Vadodara Election Drama: Congress Candidate Arrives in Burqa to Withdraw Nomination | Gujarat News

Last Updated: April 15, 2026By

ગુજરાતની 393 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની 10005 બેઠકો માટેની ચૂંટણીમાં સોમવારે ફોર્મ ચકાસણીમાં 10898ની ઉમેદવારી રદ્દ થયા બાદ આજે 15મી એપ્રિલે બપોરે ત્રણ વાગ્યા સુધી દાવેદારી પાછી ખેંચવા ચૂંટણી આયોગે મહેતલ આપી છે. આ દરમિયાન અનેક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. ત્યારે વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા હતાં.

[[$googlead]]

કોંગ્રેસના કાર્યકરોએ લિફ્ટનો દરવાજો બંધ કરી દીધો

વડોદરામાં વોર્ડ નંબર બેના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ ગાયબ થયા હતાં. કોંગ્રેસના કાર્યકરો પ્રાંત કચેરીએ પહેરો ભરવા ઉભા રહ્યા હતાં. આ દરમિયાન ભૂમિ પ્રજાપતિ ફોર્મ પરત ખેંચવા માટે પહોંચ્યા હતાં. ત્યારે કોંગ્રેસના પ્રમુખ સહિતના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. સમા મામલતદાર કચેરી સમરાંગણ બની હતી. ભૂમિ પ્રજાપતિને લઈને પહેરો ભરી રહેલા કોંગ્રેસના કાર્યકરોએ લિફ્ટનો દરવાજો બંધ કરી દીધો હતો. જેથી તેમની સાથેના કેટલાક લોકો લિફ્ટમાં ફસાયા હતાં.

પારિવારિક સબંધ તોડવા ધમકી અપાઈ

શહેરમાં વોર્ડ નંબર બેના ઉમેદવાર દિપક પટેલે કહ્યું હતું કે, મને પરિવારમાંથી પ્રેશર છે.પારિવારિક સબંધ તોડવા ધમકી અપાઈ છે. સાથી ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ પણ ગાયબ હતાં. હું કોઈપણ હિસાબે ચૂંટણી લડીશ. ઉલ્લેખનીય છે કે, હાલમાં સમા મામલતદાર કચેરી જાણે સમરાંગણ બની છે. કોંગ્રેસના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ ચૂંટણી અધિકારી સુધી પહોંચી ગયા હતાં.

આ પણ વાંચોઃ Local body election: ડભોઈમાં ફોર્મ પરત ખેંચવા બાબતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી

[[$alsoread]]