Sanju Samson; IPL 2026 LSG vs CSK LIVE Score Updates Rishabh Pant Nicholas Pooran
- Gujarati News
- Sports
- Cricket
- Sanju Samson; IPL 2026 LSG Vs CSK LIVE Score Updates Rishabh Pant Nicholas Pooran | Ruturaj Gaekwad Noor Ahmed
સ્પોર્ટ્સ ડેસ્ક55 મિનિટ પેહલા
- કૉપી લિંક
IPL 2026ની 59મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે. આ મેચ લખનઉના અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે રમાશે.
પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે ચેન્નઈ માટે આ મેચ ઘણી મહત્વની છે. ટીમ તેની ગત ત્રણેય મેચ જીતીને પોઇન્ટ્સ ટેબલમાં પાંચમા સ્થાને છે. રિષભ પંતની કેપ્ટનશીપની લખનઉની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ચૂકી છે.
બંને ટીમ આઠમી વખત આમને-સામને થશે
બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 7 મેચ રમાઈ છે. LSG અને CSK બંનેએ 3-3 મેચ જીતી છે, જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. ગત સીઝનમાં બંને વચ્ચે એક મેચ થઈ હતી, જેને CSKએ જીતી હતી. આ સીઝનમાં બંને ટીમ બીજી વખત આમને-સામને થશે. ચેપોકમાં રમાયેલી છેલ્લી મેચ પણ CSKએ જીતી હતી.

પંતનું ફોર્મ ચિંતાનું કારણ
લખનઉ માટે આ સીઝન નિરાશાજનક રહી છે. ટીમ પોઇન્ટ્સ ટેબલમાં 10મા સ્થાને છે. કેપ્ટન રિષભ પંત ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે, જેની અસર ટીમના પ્રદર્શન પર પડી છે. નિકોલસ પૂરન, જોશ ઇગ્લિસ અને મિચેલ માર્શ જેવા ખેલાડીઓ પોતાના દમ પર મેચ પલટી શકે છે. હોમ ગ્રાઉન્ડનો ફાયદો લખનઉને મળી શકે છે. મિચેલ માર્શ ટીમનો ટૉપ રન સ્કોરર છે. તેણે 11 મેચમાં 377 રન બનાવ્યા છે.
બોલિંગ યુનિટ પણ રન પર અંકુશ લગાવવામાં અને ટાર્ગેટને ડિફેન્ડ કરાવવામાં નિષ્ફળ રહ્યું છે. પહેલા લેગમાં લખનઉ 203 રનનો સ્કોર પણ ડિફેન્ડ કરી શકી નહોતી. પ્રિન્સ યાદવ ટીમનો ટૉપ વિકેટ ટેકર છે. તેણે 11 મેચમાં 8.17ની ઇકોનોમીથી 16 વિકેટ લીધી છે.

ચેન્નઈનો ઓલરાઉન્ડર જેમી ઓવરટન IPLમાંથી બહાર
મેચ પહેલા ચેન્નઈને મોટો ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર જેમી ઓવરટન સાથળની ઈજાના કારણે ટુર્નામેન્ટની બાકીની મેચમાંથી બહાર થઈ ગયો છે. તે સારવાર માટે ઇંગ્લેન્ડ પરત ફર્યો છે. ઓવરટને આ સીઝનમાં 10 મેચમાં 14 વિકેટ લીધી હતી. તેની ગેરહાજરીમાં બોલિંગની જવાબદારી મુકેશ ચૌધરી, અંશુલ કંબોજ અને નૂર અહમદ પર રહેશે. કંબોજ 11 મેચમાં 19 વિકેટ લઈને ટીમનો ટૉપ વિકેટટેકર છે.
ઉર્વિલ અને સેમસનના ખભા પર બેટિંગનો ભાર
ચેન્નઈની બેટિંગ આ સીઝનમાં ઉતાર-ચઢાવવાળી રહી છે, પરંતુ ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન અને ઉર્વિલ પટેલે ટીમને સંભાળી છે. ઉર્વિલની આક્રમક બેટિંગે પાવરપ્લેમાં ટીમને ઝડપી શરૂઆત અપાવી છે.
મિડલ ઓવર્સમાં શિવમ દુબે, કાર્તિક શર્મા અને ડેવાલ્ડ બ્રેવિસ પાસેથી મોટા સ્કોરની આશા હશે. એકાનાની પીચ બેટર્સ માટે મદદરૂપ માનવામાં આવી રહી છે. સંજુ સેમસન ટીમનો ટૉપ રન સ્કોરર છે. તેણે 11 મેચમાં 169.29ના સ્ટ્રાઈક રેટથી 430 રન બનાવ્યા છે.

એકાનામાં અત્યાર સુધી 27 મેચ રમાઈ
લખનઉના એકાના સ્ટેડિયમની પીચ પર સ્પિનર્સને મદદ મળવાની આશા છે. અહીં છેલ્લી મેચમાં સુપર ઓવર જોવા મળી હતી. અહીં અત્યાર સુધી કુલ 27 IPL મેચ રમાઈ છે. 11 મેચમાં પહેલા બેટિંગ અને 14 મેચમાં ચેઝ કરવાવાળી ટીમને જીત મળી છે.
અહીં IPLનો સૌથી મોટો સ્કોર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના નામે છે, જેમણે 2024માં લખનઉ સામે 235/6 રન બનાવ્યા હતા. સૌથી લોએસ્ટ સ્કોર લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ના નામે નોંધાયેલ છે, જ્યારે તેઓ 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે માત્ર 108 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
હવામાન સાફ રહેશે
આજે લખનઉમાં યોજાનારી મેચ દરમિયાન હવામાન પૂરેપૂરું સાફ રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી. મેચ સમયે તાપમાન 26 ડિગ્રીથી 30 ડિગ્રીની વચ્ચે રહેવાની આશા છે, અને આકાશ સાફ રહેશે.
બન્ને ટીમની પોસિબલ પ્લેઇંગ-11
લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): મિચેલ માર્શ, જોશ ઇંગ્લિસ, નિકોલસ પૂરન, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), એડન માર્કરમ, અક્ષત રઘુવંશી, હિંમત સિંહ, શાહબાઝ અહમદ, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ અને દિગ્વેશ રાઠી.
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), ઉર્વિલ પટેલ, કાર્તિક શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, અકીલ હુસૈન, નૂર અહેમદ, અંશુલ કંબોજ, ગુરજપનીત સિંહ અને મુકેશ ચૌધરી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


