Shubman Gill PBKS vs GT IPL 2026 LIVE Score Updates Rashid Khan
સ્પોર્ટ્સ ડેસ્ક41 મિનિટ પેહલા
- કૉપી લિંક
IPLની આ સીઝનની ચોથી મેચ આજે પંજાબ કિંગ્સ (PBKS) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાશે. મેચ પંજાબના હોમ ગ્રાઉન્ડ ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે, જ્યારે ટૉસ સાંજે 7:00 વાગ્યે થશે.
ગુજરાત ટાઇટન્સની આ પાંચમી સીઝન હશે. ટીમે 2022માં પોતાની ડેબ્યૂ સીઝનમાં જ ટાઇટલ જીત્યો હતો, જ્યારે ગયા વર્ષે તે ચોથા સ્થાને રહી હતી. બીજી તરફ, પંજાબ કિંગ્સ હજુ પણ તેના પ્રથમ ખિતાબની રાહ જોઈ રહ્યું છે. ટીમ ગયા વર્ષે રનર-અપ રહી હતી અને ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે 6 રનથી હારી ગઈ હતી.
બંને ટીમ વચ્ચે સાતમી મેચ
IPLમાં પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અત્યાર સુધી 6 મુકાબલા થયા છે, જેમાં બંને ટીમે 3-3 મેચ જીતી છે. IPL 2025માં બંનેની એક ટક્કરમાં પંજાબે ગુજરાતને 11 રનથી હરાવ્યું હતું. ન્યૂ ચંદીગઢમાં બંને ટીમ એકવાર સામસામે આવી હતી, જેમાં ગુજરાતે પંજાબને 3 વિકેટથી હરાવ્યું હતું.

ટીમ અપડેટ – ફર્ગ્યુસન કેટલીક મેચ ગુમાવી શકે છે
PBKS: ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન પેટર્નિટી લીવના કારણે શરૂઆતની કેટલીક મેચ રમી શકશે નહીં. તેની જગ્યાએ ટીમ ઝેવિયર બાર્ટલેટ અથવા બેન ડ્વારશુઇસને શરૂઆતની મેચમાં રમાડી શકે છે.
પંજાબની ટીમ મજબૂત
ટૉપ ઓર્ડરમાં પ્રિયાંશ આર્યા અને પ્રભસિમરન સિંહની ઓપનિંગ જોડી પાસેથી સારા પ્રદર્શનની આશા છે. કેપ્ટન અય્યર નંબર ત્રણ પર રમશે. મિડલ ઓર્ડરમાં નેહલ વાઢેરા અને શશાંક સિંહ હશે, જ્યારે સ્ટોઇનિસ, માર્કો યાન્સેન અને ઓમરઝાઈ ઓલરાઉન્ડ ભૂમિકા ભજવશે.

GT માટે બટલરનું ફોર્મ ચિંતાનો વિષય
ગુજરાત ટાઇટન્સને આ સીઝનમાં પણ સાઈ સુદર્શન અને કેપ્ટન શુભમન ગિલ પાસેથી શાનદાર પ્રદર્શનની આશા રહેશે. જોકે, જોસ બટલરનું તાજેતરનું ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય છે. ગ્લેન ફિલિપ્સ ફોર્મમાં છે. ઓલરાઉન્ડરોમાં વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર અને રાહુલ તેવટિયા છે. રબાડા, સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ઈશાંત શર્મા અને લ્યુક વુડની હાજરીમાં પેસ એટેક દમદાર છે, જ્યારે સ્પિન વિભાગ રાશિદ ખાન સંભાળશે.

પીચ રિપોર્ટ: મુલ્લાનપુરમાં સ્ટ્રોક રમવા સરળ
મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમની પીચ સંતુલિત માનવામાં આવે છે. શરૂઆતમાં નવા બોલથી ફાસ્ટ બોલરોને હળવો સ્વિંગ અને બાઉન્સ મળી શકે છે, પરંતુ જેમ મેચ આગળ વધે છે તેમ પીચ બેટિંગ માટે વધુ અનુકૂળ બને છે. અહીં અત્યાર સુધી 11 IPL મેચ રમાઈ છે, જેમાંથી 6 મેચમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમ અને 25 મેચમાં ચેઝ કરનાર ટીમ જીતી છે. અહીં હાઈએસ્ટ સ્કોર 228/5 છે.
વરસાદની આશંકા
મંગળવારે મુલ્લાનપુરમાં વરસાદની 25% શક્યતા છે. તાપમાન 18 થી 34 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાનું અનુમાન છે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12
પંજાબ કિંગ્સ (PBKS): શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્યા, મિચેલ ઓવેન, શશાંક સિંહ, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઇનિસ, માર્કો યાન્સેન, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ અને બેન ડ્વારશુઇસ.
ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, સાઈ કિશોર, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.
મેચ ક્યાં જોઈ શકાય છે?
IPL મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. જ્યારે, જીયો હોટસ્ટાર એપ અને વેબસાઈટ પર તેનું લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, મેચના સ્કોર અને તમામ અપડેટ્સ દિવ્ય ભાસ્કર એપ પર પણ જોઈ શકાય છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


