Vaibhav Sooryavanshi; IND Vs PAK U-19 World Cup Super-6 Match Ayush Mhatre Abhigyan Kundu

Last Updated: January 31, 2026By

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Vaibhav Sooryavanshi; IND Vs PAK U 19 World Cup Super 6 Match Ayush Mhatre Abhigyan Kundu | Sameer Minhas

સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા

  • કૉપી લિંક

U-19 મેન્સ વર્લ્ડ કપના સુપર-6 સ્ટેજમાં આજે ભારતનો સામનો પાકિસ્તાન સામે થશે. આ મેચ બપોરે 1 વાગ્યાથી બુલવાયોમાં શરૂ થશે. બંને ટીમને સેમિફાઈનલમાં પહોંચવા માટે જીતની જરૂર છે. જોકે, જો ટીમ ઈન્ડિયા હારશે અને હારનું અંતર ઓછું હશે તો પણ પાકિસ્તાન બહાર થઈ શકે છે.

પાકિસ્તાનને મોટી જીતની જરૂર

ગ્રુપ-2ના પોઇન્ટ્સ ટેબલમાં ઇંગ્લેન્ડ 8 પોઇન્ટ સાથે પ્રથમ નંબરે છે. ભારત 6 પોઇન્ટ સાથે બીજા અને પાકિસ્તાન 4 પોઇન્ટ સાથે ત્રીજા નંબરે છે. ભારતનો રન રેટ 3.337 છે. જ્યારે પાકિસ્તાનનો રન રેટ 1.484 છે.

ભારત મેચ જીતીને સેમિફાઈનલમાં પહોંચી જશે. બીજી તરફ પાકિસ્તાનને સેમિફાઈનલમાં પહોંચવા માટે મોટા અંતરથી જીતની જરૂર છે. ઉદાહરણ તરીકે, જો પાકિસ્તાને પહેલી બેટિંગ કરતા 300 રન બનાવ્યા હોય, તો ટીમે 85 રનથી મેચ જીતવી પડશે. જ્યારે ભારતે પહેલી બેટિંગ કરતા 251 રન બનાવ્યા હોય, તો પાકિસ્તાને 33.2 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરવો પડશે.

એશિયા કપ ફાઈનલ 191 રનથી જીતી ચૂક્યું છે પાકિસ્તાન

U-19 લેવલ પર ભારત અને પાકિસ્તાન છેલ્લી વાર એશિયા કપની ફાઈનલમાં આમને-સામને આવ્યા હતા. જ્યાં પાકિસ્તાને 347 રન બનાવીને ભારતને 191 રનથી હરાવ્યું હતું. બંને ગ્રુપ સ્ટેજમાં પણ ટકરાયા હતા, જ્યાં ભારતે 90 રનથી મુકાબલો જીત્યો હતો.

બંને ટીમ વચ્ચે U-19 લેવલ પર ઓવરઓલ 29 મેચ રમાઈ છે. જેમાં 16માં ભારત અને 12માં પાકિસ્તાનને જીત મળી છે. એક મુકાબલો ટાઈ પણ રહ્યો હતો. વર્લ્ડ કપમાં પાકિસ્તાને છેલ્લે સેમિફાઈનલ 2022માં રમી હતી. જ્યારે ટીમ ઈન્ડિયા 2016 થી સતત 5 ફાઈનલ રમી ચૂકી છે. ટીમે તેમાંથી 2 ટાઈટલ પણ જીત્યા હતા.

શુભમનનો રેકોર્ડ તોડી શકે છે વૈભવ

14 વર્ષના ઓપનર વૈભવ સૂર્યવંશી 11 રન બનાવતાની સાથે જ શુભમન ગિલ અને ઉન્મુક્ત ચંદનો રેકોર્ડ તોડી નાખશે. યુથ વન-ડેમાં હાલમાં ભારત માટે વૈભવના નામે 1139 રન છે. જ્યારે શુભમન અને ઉન્મુક્તે 1149 રન બનાવ્યા છે.

અલી રઝા પાકિસ્તાનનો ટૉપ વિકેટ ટેકર

પાકિસ્તાનના અલી રઝા પર પણ નજર રહેશે. તે 12 વિકેટ લઈને ટુર્નામેન્ટના સેકન્ડ ટૉપ વિકેટ ટેકર છે. એશિયા કપ ફાઈનલમાં તેણે જ વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રેની વિકેટ લઈને ભારતને દબાણમાં મૂક્યું હતું.

ટુર્નામેન્ટમાં અજેય છે ટીમ ઈન્ડિયા

આ વખતના અંડર-19 વર્લ્ડ કપમાં ભારતે એક પણ મેચ ગુમાવી નથી. ટીમે ગ્રુપ સ્ટેજમાં અમેરિકા, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડને હરાવ્યા હતા. ત્યારબાદ સુપર-6માં ઝિમ્બાબ્વેને 204 રનથી હરાવ્યું. આ રાઉન્ડમાં ટીમનો છેલ્લો મુકાબલો પાકિસ્તાન સામે જ છે. બીજી તરફ પાકિસ્તાનને એકમાત્ર હાર ઇંગ્લેન્ડ સામે મળી છે.

બન્ને ટીમની પોસિબલ પ્લેઇંગ-11

ભારત (IND): આયુષ મ્હાત્રે (કેપ્ટન), એરોન જ્યોર્જ, વૈભવ સૂર્યવંશી, વેદાંત ત્રિવેદી, વિહાન મલ્હોત્રા, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), કનિષ્ક ચૌહાણ, આર.એસ. અંબરિશ, ખિલન પટેલ, હેનિલ પટેલ અને દીપેશ દેવેન્દ્રન.

પાકિસ્તાન (PAK): ફરહાન યુસુફ (કેપ્ટન), સમીર મિન્હાસ, મોહમ્મદ શયાન (વિકેટકીપર), ઉસ્માન ખાન, અહમદ હુસૈન, હુઝૈફા અહસન, હમઝા ઝહૂર, અબ્દુલ સુભાન, મોમિન કમર, ઉમર ઝૈબ અને અલી રઝા.

Leave A Comment