Tara Sutarias Red Carpet Glamour at Cannes 2026

Last Updated: May 15, 2026By

1 કલાક પેહલા

  • કૉપી લિંક

કાન ફિલ્મ ફેસ્ટિવલ 2026માં આલિયા ભટ્ટ લોરિયલ પેરિસ ગાલા ડિનર દરમિયાન જોવા મળી હતી, જ્યાં તેણે ફ્લોરલ બ્રોકેડ આઉટફિટ પહેર્યો હતો. તો ગુરુવારે સિંગર-ઇન્ફ્લુએન્સર આરતી ખેત્રપાલનો સનાતન ધર્મ થીમ વાળો લુક સામે આવ્યો, જેમાં તે કાનના રેડ કાર્પેટ પર હાથમાં ભગવદ્ ગીતા, ગળામાં તુલસીની માળા અને ‘હરે રામ’ લખેલા પર્સ સાથે જોવા મળી હતી. દુનિયાભરનો સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ અને કલ્ચરલ ઇવેન્ટ કાન્સ 12 મેથી શરૂ થયો છે. ફેસ્ટિવલ 23 મે સુધી ફ્રાન્સના ફ્રેન્ચ રિવેરામાં ચાલુ રહેશે. કાન્સમાંથી આલિયાના અત્યાર સુધી 5 લુક સામે આવી ચૂક્યા છે.

મંત્રજાપ સાથે આરતીનું રેડ કાર્પેટ વૉક

આરતીએ તેના લહેંગાને ભારે ભરતકામવાળા બ્લાઉઝ સાથે જોડીને એક અલગ શાહી ટચ આપ્યો. વી-નેક બ્લાઉઝ, જેમાં હાફ-સ્લીવ્સ હતી, તે સુંદર ફ્લોરલ પેટર્નથી શણગારેલું હતું. આ ડિઝાઇનમાં લીલા-વાદળી રંગના હળવા શેડ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં સોનેરી દોરામાં ઘણી બારીકાઈ હતી જે નાજુક વેલા જેવી ડિઝાઈન બનાવી રહી હતી.

આરતીના દુપટ્ટાએ તેના લહેંગા લુકની સુંદરતા વધારી હતી

આરતીના દુપટ્ટાએ તેના લહેંગા લુકની સુંદરતા વધારી હતી

ગળામાં તુલસીની માળા

આરતી સુંદર, સોનેરી રંગના લહેંગામાં જોવા મળી હતી. આ આઉટફિટમાં વૃંદાવનની આધ્યાત્મિક તસવીર, મંદિરોનું ચિત્રણ અને ભગવાન કૃષ્ણ પ્રત્યેની ભક્તિની ઝલક સ્પષ્ટપણે દેખાતી હતી. ગળામાં તુલસીની માળા પહેરીને અને ભગવદ્ ગીતાની હાથમાં રાખી મંત્રોચ્ચાર માટે પાઉચ લઈને, તે રેડ કાર્પેટ પર ચાલી હતી. પોલ્કી જ્વેલરી, લાલ લિપસ્ટિક અને ખુલ્લા વાળ સાથે, તેનો આખો દેખાવ એક શાહી આભા પ્રગટાવતો હતો.

આ લહેંગા ખાસ કરીને ભારતીય ધાર્મિક કલાના સારને પ્રતિબિંબિત કરવામાં આવી હતી.

આ લહેંગા ખાસ કરીને ભારતીય ધાર્મિક કલાના સારને પ્રતિબિંબિત કરવામાં આવી હતી.

આરતી એક ભજન ગાયિકા છે, તેણે 2018માં મીકા સિંહના ગીત ‘સામા’થી ઓળખ મળી, પણ પાછળથી ગ્લેમરની દુનિયા છોડી દીધી. આજ સુધી, તેને 3,000થી વધુ ભજન પરફોર્મ કર્યા છે.

