાન મળ્યું
આજે ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ખાસ કરીને વિશેષ આમંત્રિત સભ્યો અને જૂના જોગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં રાજકોટના જૂના જોગીઓને સ્થાન આપવામાં આવ્યું છે. રાજકોટ ભાજપમાં મહત્વની ભૂમિકા ભજવતા બે નેતાઓ ઘણા સમયથી સંગઠનથી દૂર હતાં. આ બંને નેતાઓને કારોબારીમાં સ્થાન મળતાં સંગઠનમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા શહેર ભાજપમાં નવસંચાર થયો છે.
બન્ને નેતાઓ ઘણાં સમયથી સંગઠનની દૂર હતા
ગુજરાતમાં સોરાષ્ટ્રનું રાજકારણ ખૂબજ મહત્વનું માનવામાં આવે છે. ખાસ કરીને રાજકોટ શહેર ભાજપને વધુ મહત્વ આપવામાં આવતુ હોય છે. ત્યારે રાજકોટમાં ભાજપના જૂના જોગીઓને નવી કારોબારીની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં શહેરના પૂર્વ મેયર ધનસુખ ભંડેરી અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન કશ્યપ શુકલ ઘણા સમયથી સંગઠનથી દૂર હતાં. આ ઉપરાંત અરવિંદ રૈયાણી, ગોવિંદ પટેલ અને કમલેશ મીરાણીને પણ સ્થાન આપવામાં આવ્યું છે. શહેર ભાજપમાં જૂના જોગીઓનો કારોબારીમાં સમાવેશ થતાં હવે પક્ષમાં નવસંચાર થયો હોવાનું કાર્યકરોનું માનવું છે.
જુના જોગીઓને વિશેષ આમંત્રિતોમાં સ્થાન મળ્યું
સુરતમાંથી દર્શનાબેન જરદોશ, પંચમહાલમાંથી નિમિષાબેન સુથાર, અમદાવાદમાં યોગેશ ગઢવી, વિશેષ આમંત્રિતોમાં વજુભાઈ વાળા, પુરષોત્તમ રૂપાલા, આરસી ફળદુ, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સુરેન્દ્ર પટેલ, ગોરધન ઝડફિયા, પ્રદિપસિંહ જાડેજા, આઈ કે જાડેજા, દિલિપ સાંઘાણી, નરહરી અમિન, ગોવિંદભાઈ પટેલ, વલ્લભ કાકડિયા, સાગર રાયકા, સહિતના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કેટલાક જુના જોગીઓ છે અને કેટલાક કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ પણ છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

