Surat Congresss Peoples Manifesto for the Municipal Corporation elections promises of 50 percent relief in property tax and 10 thousand permanent recruitments | Gujarat News
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા કબજે કરવા કોંગ્રેસે મજબૂત દાવ ખેલ્યો છે. આજે કોંગ્રેસ દ્વારા ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં શહેરની મુખ્ય સમસ્યાઓ અને મધ્યમ વર્ગને સ્પર્શતા મુદ્દાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
કોંગ્રેસ દ્વારા ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર
કોંગ્રેસે જાહેરાત કરી છે કે જો તેઓ સત્તા પર આવશે તો મનપામાં ખાલી પડેલી 10 હજારથી વધુ જગ્યાઓ પર કાયમી ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત, મહિલાઓના નામે રજિસ્ટર મિલકત વેરામાં 50 ટકા સીધી રાહત આપવાનું મોટું વચન આપ્યું છે. શહેરને લટકતા વાયરોથી મુક્ત કરવા, તાપી શુદ્ધિકરણ માટે અલગ બજેટ અને ખાડી પૂરની કાયમી સમસ્યા હલ કરવાની ખાતરી પણ આપવામાં આવી છે. કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, 37 વર્ષના શાસનમાં માત્ર વાતો જ થઈ છે, વાસ્તવિક પ્રજાલક્ષી કામો થયા જ નથી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

