Sri Lanka Dominates Oman by 105 Runs in T20 World Cup 2026

Last Updated: February 12, 2026By

સ્પોર્ટ્સ ડેસ્ક7 કલાક પેહલા

  • કૉપી લિંક

શ્રીલંકાની ટીમે T20 વર્લ્ડ કપમાં સતત બીજી મેચ જીતી લીધી છે. ટીમે ગુરુવારની પ્રથમ મેચમાં ઓમાનને 105 રનથી હરાવ્યું. આ શ્રીલંકાની T20 ઇન્ટરનેશનલમાં રનના હિસાબે બીજી સૌથી મોટી જીત છે. કેન્ડીના પલ્લેકેલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ગ્રુપ-Bની આ મેચમાં ઓમાને ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. શ્રીલંકાએ 20 ઓવરમાં 5 વિકેટે 225 રન બનાવ્યા.

જવાબમાં ઓમાનની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 120 રન જ બનાવી શકી. મોહમ્મદ નદીમે 53 રનની ઇનિંગ રમી. વસીમ અલીએ 27 રન બનાવ્યા. દુષ્મંથા ચમીરા અને મહીશ થિક્સાનાએ 2-2 વિકેટ ઝડપી. દુનિથ વેલ્લાલાગે, દુશન હેમંથા અને કામિન્દુ મેન્ડિસને 1-1 વિકેટ મળી. વિનાયક શુક્લા અને સુફિયાન મહમૂદ રન આઉટ થયા.

આ પહેલાં, શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસ (61), પવન રત્નાયકે (60) અને દાસુન શનાકા (50)એ હાફ સેન્ચુરી ફટકારી. શનાકાએ 19 બોલમાં ફિફ્ટી ફટકારી. તે શ્રીલંકા માટે T20માં સૌથી ઝડપી ફિફ્ટી લગાવનાર ખેલાડી બની ગયો. ઓમાન માટે જીતેન રામાનંદીએ 2 વિકેટ લીધી. જય ઓડેદરા અને સુફિયાન મહમૂદને 1-1 વિકેટ મળી. કુસલ મેન્ડિસ રન આઉટ થયો.

બન્ને ટીમની પ્લેઇંગ-11

શ્રીલંકા (SL): દાસુન શનાકા (કેપ્ટન), પથુમ નિસાંકા, કામિલ મિશારા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), પવન રત્નાયકે, કામિન્દુ મેન્ડિસ, દુનિત વેલ્લાલાગે, દુશન હેમંથા, દુષ્મંથા ચમીરા, મહીશ થિક્સાના અને મથીશ પથિરાના.

ઓમાન (OMAN): જતિન્દર સિંહ (કેપ્ટન), આમિર કલીમ, હમ્માદ મિર્ઝા, વસીમ અલી, મોહમ્મદ નદીમ, જીતેન રામાનંદી, વિનાયક શુક્લા (વિકેટકીપર), સુફિયાન મહમૂદ, નદીમ ખાન, શાહ ફૈઝલ, જય ઓડેદરા.