Tips Climbing and descending stairs every day has these amazing benefits you will be surprised to know | Gujarat News

Last Updated: May 30, 2026By

આજના આધુનિક યુગમાં લિફ્ટ અને એસ્કેલેટર જેવી સુવિધાઓએ આપણું જીવન ચોક્કસપણે ખૂબ જ અનુકૂળ અને આરામદાયક બનાવી દીધું છે. પરંતુ, આ સુવિધાઓના કારણે આપણી શારીરિક પ્રવૃત્તિઓ (Physical Activity) પણ નહિવત થઈ ગઈ છે. આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે રોજિંદા જીવનની નાની પરંતુ સક્રિય આદતો જ લાંબા ગાળે સારા સ્વાસ્થ્યનો પાયો નાખે છે. આવી જ એક શ્રેષ્ઠ આદત છે – લિફ્ટના બદલે સીડીઓનો ઉપયોગ કરવો. ફિટ રેહવા જીમ જવું જરૂરી નથી. રોજિંદા જીવનમાં ફકત આ એક સામાન્ય આદત બદલશો તો જીમ જવાની પણ જરૂર નહી પડે. જાણો સિડી ચઢવા અને ઉતરવાથી થાય છે કેટલા અદભૂત ફાયદા.

સીડી ચડવા-ઉતરવાથી શરીરને અદભુત ફાયદા

હાડકાં અને સ્નાયુઓ થશે મજબૂત: જો તમે ઇચ્છો છો કે વૃદ્ધાવસ્થા સુધી તમારા હાડકાં અને સ્નાયુઓ મજબૂત રહે, તો સીડીનો આશ્રય લો. ખાસ કરીને ઊંચી ઇમારતો કે એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ રોજિંદા વ્યાયામ તરીકે ઓછામાં ઓછા ૩ થી ૪ માળ સીડી ચડવા અને ઉતરવાનો અભ્યાસ કરવો જોઈએ. આનાથી પગ, જાંઘ અને હિપ્સના સ્નાયુઓ સક્રિય થાય છે અને શરીરની લોઅર-બોડી સ્ટ્રેન્થ વધે છે. 

વજન નિયંત્રણ અને કેલરી બર્નિંગ : સીડી ચડવી એ એક અત્યંત પ્રભાવશાળી કાર્ડિયો કસરત (Cardio Exercise) છે. તે પ્લેન રોડ પર ચાલવા કરતાં વધુ ઝડપથી કેલરી બર્ન કરે છે, જેનાથી વધતા વજન અને મોદસ્વિતા (Obesity) ને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.

હૃદય રહેશે હેલ્ધી  : નિયમિત રીતે સીડીઓનો ઉપયોગ કરવાથી હૃદયની કાર્યક્ષમતામાં સુધારો થાય છે. તે સમગ્ર શરીરમાં રક્ત પરિભ્રમણ (Blood Circulation) વધારે છે તેમજ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત રાખવામાં મદદ કરે છે, જે હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે.

સ્ટેમિના અને એનર્જીમાં વધારો  : સીડી ચઢવાની આદતથી શરીરની સહનશક્તિ (Stamina) અને શક્તિ વધે છે. આનાથી રોજિંદા કામો કરતી વખતે થતો થાક ઓછો થાય છે. શરીરને પુષ્કળ ઉર્જા મળવાને કારણે તમે દિવસભર સક્રિય અને તાજગીસભર અનુભવો છો.

તણાવ મુક્તિ અને માનસિક સ્વાસ્થ્ય  : સીડી ચડવા જેવી શારીરિક પ્રવૃત્તિથી શરીરમાં હેપ્પી હોર્મોન્સ રીલીઝ થાય છે, જે માનસિક તણાવ (Stress) નું સ્તર ઘટાડે છે અને મૂડ સુધારે છે.

સામાન્ય આદતથી જીવનમાં મોટો બદલાવ

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન (NHM) મુજબ, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે રોજિંદા કાર્યોમાં નાના ફેરફારો કરવા અત્યંત મહત્વપૂર્ણ છે. સીડી ચઢવા જેવી સરળ આદતથી શ્વાસ લેવાની ક્ષમતા સુધરે છે અને ફેફસાં મજબૂત થાય છે. શરીર વધુ સક્રિય બને છે અને આળસ દૂર ભાગે છે. ફિટનેસ લેવલ સુધરે છે. ફિટનેસ જાળવવામાં આ રોજિંદી આદત અકસીર સાબિત થાય છે. આ માટે કોઈ ખાસ સાધનો કે જીમની ફી ખર્ચવાની જરૂર નથી, બસ થોડી જાગૃતિ પૂરતી છે. આ ફાયદા જાણી તમે આજથી જ સિડી ચઢવા ઉતારવું શરૂ કરી દો.

આ પણ વાંચો : Health News : હાર્ટ એટેક પછી કસરત કરવી જોઈએ કે ના કરાય, જાણો શું કહે છે ડોક્ટર

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

Leave A Comment