Shamita Shetty Hits Back at Trolls Over Marriage & Age

Last Updated: May 28, 2026By

16 કલાક પેહલા

  • કૉપી લિંક

શિલ્પા શેટ્ટીની બહેન અને એક્ટ્રેસ શમિતા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર પોતાની ઉંમર અને લગ્નને લઈને ટિપ્પણી કરનારા ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક સ્ક્રીનશોટ શેર કરતા શમિતાએ તે લોકો પર નિશાન સાધ્યું જે સિંગલ મહિલાઓને એજ-શેમ કરે છે.

47 વર્ષીય શમિતાએ કહ્યું કે તે લગ્ન કરવાની કોઈ ઉતાવળમાં નથી અને પોતાની જિંદગીમાં ખૂબ જ ફિટ અને ખુશ છે. તેણે ટ્રોલર્સની પુરુષ-પ્રધાન અને પછાત વિચારસરણી પર વાંધો ઉઠાવતા તેમને તરત જ અનફોલો કરવાની સલાહ આપી છે.

એક્ટ્રેસ શમિતા શેટ્ટી.

એક્ટ્રેસ શમિતા શેટ્ટી.

કોમેન્ટ કરનારને કહ્યું- બદલાવ કુદરતી છે શમિતા શેટ્ટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ટ્રોલરની પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો. તેમાં યુઝરે લખ્યું હતું કે તમારી ઉંમર થઈ ગઈ છે અને હવે પહેલા જેવી વાત નથી રહી. આના પર પ્રતિક્રિયા આપતા શમિતાએ લખ્યું, ‘હા, હું હવે અલગ દેખાઈશ.

સમયની સાથે વસ્તુઓ બદલાય છે અને આ જીવનનો કુદરતી નિયમ છે. શારીરિક બનાવટ સહિત કંઈપણ હંમેશા માટે એક જેવું રહેતું નથી. પરંતુ પોતાની ઉંમર પ્રમાણે હું સંપૂર્ણપણે સ્વસ્થ, ફિટ અને ખુશ છું. મારા માટે ફક્ત આ જ મહત્વનું છે.’

‘લગ્ન કરીને તમે શું ઉખાડી લીધું’ યુઝરે શમિતાના લગ્નને લઈને પણ ટિપ્પણી કરી હતી કે જો સમયસર લગ્ન કરી લીધા હોત તો આજે બાળકો મોટા થઈ ગયા હોત. આના પર શમિતાએ તીખો પલટવાર કરતા પૂછ્યું, ‘તો? તમે લગ્ન કરીને શું ઉખાડી લીધું છે ભાઈ?

સૌથી જરૂરી વાત એ છે કે તમે લોકો સિંગલ મહિલાઓને ફોલો જ કેમ કરો છો? ફક્ત એટલા માટે કે તેમને એજ-શેમ કરી શકો અને તેમના પર તમારી પુરુષ-પ્રધાન અને આદિમાનવ જેવી પછાત વિચારસરણી થોપી શકો? કૃપા કરીને મારા પર એક અહેસાન કરો અને મને તરત જ અનફોલો કરી દો.’

મોટી બહેન શિલ્પા શેટ્ટી સાથે થાય છે સરખામણી શમિતા શેટ્ટીની મોટી બહેન અને બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી 50 વર્ષની છે. શિલ્પા પરણિત છે અને તેમને 14 વર્ષનો એક પુત્ર છે. શમિતાએ અગાઉ પણ ઘણા ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટ કર્યું છે કે તે માત્ર લગ્ન કરવાના નામે કોઈની પણ સાથે લગ્ન કરવા માંગતી નથી. તે યોગ્ય સમય અને યોગ્ય જીવનસાથીની રાહ જોવામાં વિશ્વાસ રાખે છે અને પોતાની સિંગલ લાઇફને સંપૂર્ણપણે માણી રહી છે.

ફિલ્મો છોડીને ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં કારકિર્દી બનાવી શમિતા શેટ્ટીએ વર્ષ 2000માં આદિત્ય ચોપરાની બ્લોકબસ્ટર ફિલ્મ ‘મોહબ્બતેં’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે ‘ઝહર’ (2005), ‘ફરેબ’ (2005) અને ‘કેશ’ (2007) જેવી ફિલ્મોમાં કામ કર્યું. થોડા સમય પછી તેણે એક્ટિંગમાંથી લાંબો બ્રેક લીધો અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગના ક્ષેત્રમાં પોતાની સફળ કારકિર્દી બનાવી. આ પછી તેણે રિયાલિટી શો દ્વારા ફરીથી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં વાપસી કરી.

Leave A Comment