Tamilnadu Assembly Election : AIADMK 178 સીટ પર લડશે ચૂંટણી, ભાજપને મળી 27 સીટ
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે NDAએ સીટ વહેંચણીને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. કૂલ 235 સીટમાંથી AIADMK 178 સીટ પર ચૂંટણી લડશે. જ્યારે ભાજપ 27 સીટ પર મેદાનમાં ઉતરશે. PMKને 19 અને AMMKને 11 સીટ આપવામાં આવી છે.
NDA વિજયી ગઠબંધન
AIADMKના નેતા એડપ્પાડી કે.પલાનીસ્વામીએ કહ્યું કે ગઠબંધનની અંદર સીટ વહેંચણીને લઈને વાતચીત થઈ અને તમામ આંકડાને સત્તાવાર રીતે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. તેમને એ પણ જણાવ્યું કે અન્ય પાર્ટીઓની સાથે વાતચીત હજુ ચાલું છે અને તેમના ભાગની સીટોની જાહેરાત જલ્દી જ કરવામાં આવશે. EPSએ ગઠબંધનની સંભાવનાઓને લઈ વિશ્વાસ વ્યક્ત કરતા NDAએ વિજયી ગઠબંધન ગણાવ્યું. તેમને કહ્યું કે ગઠબંધન તમામ સીટ પર જીત મેળવશે અને AIADMK સરકાર બનાવશે.
સહયોગી પાર્ટીઓનું એકબીજાને મળવું સામાન્ય બાબત
તેમને કહ્યું કે AIADMKએ ભાજપની સાથે ગઠબંધન કર્યું છે અને આરોપ લગાવ્યો કે જ્યારે તે દિલ્હી જાય છે તો તેમની વિરૂદ્ધ ખોટા અને ભ્રામક નિવેદન ફેલાવવામાં આવે છે. આ સિવાય ઈપીએસે દાવો કર્યો કે મુખ્યપ્રધાન એમ.કે.સ્ટાલિનને તેમના દિલ્હી પ્રવાસથી ડર લાગે છે. ઈપીએસે વધુમાં કહ્યું કે સહયોગી પાર્ટીઓનું એકબીજાને મળવું સામાન્ય બાબત છે. તેમને સવાલ ઉઠાવ્યો કે કનિમોઝી કરૂણાનિધિ રાહુલ ગાંધીને મળવા દિલ્હી કેમ ગયા? ગઠબંધન સરકારની સંભાવના પર પૂછવામાં આવેલા સવાલોના જવાબમાં ઈપીએસએ કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે AIADMK પોતાના દમ પર સરકાર બનાવશે.
આ પણ વાંચો : Loksabha સીટમાં થશે વધારો, મહિલાઓને 2029થી મળશે અનામત, સરકાર સુધારા બિલ લાવવાની તૈયારીમાં
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

