Surat News: કૌભાંડ કરનારા ચૂંટણી આવતા જ સુંદરકાંડના પાઠ કરે છે: ધારાસભ્ય કુમાર કાનાણી

Last Updated: April 7, 2026By

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી શરૂ કરવામાં આવી છે. ભાજપની ટિકિટ માટે પડાપડી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ત્યારે સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીના નિવેદને ભારે ચર્ચા જગાવી છે. તેમણે કહ્યું હતું કે, આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાચા પડ્યા છીએ. આપણે લોકોને સાચી વાત સમજાવવામાં કાચા પડ્યા છીએ. કૌભાંડ કરનારા ચૂંટણી આવતા જ હવે સુંદરકાંડ કરે છે. આ વાત આપણે લોકોને કહેવી પડશે.

આપણે લોકોના આરોગ્ય માટે પણ પૈસા નથી લેતા

સુરતમાં વોર્ડ નંબર ચારના મધ્યસ્થ કાર્યાલયમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે લોકોને સાચી વાત સમજાવવામાં કાચા પડ્યા છીએ. કૌભાંડ કરનારા ચૂંટણી આવતા જ સુંદરકાંડના પાઠ કરે છે. આ વાત આપણે લોકોને સમજાવવી પડશે. RTE હેઠળ લાખો વિદ્યાર્થી પ્રાઇવેટ શાળામાં ભણે છે. આ વાત આપણે લોકો સુધી મૂકી ન શક્યા. આપણે લોકોના આરોગ્ય માટે પણ પૈસા નથી લેતા. પરંતુ વિપક્ષના નેતાઓ લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ થયા છે. આપણે લોકોને સમજાવવામાં અસફળ રહ્યા છીએ.

કૌભાંડ કરનારા ચૂંટણી આવતા જ સુંદરકાંડના પાઠ કરે છે

તેમણે કહ્યું હતું કે, કૌભાંડ કરનારા ચૂંટણી આવતા જ સુંદરકાંડના પાઠ કરે છે. આપણે આ વાત લોકોને કહેવી પડશે. આપ વાળાએ લોકોને ક્યારેય એવું નથી કહ્યું કે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થજો તમને સારવાર મફત મળશે.એ લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ થયા અને આપણે લોકોને સમજાવવામાં અસફળ થયા. પાંચ વર્ષ સુધી રેશનીંગ કૌભાંડ અને બાંધકામ કૌભાંડ કરનારા આપિયા ચૂંટણી આવતા જ હવે સુંદરકાંડ કરે છે.રામ નવમીનો જેને વિરોધ કર્યો એ જ આજે લોકોને રામનવમીની શુભેચ્છા પાઠવે છે, કથામાં જાય છે, સાધુ સંતોના પગમાં પડે છે.આ વાત લોકોને આપણે કહેવી પડશે.

આ પણ વાંચોઃ Jabalpur: 12 લાખમાં એક કિલો સોનું આપીશું.. MPના 3 ડોક્ટર્સ સાથે 1.60 કરોડની છેતરપિંડી