આરતી એક ભજન ગાયિકા છે, તેણે 2018માં મીકા સિંહના ગીત ‘સામા’થી ઓળખ મળી, પણ પાછળથી ગ્લેમરની દુનિયા છોડી દીધી. આજ સુધી, તેને 3,000થી વધુ ભજન પરફોર્મ કર્યા છે.

આરતીએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતા તેને પોતાની આધ્યાત્મિક યાત્રા સાથે જોડી. તેણે મહર્ષિ વેદ વ્યાસ, પોતાના ગુરુઓ અને સંતોનો આભાર વ્યક્ત કર્યો, જેમણે તેને ભક્તિનો માર્ગ બતાવ્યો.

આરતીએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતા તેને પોતાની આધ્યાત્મિક યાત્રા સાથે જોડી. તેણે મહર્ષિ વેદ વ્યાસ, પોતાના ગુરુઓ અને સંતોનો આભાર વ્યક્ત કર્યો, જેમણે તેને ભક્તિનો માર્ગ બતાવ્યો.

તારા સુતારિયાનું કાન ડેબ્યૂ

બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયાએ કાન ફિલ્મ ફેસ્ટિવલ 2026માં પોતાનું શાનદાર ડેબ્યૂ કર્યું છે, જ્યાં તેના વિન્ટેજ અને એલિગન્ટ લુક્સના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે.

1. પહેલો લુક: જૂનો હોલિવૂડ ગ્લેમર (બ્લેક એન્ડ વ્હાઇટ ગાઉન)

તારાએ પોતાના રેડ કાર્પેટ ડેબ્યૂ માટે ‘હેલ્સા સ્ટુડિયો’નો એક ખૂબ જ સુંદર બ્લેક એન્ડ વ્હાઇટ સ્ટ્રેપલેસ ગાઉન પસંદ કર્યું હતું.

આ ગાઉનની સ્વીટહાર્ટ નેકલાઇન અને નીચેની લેસ ડિટેલિંગ ઓલ્ડ હોલિવૂડ ડીવા અને ઓડ્રે હેપબર્નના ક્લાસિક 'બ્રેકફાસ્ટ એટ ટિફનીઝ' વાળા લુકની યાદ અપાવતી હતી.

આ ગાઉનની સ્વીટહાર્ટ નેકલાઇન અને નીચેની લેસ ડિટેલિંગ ઓલ્ડ હોલિવૂડ ડીવા અને ઓડ્રે હેપબર્નના ક્લાસિક ‘બ્રેકફાસ્ટ એટ ટિફનીઝ’ વાળા લુકની યાદ અપાવતી હતી.

તેણે પોતાના લુકને સિમ્પલ રાખતા 'વિયાન્જ વિન્ટેજ' (Viange Vintage) ના પર્લ ડ્રોપ ઇયરરિંગ્સ (મોતીના લોલક) પહેર્યા હતા.

તેણે પોતાના લુકને સિમ્પલ રાખતા ‘વિયાન્જ વિન્ટેજ’ (Viange Vintage) ના પર્લ ડ્રોપ ઇયરરિંગ્સ (મોતીના લોલક) પહેર્યા હતા.

2. બીજો લુક: ‘રેડ સી વુમન ઇન સિનેમા’ ઇવેન્ટ

તારા સુતારિયાને ‘રેડ સી ફિલ્મ ફાઉન્ડેશન’ ના ‘વુમન ઇન સિનેમા ગાલા’ ઇવેન્ટમાં આમંત્રિત અને સન્માનિત કરવામાં આવી હતી. આ ખાસ સાંજ માટે તેણે રોમાનિયાઈ ડિઝાઇનર ‘રિયા કોસ્ટા’ નો એક સ્લીક બ્લેક ડ્રેસ પહેર્યો હતો, જેમાં એક ઓફ-શોલ્ડર કોર્સેટ ટોપ અને ફિટેડ મિડી સ્કર્ટ સામેલ હતું.

