Shubman Gill IPL 2026 DC vs GT LIVE Score updates Sai Sudharsan Rashid Khan
સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા
- કૉપી લિંક
IPL 2026 ની 14મી મેચમાં આજે દિલ્હી કેપિટલ્સ (DC)નો સામનો ગુજરાત ટાઇટન્સ (GT) સામે થશે. આ મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. ટૉસ સાંજે 7:00 વાગ્યે થશે. DC અને GT આ સીઝનમાં પહેલીવાર સામસામે ટકરાશે.
બન્ને ટીમની આ સીઝનની આ ત્રીજી મેચ હશે. દિલ્હી તેની બંને મેચ જીતીને 4 પોઇન્ટ સાથે પોઇન્ટ્સ ટેબલમાં ચોથા નંબર પર છે. બીજી તરફ, ગુજરાત તેની બંને શરૂઆતની મેચ હારીને નવમા નંબર પર છે.
હેડ ટુ હેડમાં એક મેચનો તફાવત
IPL ઈતિહાસમાં બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 7 મેચ રમાય છે. જેમાંથી DCએ 3 અને GTએ 4 મેચ જીતી છે. IPL 2025માં બંને વચ્ચે 2 મુકાબલા થયા હતા, જે બંને GTએ જીત્યા હતા.

સમીર રિઝવી સીઝનનો ટોપ સ્કોરર
સમીર રિઝવી ટીમ અને સીઝન બંનેનો ટૉપ સ્કોરર છે. તેણે ગત બંને મેચમાં ફિફ્ટી ફટકારી છે. રિઝવીએ 2 મેચમાં 160 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ 163.26 રહ્યો છે. બોલિંગમાં ટી નટરાજને 2 મેચમાં 4 વિકેટ ઝડપી છે.

ગિલ ગત મેચ રમ્યો નહોતો
ગુજરાતના કેપ્ટન શુભમન ગિલ ગત મેચ રમી શક્યો નહોતો. તેની ગેરહાજરીમાં રાશિદ ખાને ટીમની કમાન સંભાળી હતી. DC સામે ગિલનું કમબેક નક્કી માનવામાં આવી રહ્યું છે અને તેની પાસેથી મોટી ઇનિંગની આશા છે.
સાઈ સુદર્શન આ સીઝનમાં ટીમનો ટૉપ સ્કોરર છે. તેણે 2 મેચમાં 86 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ 156.36 રહ્યો છે. બોલિંગમાં પ્રસિદ્ધ ક્રિષ્નાએ 2 મેચમાં 4 વિકેટ લીધી છે.

પીચ રિપોર્ટ
અરુણ જેટલીની પીચ બેટર્સે માટે ઉત્તમ સાબિત થશે. પેસર્સને શરૂઆતની ઓવરોમાં નવા બોલથી થોડી મદદ મળી શકે છે. IPLમાં અહીં અત્યાર સુધી 98 મેચ રમાઈ છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમે 47 અને બીજી બેટિંગ કરનાર ટીમે 50 મેચ જીતી છે, જ્યારે એક મુકાબલો અનિર્ણિત રહ્યો હતો. અહીંનો સૌથી મોટો ટીમ સ્કોર 278/3 છે, જે સનરાઈઝર્સ હૈદરાબાદે 2025માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે બનાવ્યો હતો.
વેધર રિપોર્ટ
બપોરે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જ્યારે કેટલીક જગ્યાએ તડકો રહેશે. હવામાનમાં થોડો ફેરફાર રહેશે અને ક્યાંક વાદળછાયું વાતાવરણ રહી શકે છે. વરસાદની 57% શક્યતા છે. 8 એપ્રિલે તાપમાન 17 થી 28 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે.
બન્ને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-12
દિલ્હી કેપિટલ્સ (DC): કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, નીતિશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, વિપરાજ નિગમ, કુલદીપ યાદવ, લુંગી એન્ગિડી, મુકેશ કુમાર, ટી નટરાજન, સમીર રિઝવી.
ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, કાગિસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


