Shubman Gill T20 World Cup Photo Controversy; Sanju Samson Missing

Last Updated: March 14, 2026By

9 કલાક પેહલા

  • કૉપી લિંક

ટીમ ઈન્ડિયાના T20 વર્લ્ડ કપના જશ્નની એક ફોટોને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો છે. શુભમન ગિલે શેર કરેલી ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં સંજુ સેમસન જોવા મળ્યો નથી, જેના પછી ફેન્સે દાવો કર્યો છે કે ફોટો એડિટ કરવામાં આવ્યો છે. જાણો શું છે આખો મામલો…

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 8 માર્ચ, 2026ના રોજ રમાયેલા ICC મેન્સ T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રને હરાવ્યું હતું. આ જીત બાદ ટીમ ઈન્ડિયાના સેલિબ્રેશનની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.

આ દરમિયાન એક ફોટોને લઈને નવો વિવાદ ઊભો થયો છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર અને ટેસ્ટ-ODI ટીમના કેપ્ટન શુભમન ગિલની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ફેન્સે દાવો કર્યો છે કે તસવીરને એડિટ કરવામાં આવી છે અને તેમાંથી વિકેટકીપર બેટર સંજુ સેમસનને હટાવી દેવામાં આવ્યો છે.

શુભમન ગિલે આ ફોટો પોસ્ટ કર્યો હતો.

શુભમન ગિલે આ ફોટો પોસ્ટ કર્યો હતો.

ગિલે ફોટો પોસ્ટ કર્યો, યુઝર્સે તરત જ સવાલો ઉઠાવવા માંડ્યા

ગિલે વર્લ્ડ કપ જીત બાદ સેલિબ્રેશનનો એક ફોટો શેર કર્યો હતો. જેમાં કેટલાક ખેલાડીઓ ટ્રોફી સાથે જોવા મળી રહ્યા છે. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સે તરત જ નોંધ્યું કે તે ફ્રેમમાં સંજુ સેમસન દેખાઈ રહ્યો નથી. આ પછી ઘણા લોકોએ કોમેન્ટ સેક્શનમાં સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું.

એક યુઝરે લખ્યું, “Which app did you use to remove Sanju Samson? Very neatly done.” એટલે કે સંજુ સેમસનને હટાવવા માટે કઈ એપનો ઉપયોગ કર્યો?

બીજા એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે, “ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર, ફર્સ્ટ ક્લાસ એડિટર.”

તો ત્રીજા એક યુઝરે લખ્યું- એડિટર ઑફ ધ ટુર્નામેન્ટ

કેટલાક ફેન્સે સીધી રીતે ગિલની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે સંજુ સેમસન પણ આ ટીમનો હિસ્સો હતો અને ટુર્નામેન્ટ દરમિયાન તેનું યોગદાન રહ્યું છે, તેથી તેને તસવીરમાંથી હટાવવો યોગ્ય નથી.

જોકે, આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી કે તસવીર ખરેખર એડિટ કરવામાં આવી છે કે નહીં. પરંતુ સોશિયલ મીડિયા પર આ મામલો ઝડપથી ચર્ચામાં આવી ગયો છે.

સંજુને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મળ્યો

સંજુ સેમસને T20 વર્લ્ડ કપમાં 5 ઇનિંગ્સમાં 321 રન બનાવીને ભારતને ટાઇટલ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને તે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો. જ્યારે વન-ડે અને ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલને T20 વર્લ્ડ કપની ટીમમાં જગ્યા મળી નહોતી.