વિન્ટેજ શનેલ ઇયરરિંગ્સ, સેન્ટ લોરેન્ટના સનગ્લાસિસ અને જિમી ચૂની હીલ્સ સાથે તેણે આ લુક પૂરો કર્યો હતો.

વિન્ટેજ શનેલ ઇયરરિંગ્સ, સેન્ટ લોરેન્ટના સનગ્લાસિસ અને જિમી ચૂની હીલ્સ સાથે તેણે આ લુક પૂરો કર્યો હતો.

3. ત્રીજો લુક: વિવિયન વેસ્ટવુડ આઇવરી ગાઉન

આ જ ગાલા ડિનર નાઇટ દરમિયાન તારાએ પ્રખ્યાત બ્રાન્ડ ‘વિવિયન વેસ્ટવુડ’ નો અત્યંત સુંદર આઇવરી સેટિન ગાઉન પહેર્યો હતો.

આ ગાઉનમાં બ્રાન્ડની સિગ્નેચર કોર્સેટ ડિઝાઇન અને વિન્ટેજ નેકલાઇન હતી.

આ ગાઉનમાં બ્રાન્ડની સિગ્નેચર કોર્સેટ ડિઝાઇન અને વિન્ટેજ નેકલાઇન હતી.

આલિયાના અલગ-અલગ લુક્સ:-

આલિયા ભટ્ટ ગાલા ડિનર દરમિયાન અન્ય મહેમાનો સાથે વાત કરતી જોવા મળી.

આલિયા ભટ્ટ ગાલા ડિનર દરમિયાન અન્ય મહેમાનો સાથે વાત કરતી જોવા મળી.

આલિયાએ ડિનર દરમિયાન ડસ્ટી રોઝ અને એન્ટિક ટોનવાળું ફ્લોરલ બ્રોકેડ કોર્સેટ અને મેચિંગ ફિટેડ સ્કર્ટ પહેર્યું હતું.

આલિયાએ ડિનર દરમિયાન ડસ્ટી રોઝ અને એન્ટિક ટોનવાળું ફ્લોરલ બ્રોકેડ કોર્સેટ અને મેચિંગ ફિટેડ સ્કર્ટ પહેર્યું હતું.

આલિયાના આઉટફિટમાં એક ફિટેડ અને શિલ્પ જેવું કોર્સેટ હતું, જે નીચે જઈને લેયર્ડ ટ્યૂલ સ્કર્ટ સાથે એક ઘેરદાર ગાઉનમાં બદલાઈ રહ્યું હતું.

આલિયાના આઉટફિટમાં એક ફિટેડ અને શિલ્પ જેવું કોર્સેટ હતું, જે નીચે જઈને લેયર્ડ ટ્યૂલ સ્કર્ટ સાથે એક ઘેરદાર ગાઉનમાં બદલાઈ રહ્યું હતું.

આલિયાએ અમેરિકન ફેશન ડિઝાઇનર ડેનિયલ ફ્રેન્કલનો કસ્ટમ-મેડ આઇસ બ્લુ ગાઉન પહેર્યો હતો.

આલિયાએ અમેરિકન ફેશન ડિઝાઇનર ડેનિયલ ફ્રેન્કલનો કસ્ટમ-મેડ આઇસ બ્લુ ગાઉન પહેર્યો હતો.

આલિયાએ લુક સિમ્પલ રાખવા માટે તેની સાથે નેટ લેસ ચોકર અને હીરાના ડ્રોપ ઇયરિંગ્સ પહેર્યા હતા.

આલિયાએ લુક સિમ્પલ રાખવા માટે તેની સાથે નેટ લેસ ચોકર અને હીરાના ડ્રોપ ઇયરિંગ્સ પહેર્યા હતા.

આલિયાએ ચહેરા પર સોફ્ટ લ્યુમિનસ મેકઅપ, ન્યૂડ લિપ્સ અને વાળને સુંદર ગૂંથેલા અંબોડામાં સ્ટાઇલ કર્યું હતું.

