Shubman Gill IPL 2026 LSG vs GT LIVE Score Updates Sai Sudharshan Rashid Khan
- Gujarati News
- Sports
- Cricket
- Shubman Gill IPL 2026 LSG Vs GT LIVE Score Updates Sai Sudharshan Rashid Khan | Rishabh Pant Mukul Chaudhary
સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલા
- કૉપી લિંક
ગુજરાત ટાઇટન્સે IPL-2026માં સતત બીજી મેચ જીતી લીધી છે. ટીમે રવિવારની પ્રથમ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું.
લખનઉના એકાના સ્ટેડિયમમાં ગુજરાતે 165 રનનો ટાર્ગેટ 18.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. ટૉસ હારતા પહેલી બેટિંગ કરતા લખનઉએ 20 ઓવરમાં 8 વિકેટ પર 164 રન બનાવ્યા હતા.
ગુજરાત તરફથી ગિલ-બટલરે ફિફ્ટી ફટકારી
165 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી ગુજરાતની શરૂઆત મિક્સ્ડ રહી હતી. ટીમે પાવરપ્લેમાં એક વિકેટ પર માત્ર 52 રન બનાવ્યા હતા. 45 રનના સ્કોર પર સાઈ સુદર્શનની વિકેટ ગુમાવ્યા બાદ, કેપ્ટન શુભમન ગિલે જોસ બટલર સાથે મળીને રન ચેઝને સરળ બનાવ્યો હતો. બંનેએ 58 બોલમાં 84 રનની ભાગીદારી કરી હતી અને બંનેએ ફિફ્ટી પણ ફટકારી હતી.
પ્રસિદ્ધ ક્રિષ્નાએ 4 વિકેટ ઝડપી
લખનૌ તરફથી એડન માર્કરમે સૌથી વધુ 30 રન બનાવ્યા. ગુજરાત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્નાએ એડન માર્કરમ, આયુષ બદોની, નિકોલસ પૂરન અને મુકુલ ચૌધરીને આઉટ કર્યા. અશોક શર્માને 2 વિકેટ મળી, જ્યારે મોહમ્મદ સિરાજ અને કાગિસો રબાડાના ખાતામાં એક-એક વિકેટ આવી.
અપડેટ્સ
01:45 PM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
ગુજરાતે આ સીઝનની બીજી મેચ જીતી
01:40 PM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
બટલરને શમીએ પેવેલિયન ભેગો કર્યો
16મી ઓવરના ચોથા બોલ પર ગુજરાતે ત્રીજી વિકેટ ગુમાવી. અહીં જોસ બટલર 60 રન બનાવીને આઉટ થયો. તેને મોહમ્મદ શમીએ એડન માર્કરમના હાથે કેચ કરાવી આઉટ કર્યો.
01:21 PM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
પ્રિન્સ યાદવે ગિલને કેચ આઉટ કરાવ્યો
15મી ઓવરમાં ગુજરાતની બીજી વિકેટ પડી. અહીં પ્રિન્સ યાદવે કેપ્ટન શુભમન ગિલને વિકેટકીપર ઋષભ પંતના હાથે કેચ કરાવી આઉટ કર્યો. આ રીતે 58 બોલમાં 84 રનની ભાગીદારીનો અંત આવ્યો. ગિલે 40 બોલમાં 56 રન બનાવ્યા હતા.
01:14 PM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
બટલરની IPLમાં 25મી ફિફ્ટી, T20માં 100મી અડધી સદી
14મી ઓવરના ત્રીજા બોલ પર જોસ બટલરે ફિફ્ટી પૂરી કરી. તેણે 29 બોલમાં હાફ સેન્ચુરી પૂર્ણ કરી હતી. બટલરે IPLમાં 25મી હાફ સેન્ચુરી ફટકારી છે. આ સાથે જ તેણે T20 ક્રિકેટમાં 100મી અડધી સદી નોંધાવી છે.
01:06 PM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
શુભમન ગિલની સીઝનમાં બીજી ફિફ્ટી
ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે આ સીઝનમાં બીજી ફિફ્ટી ફટકારી છે. તેણે 34 બોલમાં હાફ સેન્ચુરી પૂરી કરી. ગિલે 12મી ઓવરમાં આવેશ ખાનના બેક ઓફ લેન્થ બોલ પર સિંગલ લીધો અને ફિફ્ટી પૂરી કરી.
