T20 World Cup 2026 Controversy; Bangladesh India Venue Row
સ્પોર્ટ્સ ડેસ્ક9 મિનિટ પેહલા
- કૉપી લિંક
બાંગ્લાદેશ ટીમનું T20 વર્લ્ડ કપમાંથી બહાર થવું લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ ICCએ આપેલી 24 કલાકની ડેડલાઇન અંદર કોઈ સત્તાવાર જવાબ આપ્યો નથી. ક્રિકબઝ અનુસાર, આ જ કારણોસર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) હવે બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સામેલ કરવાની તૈયારી કરી રહી છે.
બાંગ્લાદેશ બોર્ડે પહેલાથી જ સુરક્ષા કારણોનો હવાલો આપતા ભારતમાં રમવાનો ઇનકાર કરી દીધો હતો. આ પછી ICCએ ગુરુવારે બોર્ડને એક દિવસનો વધારાનો સમય આપ્યો, પરંતુ અત્યાર સુધી કોઈ જવાબ આવ્યો નથી. આનાથી ICC સામે સ્થિતિ સ્પષ્ટ થઈ શકી નથી.
અમે વર્લ્ડ કપ રમવા માગીએ છીએ બાંગ્લાદેશ સરકારના રમત સલાહકાર આસિફ નઝરુલે ગુરુવારે નેશનલ ટીમના ખેલાડીઓ સાથે આજે ઢાકામાં બેઠક કરી. બેઠક પછી તેમણે કહ્યું, ‘અમે વર્લ્ડ કપ રમવા માગીએ છીએ, પરંતુ ભારતમાં અમારા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની સુરક્ષાને લઈને ચિંતા હજુ પણ યથાવત છે.’

બાંગ્લાદેશે ભારતમાં રમવાની ના કેમ પાડી, જાણો 2 મોટા કારણો
1. બાંગ્લાદેશમાં હિંદુઓની સતત થઈ રહેલી હત્યાઓના વિરોધમાં BCCIએ બાંગ્લાદેશી પેસર મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી બહાર કરાવી દીધો. BCBએ તેનો વિરોધ કર્યો.
2. મુસ્તફિઝુરને બહાર કરવાના મુદ્દાને બાંગ્લાદેશની રાજકીય પાર્ટીઓએ ઉઠાવ્યો. પછી યુનુસ સરકારે પોતાના દેશમાં IPL પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો. આ પછી ક્રિકેટ બોર્ડે ભારતમાં વર્લ્ડ કપ ન રમવાની માગ કરી જેને ICCએ ફગાવી દીધી.
પાકિસ્તાને સમર્થન કર્યું હતું, પરંતુ બહિષ્કાર નહીં એક દિવસ પહેલાં બાંગ્લાદેશને આશા હતી કે PCB તેના સમર્થનમાં ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરશે. પાકિસ્તાની બોર્ડે ICC બોર્ડ મિટિંગમાં સમર્થન પણ કર્યું, પરંતુ ટુર્નામેન્ટમાંથી હટવાની વાત ન કરી. જોકે, કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે પાકિસ્તાન પોતાના વર્લ્ડ કપ રમવાના નિર્ણય પર ફરી વિચાર કરી શકે છે.
મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી બહાર કરવા પર વિવાદ બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાના કારણે BCCIએ મુસ્તફિઝુર રહેમાનને IPLમાં રમવાની મંજૂરી આપી નથી. તેને KKRએ 3 જાન્યુઆરીએ BCCIના કહેવા પર ટીમમાંથી બહાર કરી દીધો હતો.
આનાથી ગુસ્સે ભરાયેલી બાંગ્લાદેશ સરકારે પોતાના દેશમાં IPL મેચના પ્રસારણ પર રોક લગાવી દીધી. આ પછી ખેલાડીઓની સુરક્ષાનો હવાલો આપીને 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા T20 વર્લ્ડ કપમાં સ્થળ બદલવાની માગ પણ કરી.

KKRએ મુસ્તફિઝુરને ₹9.2 કરોડમાં ખરીદ્યો હતો, પછી IPLમાંથી બહાર કરવા પર વિવાદ
16 ડિસેમ્બરે IPL મિની ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પછી બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાને કારણે ભારતમાં મુસ્તફિઝુરનો વિરોધ થવા લાગ્યો. અત્યાર સુધી ત્યાં 7 હિંદુઓની હત્યા કરવામાં આવી છે. બાદમાં BCCIએ મુસ્તફિઝુરને IPL રમવાની મંજૂરી આપી ન હતી અને 3 જાન્યુઆરીએ KKRએ તેને રિલીઝ કરી દીધો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