આલિયાએ ચહેરા પર સોફ્ટ લ્યુમિનસ મેકઅપ, ન્યૂડ લિપ્સ અને વાળને સુંદર ગૂંથેલા અંબોડામાં સ્ટાઇલ કર્યું હતું.

આલિયાએ આઇવરી કલરની કોર્સેટ સાડી પહેરી.

આલિયાએ આઇવરી કલરની કોર્સેટ સાડી પહેરી.

ત્રીજા લુકમાં આલિયા ડિઝાઇનર તરુણ તહિલિયાનીની આઇવરી સાડીમાં જોવા મળી.

ત્રીજા લુકમાં આલિયા ડિઝાઇનર તરુણ તહિલિયાનીની આઇવરી સાડીમાં જોવા મળી.

આ સાડી પરંપરાગત ભારતીય લુક અને આધુનિક વેસ્ટર્ન ડિઝાઇનનું મિશ્રણ હતી.

આ સાડી પરંપરાગત ભારતીય લુક અને આધુનિક વેસ્ટર્ન ડિઝાઇનનું મિશ્રણ હતી.

આલિયા ફ્રેન્ચ રિવેરામાં ભારત પેવેલિયન પહોંચી, જ્યાં તેમણે ફિલ્મમેકર આશુતોષ ગોવારિકર સાથે 57મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI)નું પોસ્ટર અને ક્રિએટિવ વિઝન લોન્ચ કર્યું.

આલિયા ફ્રેન્ચ રિવેરામાં ભારત પેવેલિયન પહોંચી, જ્યાં તેમણે ફિલ્મમેકર આશુતોષ ગોવારિકર સાથે 57મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI)નું પોસ્ટર અને ક્રિએટિવ વિઝન લોન્ચ કર્યું.

કાન ઓપનિંગ સેરેમનીના રેડ કાર્પેટમાં આલિયા ભટ્ટે કસ્ટમ તમરા રાલ્ફ ગાઉન પહેર્યો હતો.

કાન ઓપનિંગ સેરેમનીના રેડ કાર્પેટમાં આલિયા ભટ્ટે કસ્ટમ તમરા રાલ્ફ ગાઉન પહેર્યો હતો.

આલિયા ભટ્ટે બ્લશ પિંક બોડીકોન કોર્સેટ ફ્લોર-લેન્થ ડ્રેસ પહેરી હતી.

આલિયા ભટ્ટે બ્લશ પિંક બોડીકોન કોર્સેટ ફ્લોર-લેન્થ ડ્રેસ પહેરી હતી.

આ લુકને આલિયાએ મિનિમલ જ્વેલરી સાથે કમ્પ્લીટ કર્યો.

આ લુકને આલિયાએ મિનિમલ જ્વેલરી સાથે કમ્પ્લીટ કર્યો.

વેસ્ટર્ન ડ્રેસ સાથે આલિયાએ લોન્ગ શિફોન દુપટ્ટો પણ કેરી કર્યો. તેને રિયા કપૂરે સ્ટાઈલ કર્યો છે.

વેસ્ટર્ન ડ્રેસ સાથે આલિયાએ લોન્ગ શિફોન દુપટ્ટો પણ કેરી કર્યો. તેને રિયા કપૂરે સ્ટાઈલ કર્યો છે.

આલિયા ભટ્ટે ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કાન્સ રેડ કાર્પેટની તસવીરો પોસ્ટ કરી છે.

આલિયા ભટ્ટે ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કાન્સ રેડ કાર્પેટની તસવીરો પોસ્ટ કરી છે.

આલિયા કોર્સેટ-સ્ટાઈલ પ્રિન્ટેડ બોલ ગાઉનમાં જોવા મળી હતી.

આલિયા કોર્સેટ-સ્ટાઈલ પ્રિન્ટેડ બોલ ગાઉનમાં જોવા મળી હતી.