આ જ ઓવરમાં જોસ બટલરે આવેશ ખાનના છેલ્લા ત્રણ બોલ પર સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા. આ સાથે જ ગુજરાતે 100 રનનો આંકડો પાર કરી લીધો. આવેશની ઓવરમાંથી 16 રન આવ્યા.
12:49 PM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
પંતથી બટલરનો કેચ ડ્રોપ થયો
આઠમી ઓવરમાં જોસ બટલરને જીવનદાન મળ્યું. વિકેટકીપર રિષભ પંતથી તેનો કેચ ડ્રોપ થઈ ગયો. દિગ્વેશ રાઠીની બોલિંગમાં એડ્જ વાગતા બોલ વિકેટકીપર પંત પાસે ગયો હતો, પરંતુ પંત તેને કેચ કરી શક્યા નહીં. બોલ પંતના પગે વાગીને હવામાં ઉછળ્યો હતો, છતાં પંત બીજા પ્રયત્ન પણ કેચ પકડી શક્યા નહોતા.
12:49 PM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
ગુજરાતે પાવરપ્લેમાં 52 રન બનાવવામાં એક વિકેટ ગુમાવી
165 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી ગુજરાતની શરૂઆત સરેરાશ રહી. ટીમે પાવરપ્લેમાં 52 રન બનાવવામાં એક વિકેટ ગુમાવી દીધી. પાવરપ્લેની છેલ્લી ઓવરના પહેલા બોલ પર દિગ્વેશ રાઠીએ સાઈ સુદર્શનને આવેશ ખાનના હાથે કેચ કરાવી આઉટ કર્યો.
12:30 PM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
ગિલના 4 હજાર રન પૂરા, સતત 4 બાઉન્ડરી ફટકારી
પાંચમી ઓવરમાં મોહમ્મદ શમીના બોલ પર 20 રન આવ્યા. શમીની ઓવરમાં શુભમન ગિલે સતત 4 બોલ પર બાઉન્ડરી ફટકારી હતી. જેમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. આ જ ઓવરમાં ગિલના 4 હજાર રન પણ પૂરા થઈ ગયા.
12:30 PM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
પ્રિન્સ યાદવના અંગૂઠા પર બોલ વાગ્યો, ગિલનો કેચ છૂટ્યો
ચોથી ઓવરમાં પ્રિન્સ યાદવના અંગૂઠા પર બોલ વાગ્યો. તેમનાથી ગિલનો કેચ પણ ડ્રોપ થઈ ગયો. ગિલે ફુલર લેન્થ બોલને બોલિંગની દિશામાં સીધો રમ્યો હતો, પ્રિન્સ યાદવે કેચ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ અંગૂઠા પર વાગીને નીકળી ગયો. થોડીવાર માટે મેડિકલ ટીમે મેદાન પર આવવું પડ્યું હતું.
12:19 PM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
પ્રિન્સ યાદવે ઓવરમાં 9 રન આપ્યા, ચોગ્ગો સામેલ
પ્રિન્સ યાદવે ઇનિંગની બીજી ઓવરમાં 9 રન ખર્ચ્યા. જેમાં એક ચોગ્ગો સામેલ હતો. પ્રિન્સના ચોથા બોલ પર શુભમન ગિલે સ્ક્વેર લેગમાં બાઉન્ડરી ફટકારી હતી.
12:09 PM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
સાઈ સુદર્શને પહેલી ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા
ગુજરાતની ઇનિંગની પહેલી ઓવરમાંથી 8 રન આવ્યા. સાઈ સુદર્શને મોહમ્મદ શમીના બોલ પર બે ચોગ્ગા ફટકાર્યા. તેણે બીજા અને છઠ્ઠા બોલને બાઉન્ડરી લાઇનની બહાર પહોંચાડ્યો હતો.
11:53 AM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
છેલ્લી ઓવરમાં 18 રન આવ્યા, એક વિકેટ પણ પડી
લખનઉની ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં 18 રન બન્યા. ટીમે એક વિકેટ પણ ગુમાવી. અશોક શર્માના પહેલા બોલ પર શમીએ છગ્ગો ફટકાર્યો. ત્યારબાદ જ્યોર્જ લિન્ડે અને આવેશ ખાને ચોગ્ગા માર્યા. જોકે, અશોક શર્માએ જ્યોર્જ લિન્ડેને પેવેલિયન પણ મોકલી દીધો. આ રીતે લખનઉએ ગુજરાતને 165 રનનો ટાર્ગેટ આપ્યો.
