Scotland Sets T20 World Cup 2026 Record Score vs Italy
સ્પોર્ટ્સ ડેસ્ક2 દિવસ પેહલા
- કૉપી લિંક
સ્કોટલેન્ડે ટી-20 વર્લ્ડ કપ 2026માં પોતાની પ્રથમ મેચ જીતી લીધી છે. ટીમે સોમવારે ગ્રુપ સીની ત્રીજી મેચમાં ઇટાલીને 73 રનથી હરાવ્યું.
કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ઇટાલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. સ્કોટલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 207 રન બનાવ્યા. આ આ વર્લ્ડ કપનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. જવાબમાં ઇટાલી 17.4 ઓવરમાં 9 વિકેટે 134 રન જ બનાવી શકી. ટીમના કેપ્ટનને ખભામાં ઈજા હોવાથી તે બેટિંગ કરવા ઉતર્યો ન હતો.
સ્કોટલેન્ડ માટે ઓપનર જ્યોર્જ મુન્સેએ ફિફ્ટી (84) ફટકારી. તેની વિકેટ ગ્રાન્ટ સ્ટીવર્ટે લીધી, જે ઇટાલીની ટી-20 વર્લ્ડ કપમાં પ્રથમ વિકેટ પણ રહી. ઇટાલીની ટીમે આ ટુર્નામેન્ટ દ્વારા વર્લ્ડ કપમાં ડેબ્યૂ કર્યું. મુન્સે ઉપરાંત બ્રેન્ડન મેકમુલેને અણનમ 41 અને માઈકલ જોન્સે 37 રન બનાવ્યા. માઈકલ લીસ્કે અણનમ 22 રન બનાવ્યા અને 4 વિકેટ લીધી. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો.
બંને ટીમોની પ્લેઇંગ XI
સ્કોટલેન્ડ: જ્યોર્જ મુન્સે, માઈકલ જોન્સ, બ્રેન્ડન મેકમુલેન, રિચી બેરિંગ્ટન (કેપ્ટન), ટોમ બ્રુસ, મેથ્યુ ક્રોસ (વિકેટકીપર), માર્ક વોટ, માઈકલ લીસ્ક, ઓલિવર ડેવિડસન, બ્રેડ વ્હીલ, બ્રેડ કરી.
ઇટાલી: એન્થોની મોસ્કા, જસ્ટિન મોસ્કા, જેજે સ્મટ્સ, વેઈન મેડસેન (કેપ્ટન), હેરી મેનેન્ટી, બેન મેનેન્ટી, ગ્રાન્ટ સ્ટુઅર્ટ, જિયાન પિએરો મીડે (વિકેટકીપર), ક્રિસન કાલુગામેજ, થોમસ ડ્રાકા, અલી હસન.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