ગાઉન પર પેસ્ટલ ગ્રીન, બ્લુ, લેવેન્ડર અને આછા પીળા રંગના શેડ્સ હતા, જે કોઈ ગાર્ડન પેઇન્ટિંગ જેવો અહેસાસ કરાવી રહ્યા હતા.

ગાઉન પર પેસ્ટલ ગ્રીન, બ્લુ, લેવેન્ડર અને આછા પીળા રંગના શેડ્સ હતા, જે કોઈ ગાર્ડન પેઇન્ટિંગ જેવો અહેસાસ કરાવી રહ્યા હતા.

બાંધેલા વાળ સાથે આલિયાએ મિનિમલ જ્વેલરી પહેરી હતી.

બાંધેલા વાળ સાથે આલિયાએ મિનિમલ જ્વેલરી પહેરી હતી.

આલિયા કાન 2026માં લોરિયલ પેરિસની ગ્લોબલ એમ્બેસેડર તરીકે હાજર રહી છે.

આલિયા કાન 2026માં લોરિયલ પેરિસની ગ્લોબલ એમ્બેસેડર તરીકે હાજર રહી છે.

પંજાબી એક્ટ્રેસ રૂપ ગિલનું કાનમાં ડેબ્યૂ

પંજાબી એક્ટ્રેસ રૂપ ગિલે કાન્સ રેડ કાર્પેટ પર પોતાનું ડેબ્યુ કર્યું. આ દરમિયાન તે દેશી લુકમાં જોવા મળી. તેણે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા લખ્યું ‘કાનના કાર્પેટ પર પંજાબની માટી’. તેણે પોતાના ડ્રેસ પર પંજાબીમાં ‘ચઢદી કલા’ લખાવ્યું હતું.

રૂપ ગિલે કાન રેડ કાર્પેટ પર પોતાનું ડેબ્યૂ કર્યું.

રૂપ ગિલે કાન રેડ કાર્પેટ પર પોતાનું ડેબ્યૂ કર્યું.

સલમાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ યુલિયા વંતૂરે કાન રેડ કાર્પેટ પર વૉક કર્યું

આલિયા ભટ્ટ ઉપરાંત ઉર્વશી રૌતેલા અને યુલિયા વંતૂરનો કાન લુક સામે આવ્યો છે. જ્યારે, મૌની રોય, અદિતિ રાવ હૈદરી અને એહસ ચન્ના કાનના રેડ કાર્પેટ પર પહોંચશે. એક્ટ્રેસ યુલિયા વંતૂર બુધવારે તેની શોર્ટ ફિલ્મ ‘ઇકોઝ ઓફ અસ’ને પ્રમોટ કરવા માટે કાન્સના રેડ કાર્પેટ પર વૉક કરતી જોવા મળી હતી. તેણે ડિઝાઇનર તમરા રાલ્ફ દ્વારા ડિઝાઇન કરાયેલ આઇસ-બ્લુ ટર્કોઇઝ ગાઉન પહેર્યો હતો.

રેડ કાર્પેટ પર યુલિયાએ ફોટોગ્રાફર્સ માટે પોઝ આપ્યા, ચાહકોને ફ્લાઈંગ કિસ મોકલી અને હાથથી હાર્ટ જેસ્ચર પણ બનાવ્યું.

રેડ કાર્પેટ પર યુલિયાએ ફોટોગ્રાફર્સ માટે પોઝ આપ્યા, ચાહકોને ફ્લાઈંગ કિસ મોકલી અને હાથથી હાર્ટ જેસ્ચર પણ બનાવ્યું.

ઉર્વશી રૌતેલાએ વિયેતનામના જોલી પોલી ડિઝાઇનરનો ડ્રેસ પહેર્યો.

ઉર્વશી રૌતેલાએ વિયેતનામના જોલી પોલી ડિઝાઇનરનો ડ્રેસ પહેર્યો.

Leave A Comment