11:39 AM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
પ્રસિદ્ધ કૃષ્ણાને ચોથી વિકેટ, મુકુલ ચૌધરી આઉટ
19મી ઓવરમાં લખનૌએ 7મી વિકેટ ગુમાવી. અહીં મુકુલ ચૌધરી 18 રન બનાવીને આઉટ થયા. તેમને પ્રસિદ્ધ કૃષ્ણાએ વિકેટકીપર જોસ બટલરના હાથે કેચ કરાવ્યા. પ્રસિદ્ધે નિકોલસ પૂરન (19 રન), આયુષ બદોની (9 રન) અને એડન માર્કરમ (30 રન)ને પણ પેવેલિયન ભેગા કર્યા.
11:27 AM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
અબ્દુલ સમદ 18 રન બનાવીને આઉટ
17મી ઓવરમાં લખનઉએ છઠ્ઠી વિકેટ ગુમાવી. અહીં અબ્દુલ સમદ 18 રન બનાવીને આઉટ થયો. તેને અશોક શર્માએ ગ્લેન ફિલિપ્સના હાથે કેચ કરાવ્યો.
11:20 AM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
સિરાજની ઓવરો પૂરી, 19 રન આપીને એક વિકેટ લીધી
મોહમ્મદ સિરાજે પોતાની 4 ઓવર પૂરી કરી લીધી છે. આમાં સિરાજે 19 રન આપીને એક વિકેટ લીધી. સિરાજે રિષભ પંતને કેચ આઉટ કરાવ્યો.
11:16 AM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
પ્રસિદ્ધ કૃષ્ણાને ત્રીજી વિકેટ, પૂરન કેચ આઉટ
15મી ઓવરના ત્રીજા બોલ પર લખનઉએ 5મી વિકેટ ગુમાવી. અહીં નિકોલસ પૂરન 19 રન બનાવીને આઉટ થયા. તેમને પ્રસિદ્ધ કૃષ્ણાએ શુભમન ગિલના હાથે કેચ કરાવ્યા. પ્રસિદ્ધને ત્રીજી વિકેટ મળી છે. તેમણે આયુષ બદોની અને એડન માર્કરમને પણ કેચ આઉટ કરાવ્યા.
11:10 AM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
પૂરનના છગ્ગાથી લખનઉ 100 પાર
14મી ઓવરમાં લખનઉએ 100 રનનો આંકડો પાર કરી લીધો. નિકોલસ પૂરને રાશિદ ખાનના બીજા બોલ પર છગ્ગો ફટકાર્યો. આ જ છગ્ગા સાથે ટીમે 100 રનનો આંકડો પાર કર્યો.
11:09 AM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
સમદે રબાડાની ઓવરમાં સતત બે ચોગ્ગા ફટકાર્યા
13મી ઓવર નાખી રહેલા કાગીસો રબાડાએ 9 રન ખર્ચ કર્યા. અબ્દુલ સમદે રબાડાના બોલ પર સતત બે ચોગ્ગા ફટકાર્યા. તેણે ત્રીજા અને ચોથા બોલ પર બાઉન્ડ્રી ફટકારી.
10:50 AM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
પ્રસિદ્ધ કૃષ્ણાને બીજી વિકેટ, બડોની આઉટ
9મી ઓવરમાં લખનઉએ ચોથી વિકેટ ગુમાવી. અહીં આયુષ બડોની 9 રન બનાવીને આઉટ થયા. તેમને પ્રસિદ્ધ કૃષ્ણાએ ગ્લેન ફિલિપ્સના હાથે કેચ આઉટ કરાવ્યા. પ્રસિદ્ધને બીજી વિકેટ મળી છે. તેમણે એડન માર્કરમને પણ પેવેલિયન ભેગા કર્યા.
10:44 AM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
એડન માર્કરમ કેચ ડ્રોપનો ફાયદો ઉઠાવી શક્યા નહીં
7મી ઓવરના છેલ્લા બોલ પર લખનઉએ ત્રીજી વિકેટ ગુમાવી. અહીં એડન માર્કરમ 30 રન બનાવીને આઉટ થયા. તેમને પ્રસિદ્ધ કૃષ્ણાએ વોશિંગ્ટન સુંદરના હાથે કેચ આઉટ કરાવ્યા.
