Surat Civic Polls: BJP & Congress Contest All 120 Seats, AAP Fields 114 Candidates | Gujarat News

Last Updated: April 12, 2026By

સુરત મહાનગરપાલિકાની 120 બેઠક પર ભાજપ અને કોંગ્રેસે તમામે તમામ 120 બેઠક પરથી દાવેદારી નોંધાવી છે. જ્યારે આપએ 114 બેઠક પરથી દાવેદારી નોંધાવી છે. જયારે 30 વોર્ડની 120 બેઠક પરથી ફોર્મ ભરવા માટે અપક્ષ ઉમેદવારોનો પણ રાફડો ફાટ્યો છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાત્રે 9 વાગ્યા સુધી મહાપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો પર 800થી વધુ ફોર્મ ભરાયા હોવાનું ચૂંટણીપંચની વેબસાઈટ પરથી જણાયું હતું. હવે એક ઉમેદવારે એક કરતા વધુ ફોર્મ ભરવા સાથે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ડમી ઉમેદવાર પાસે પણ ફોર્મ ભરાવતા ફોર્મની સંખ્યા વધી હતી. રાત્રે 10 વાગ્યા સુધીમાં ચૂંટણીપંચની ઓનલાઈન વેબસાઈટ પર 800 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હોવાનું જણાયું હતું.

કચેરીમાં એન્ટ્રી લઈ લેનારા ઉમેદવારોને ટોકન

હવે એક ઉમેદવારે એક કરતા વધુ ફોર્મ ભરવા સાથે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ડમી ઉમેદવાર પાસે પણ ફોર્મ ભરાવતા ફોર્મની સંખ્યા વધી હતી. ભાજપે એક દિવસ પહેલા જ ઉમેદવારોની યાદી જાહેર કરતા શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવારો સાથે સમર્થકોનો જમાવડો થઈ ગયો હતો. અંતિમ દિવસે ફોર્મ ભરવા મોટી સંખ્યામાં ઉમેદવારો ધસી આવતા કેટલીક કચેરીઓમાં સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા ચાલી હતી. ચૂંટણી અધિકારીઓએ નિયમ અનુસાર ત્રણ વાગ્યા પહેલા કચેરીમાં એન્ટ્રી લઈ લેનારા ઉમેદવારોને ટોકન ઈશ્યૂ કરી દીધા હતા. તેમજ જેઓને ટોકન ઈશ્યૂ કરાયા હતા, તે ઉમેદવારોના ફોર્મ સમય પૂરો થઈ ગયા બાદ પણ સ્વીકારવામાં આવ્યા હતા.

તમામે તમામ 116 બેઠક પરથી દાવેદારી નોંધાવી

બીજી તરફ સુરત જિલ્લા પંચાયતની 36 બેઠક પરથી 125 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. રાત્રે 9 વાગ્યા સુધી ઓનલાઈન પોર્ટલ પર જિલ્લા પંચાયતની 36 બેઠક પર 125 ઉમેદવારોએ દાવેદારી કરી હોવાનું જણાયું હતું. હવે તાલુકા પંચાયતની 204 બેઠકની વાત કરીએ તો અહીંયા પણ મોડે સુધી ફોર્મની પ્રક્રિયા ચાલી હતી. કડોદરા, બારડોલી, માંડવી અને તરસાડી નગરપાલિકાની બેઠક પરથી ફોર્મ ભરવા માટે પણ શનિવારે અંતિમ દિવસે પડાપડી થઈ હતી. ભાજપે તાલુકા પંચાયતની તમામે તમામ 204 બેઠક અને નગરપાલિકાની તમામે તમામ 116 બેઠક પરથી દાવેદારી નોંધાવી છે.

જિલ્લા પંચાયતની 36 બેઠક પૈકી 35 પર નવા ચહેરા

સુરત જિલ્લા પંચાયતની 36 બેઠક માટે પણ ભાજપે શુક્રવારે રાત્રે 10.30 વાગ્યા બાદ ઉમેદવારોની યાદી જાહેર કરતા ઉમેદવારો દોડતા થઈ ગયા હતા. મોડી રાત્રે યાદી પ્રસિદ્ધ કરાતા ઉમેદવારોએ મોડી રાત્રે જ ફોર્મ ભરવા માટે આંટાફેરા મારવાનું શરૂ કરી દીધું હતું. શનિવારે અંતિમ દિવસ હોવાથી શુક્રવારે રાત્રે નામ જાહેર થયું ત્યારથી જ ઉમેદવારોએ ફોર્મ ભરવા માટેની જરૂરી કાગળો એકત્ર કરવાનો આરંભ કરી દીધો હતો. જોકે, આ પૈકી કેટલાક ઉમેદવારોને સાંજે ૪ વાગ્યાથી આસપાસ કોલ કરીને જણાવી દેવાતા તેઓને ફોર્મ ભરવાની પ્રક્રિયા માટે થોડા વધારાનો સમય મળ્યો હતો. જોકે, સુરત જિલ્લા પંચાયતની 36 બેઠક પૈકી 35 બેઠક પર નવા ચહેરા ઉતારવામાં આવ્યા છે. જ્યારે એકમાત્ર ગીતાબેન વિજયભાઈ પટેલને રિપીટ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Mehsana News: મેં ઘર અને વ્યવસાય છોડી પક્ષને સમય આપ્યો, તો આજે મારી ગણતરી કેમ નહીં : મહિલા કાર્યકરનો આક્રોશ