Shreyas Iyer; IPL 2026 PBKS vs MI LIVE Score Updates Prabhsimran Singh Arshdeep Singh
- Gujarati News
- Sports
- Cricket
- Shreyas Iyer; IPL 2026 PBKS Vs MI LIVE Score Updates Prabhsimran Singh Arshdeep Singh | Rohit Sharma SuryaKumar Yadav
સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા
- કૉપી લિંક
સતત 4 મેચ હાર્યા બાદ પંજાબ કિંગ્સ મુશ્કેલીમાં છે. ટીમ 13 પોઇન્ટ્સ સાથે ચોથા સ્થાને છે. પ્લેઑફમાં પહોંચવા માટે તેણે હજુ 2 મેચ વધુ જીતવી પડશે. ગુરુવારે ધર્મશાળામાં મુંબઈ ઈન્ડિયન્સ તેના માટે પડકાર બની શકે છે. મુંબઈએ છેલ્લી મેચમાં રાયપુરમાં બેંગલુરુને જોરદાર ટક્કર આપી હતી. જોકે, ભુવનેશ્વરના છગ્ગાથી બેંગલુરુને જીત મળી હતી.
પંજાબની સૌથી મોટી સમસ્યા તેની બોલિંગ છે. કેપ્ટન શ્રેયસ અય્યર પણ આ વાત સ્વીકારી ચૂક્યો છે. તેણે કહ્યું હતું કે, ‘ટીમની આ હાલત માટે તે પોતે જ જવાબદાર છે. ટુર્નામેન્ટના પહેલા ફેઝમાં બેટર્સના શાનદાર પ્રદર્શનથી બોલિંગની નબળાઈઓ સામે આવી નહોતી. પરંતુ, હવે તે ચિંતાનો વિષય બની ગઈ છે.’ છેલ્લી મેચમાં ટીમે દિલ્હી સામે જીતની સ્થિતિમાંથી છેલ્લી 5 ઓવરોમાં મેચ ગુમાવી દીધી હતી. મેચ પ્રીવ્યૂ વાંચો…
છેલ્લા રેકોર્ડમાં બંને ટીમ બરાબરી પર
પંજાબ અને મુંબઈનો હેડ-ટુ-હેડ રેકોર્ડ બરાબરી પર છે. બંને ટીમ વચ્ચે 35 મેચ રમાઈ છે. બંનેએ 17-17 મેચ જીતી છે, જ્યારે એક મેચ ટાઈ રહી હતી. આજે જીતનારી ટીમ લીડ મેળવશે.

પંજાબના પેસર્સ ખૂબ રન લૂંટાવી રહ્યા છે
અર્શદીપ સિંહની આગેવાની હેઠળના પેસ એટેકનો ઇકોનોમી રેટ આ સીઝનમાં તમામ 10 ટીમમાં સૌથી ખરાબ રહ્યો છે. લોકી ફર્ગ્યુસન અને બેન ડ્વારસુઇશ જેવા ફેરફારો છતાં ટીમ લય પકડી શકતી નથી. આ પીચ પર યુઝવેન્દ્ર ચહલને પ્લેઇંગ-11માં જગ્યા મળે છે કે નહીં, તે જોવું રહેશે.
કોનોલી પંજાબનો ટૉપ સ્કોરર
આ સીઝનમાં પંજાબ કિંગ્સ માટે કૂપર કોનોલી શાનદાર ફોર્મમાં છે. તેણે 11 મેચમાં 415 રન બનાવ્યા છે. તેના નામે 1 સદી અને 2 ફિફ્ટી છે. તેનો સ્ટ્રાઈક રેટ 168.01 રહ્યો છે. બોલિંગમાં અર્શદીપ સિંહે 11 મેચમાં 13 વિકેટ લીધી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 22 રન આપીને 3 વિકેટ રહ્યું છે.

મુંબઈની સૌથી ખરાબ સીઝન, પંડ્યા કદાચ આજે પણ નહીં રમે
આ સીઝન મુંબઈની સૌથી ખરાબ સીઝનમાંથી એક છે. ટીમ 11માંથી માત્ર 3 મેચ જીતી શકી છે અને 6 પોઇન્ટ્સ સાથે નવમા સ્થાને છે. કેપ્ટન હાર્દિક પંડ્યા ઈજાના કારણે છેલ્લી 2 મેચથી બહાર છે. તેની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ કરી રહ્યો છે. તે પણ પોતે છેલ્લા એક વર્ષથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. ધર્મશાળામાં બુમરાહ અને બોલ્ટની બોલિંગ પર નજર રહેશે.
રિકેલ્ટને મુંબઈ તરફથી સૌથી વધુ રન બનાવ્યા
મુંબઈ ઈન્ડિયન્સ માટે રાયન રિકેલ્ટને 9 મેચમાં 382 રન બનાવ્યા છે. તેણે 1 સદી અને 2 અડધી સદી ફટકારી છે. તેનો સ્ટ્રાઈક રેટ 188.17 રહ્યો છે. બોલિંગમાં અલ્લાહ ગઝનફરે 9 મેચમાં 13 વિકેટ લીધી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 17 રન આપીને 2 વિકેટ રહ્યું છે.

ધર્મશાળાની પીચ બેટર્સ માટે મદદરૂપ
ધર્મશાળાનું હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન (HPCA) સ્ટેડિયમ દેશના સૌથી સુંદર ક્રિકેટ મેદાનોમાં ગણાય છે. અહીંની પીચ સામાન્ય રીતે બેટર્સ માટે મદદરૂપ રહે છે, જેનાથી મોટા સ્કોર જોવા મળે છે. કાળી માટીની સપાટી હાર્ડ હોય છે અને સતત સારો બાઉન્સ આપે છે, જેનાથી બેટર મુક્તપણે શોટ રમી શકે છે.
ધર્મશાળાની ઊંચાઈ પણ બેટર્સ માટે ફાયદાકારક રહે છે. હાઈ-એલ્ટિટ્યુડ કંડિશન્સના કારણે બોલ હવામાં ઝડપથી ટ્રાવેલ કરે છે, જેનાથી અહીં લાંબા છગ્ગા અને હાઈ-સ્કોરિંગ મેચ જોવા મળે છે.
ધર્મશાળામાં વરસાદનો ખતરો
ધર્મશાળામાં 14 મેના રોજ કાંગડા વેલીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે. સાંજના સમયે તાપમાન 12 થી 20 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે, જ્યારે હ્યુમિડિટી 65-75% સુધી રહેવાની આશા છે.
વરસાદના કારણે મેચમાં અડચણ કે વિલંબની આશંકા ચોક્કસ છે, પરંતુ HPCA સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમ ખૂબ સારી માનવામાં આવે છે. આ પહેલા 11 મેની મેચ પણ બપોરના વરસાદ છતાં સમયસર શરૂ થઈ હતી.
બન્ને ટીમની પોસિબલ પ્લેઇંગ-11
પંજાબ કિંગ્સ (PBKS): શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઇનિસ, સૂર્યાંશ શેડગે, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, લોકી ફર્ગ્યુસન, યશ ઠાકુર અને ઝેવિયર બાર્ટલેટ.
મુંબઈ ઈન્ડિયન્સ (MI): સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રોહિત શર્મા, રેયાન રિકલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, નમન ધીર, તિલક વર્મા, રાજ અંગદ બાવા, દીપક ચહર, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ અને અલ્લાહ ગઝનફર.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