આ જ ઓવરમાં ગ્લેન ફિલિપ્સથી ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગમાં એડન માર્કરમનો કેચ છૂટી ગયો હતો. તેમણે પ્રસિદ્ધ કૃષ્ણાના બોલ પર બેક-ટુ-બેક ચોગ્ગા ફટકાર્યા.
10:36 AM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
લખનઉએ પાવરપ્લેમાં બે વિકેટ ગુમાવી, 60 રન બન્યા
ટોસ હારીને બેટિંગ કરી રહેલી લખનઉની શરૂઆત એવરેજ રહી. ટીમે પાવરપ્લેના 6 ઓવરમાં 60 રન બનાવવામાં બે વિકેટ ગુમાવી દીધી. કેપ્ટન રિષભ પંત અને મિચેલ માર્શ પેવેલિયન પરત ફર્યા છે. એડન માર્કરમ અને આયુષ બડોની ક્રીઝ પર છે.
10:29 AM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
રબાડાની ઓવરમાં 13 રન આવ્યા
કાગિસો રબાડાની બીજી ઓવરમાં 13 રન આવ્યા. ઓવરની શરૂઆતમાં રિષભ પંતે શાનદાર પુલ શોટ રમતા ચોગ્ગો ફટકાર્યો.
ત્યારબાદ સ્ટ્રાઈક પર આવેલા માર્કરમે મિડવિકેટ ઉપર સારી ટાઈમિંગ સાથે ચોગ્ગો લગાવ્યો અને પછી ઓવરના છેલ્લી બોલ પર વધુ એક ચોગ્ગો ફટકાર્યો.
10:15 AM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
રબાડાએ માર્શને આઉટ કર્યો
લખનઉ સુપર જાયન્ટ્સે 2 ઓવરમાં 23/1 રન બનાવ્યા છે. કાગીસો રબાડાની આ ઓવરમાં 19 રન આવ્યા, પરંતુ તેણે એક મહત્વપૂર્ણ વિકેટ પણ લીધી.
ઓવરની શરૂઆત મિચેલ માર્શે સિક્સર ફટકારીને કરી. આગલા બોલ પર ઇનસાઇડ એજથી ચોગ્ગો મળ્યો. પરંતુ ત્રીજા બોલ પર રબાડાએ વાપસી કરતા માર્શને આઉટ કર્યો. માર્શે મિડ-ઓફ ઉપરથી શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં ઉભેલા શુભમન ગિલે સરળ કેચ પકડી લીધો.
આ પછી નંબર-3 પર આવેલા રિષભ પંતે આવતાની સાથે જ ચોગ્ગો ફટકાર્યો. ઓવરના છેલ્લા બોલ પર એડન માર્કરમે પણ ચોગ્ગો ફટકારીને ઓવરને 19 રન સુધી પહોંચાડી દીધી.
10:06 AM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
પહેલી ઓવરમાં સિરાજે 4 રન આપ્યા
ગુજરાત તરફથી મોહમ્મદ સિરાજે પહેલી ઓવર ફેંકી. તેણે ઓવરમાં માત્ર 4 રન આપ્યા. એડન માર્કરમે 2 રન બનાવીને ટીમનું ખાતું ખોલ્યું.
09:53 AM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
બંને ટીમોમાં કોઈ ફેરફાર નથી
ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સે પોતાની પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. ગુજરાત છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સને છેલ્લા બોલ પર હરાવ્યું હતું, જ્યારે લખનઉએ યુવા બેટ્સમેન મુકુલ ચૌધરીની શાનદાર અર્ધશતકીય ઇનિંગ્સના દમ પર કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવ્યું હતું.
ટોસ સમયે ગિલે કહ્યું, ‘કન્સ્ટીટન્સી અમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે. પ્રથમ બે મેચમાં અમે સારી સ્થિતિમાં હતા, પરંતુ મેચ છેલ્લી સુધી ગઈ. આશા છે કે અમે આગળ વધુ સારી ક્રિકેટ રમીશું.’
