Sensex Crashes 1000 Points to 76,300; Nifty Down 300 at 23,900
મુંબઈ2 કલાક પેહલા
- કૉપી લિંક
શેરબજારમાં આજે એટલે કે 11 મેના રોજ ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ લગભગ 1,000 પોઈન્ટના ઘટાડા સાથે 76,300ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 300 પોઈન્ટથી વધુનો ઘટાડો છે, તે 23,900 પર કારોબાર કરી રહ્યો છે. આજે ઓટો, બેન્કિંગ અને રિયલ્ટી શેરોમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે.
બજાર ઘટવાના 3 મુખ્ય કારણો
- ઈરાન-ઈઝરાયલ યુદ્ધથી સપ્લાય ચેઈન ખોરવાઈ જવાનો ભય.
- ક્રૂડ ઓઈલના ભાવ વધવાથી ભારતનું ઈમ્પોર્ટ બિલ અને મોંઘવારી વધશે.
- એશિયન બજારોમાં ઘટાડાની અસર ભારત પર.
એશિયન બજારમાં મિશ્ર કારોબાર
| ઇન્ડેક્સ | લેવલ | પોઈન્ટ ચેન્જ | ટકાવારી ચેન્જ |
| કોસ્પી (સાઉથ કોરિયા) | 7828 | 317 | 4.29% |
| નિકેઈ (જાપાન) | 62487 | -250 | -0.36% |
| હેંગસેંગ (હોંગકોંગ) | 26313 | -80 | -0.30% |
વિદેશી રોકાણકારોએ છેલ્લા 7 દિવસમાં 13,908 કરોડ રૂપિયાના શેર વેચ્યા
| કેટેગરી | તાજેતરનું | છેલ્લા 7 દિવસ | છેલ્લા 30 દિવસ |
| DII | 6,748 | 16,629 | 36,474 |
| FII/FPI | -4,111 | -13,908 | -42,235 |
નોંધ: FIIs અને DIIs ની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે
શુક્રવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
આ પહેલા 8 મેના રોજ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 516 પોઈન્ટના ઘટાડા સાથે 77,328 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 150 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો, તે 24,176 પર બંધ થયો હતો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