જ્યારે લખનઉના કેપ્ટન ઋષભ પંતે પહેલા બેટિંગ કરવા અંગે વધુ ચિંતા વ્યક્ત કરી ન હતી. તેમનું માનવું છે કે વર્તમાન પિચો પર પહેલા બેટિંગ કે બોલિંગ કરવાથી બહુ ફરક પડતો નથી.
09:42 AM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
GT પહેલા બોલિંગ કરશે
લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન પંતે ટોસ ઉછાળ્યો, જ્યારે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન ગિલે હેડ્સ કોલ કર્યો. સિક્કો હેડ્સ આવ્યો, જેના કારણે ગુજરાત ટાઇટન્સે ટોસ જીતી લીધો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.
09:20 AM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
હેડ ટુ હેડમાં એક જીતનો તફાવત
લખનઉ અને ગુજરાત વચ્ચે અત્યાર સુધી કુલ 7 મેચ રમાઈ છે, જેમાં ગુજરાત ટાઇટન્સનું પલડું થોડું ભારે રહ્યું છે. ગુજરાતે 4 મેચમાં જીત મેળવી છે, જ્યારે છેલ્લી ત્રણ મેચ લખનઉ સુપર જાયન્ટ્સે પોતાના નામે કરી છે. એકાનામાં બંને ટીમ 3 વાર સામસામે આવી છે, જેમાં 2 મેચમાં લખનઉ અને 1માં ગુજરાતને જીત મળી છે.

09:20 AM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
પંતના નામે એક ફિફ્ટી
LSGના કેપ્ટન રિષભ પંત ટીમનો ટૉપ સ્કોરર છે. તેણે હૈદરાબાદ સામે અણનમ 68 રનની ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. આજે પણ ફોર્મ અને નિર્ણયો બંને મહત્વના રહેશે. મિડલ ઓર્ડરમાં ઝડપી રન બનાવવાની જવાબદારી પણ તેના પર રહેશે. ટીમ માટે પ્રિન્સ યાદવે સૌથી વધુ વિકેટ લીધી છે. એમ સિદ્ધાર્થ સ્પિન ફ્રેન્ડલી પીચ પર LSG માટે મોટી તાકાત સાબિત થઈ શકે છે.

09:19 AM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
પ્રસિદ્ધ ક્રિષ્ના GTનો ટૉપ બોલર
આ સીઝનમાં ગુજરાત ટાઇટન્સ માટે જોસ બટલર શાનદાર ફોર્મમાં જોવા મળ્યા છે. તેણે 3 મેચમાં 116 રન બનાવ્યા છે, જેમાં એક ફિફ્ટી સામેલ છે અને તેનો સ્ટ્રાઈક રેટ 156.75નો રહ્યો છે. બીજી તરફ બોલિંગમાં પ્રસિદ્ધ ક્રિષ્નાએ મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે 3 મેચમાં 6 વિકેટ ઝડપી છે, જેમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 3/29 રહ્યું છે, જોકે તેનો ઇકોનોમી રેટ 10.33નો રહ્યો છે.

09:19 AM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
પીચ રિપોર્ટ
લખનઉની પીચ પર સ્પિનરો જ હાવી રહે છે. અહીં ગત મેચ લો સ્કોરિંગ જોવા મળી હતી. આ સીઝનમાં અહીં એક મેચ રમાઈ છે. તે મેચમાં લખનઉ પ્રથમ બેટિંગ કરતા માત્ર 141 રન જ બનાવી શક્યું હતું, જેના જવાબમાં દિલ્હીએ 18મી ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
લખનઉમાં અત્યાર સુધી કુલ 23 IPL મેચ રમાઈ છે. 9 મેચમાં પહેલી ઇનિંગમાં બેટિંગ કરનાર ટીમ અને 13માં ચેઝ કરનાર ટીમને જીત મળી છે, જ્યારે એક મેચનું પરિણામ આવ્યું નહોતું. અહીંનો હાઇએસ્ટ ટીમ સ્કોર 235/6 છે, જે KKRએ 2024માં LSG સામે બનાવ્યો હતો.
09:19 AM12 એપ્રિલ 2026
- કૉપી લિંક
વેધર કંડિશન
લખનઉમાં રવિવારે ખૂબ જ તેજ તડકો અને ગરમી રહેશે. મેચના દિવસે અહીંનું તાપમાન 21 થી 36 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


