Vaibhav Sooryavanshi; IPL 2026 SRH vs RR Eliminator LIVE Score Updates Abhishek Sharma Pat Cummins

Last Updated: May 26, 2026By

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Vaibhav Sooryavanshi; IPL 2026 SRH Vs RR Eliminator LIVE Score Updates Abhishek Sharma Pat Cummins | Yashasvi Jaiswal Ravindra Jadeja

સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા

  • કૉપી લિંક

IPLમાં બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ સાંજે 7:30 વાગ્યે રમાશે. આ મેચ હારનારી ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

રાજસ્થાનના ઓપનર વૈભવ સૂર્યવંશી પાસે એક સીઝનમાં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ તોડવાની તક છે. આ રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. તેણે બેંગલુરુ તરફથી 2012ની સીઝનમાં 59 સિક્સર ફટકારી હતી. વૈભવ આ સીઝનમાં 53 સિક્સર ફટકારી ચૂક્યો છે.

2 ખાસ વાતો…

  • રાજસ્થાનની ટીમ હૈદરાબાદને છેલ્લી 6 મેચથી હરાવી શકી નથી. ટીમને છેલ્લી જીત 2 એપ્રિલ 2023ના રોજ હૈદરાબાદમાં મળી હતી. ત્યારે રાજસ્થાન પર હૈદરાબાદને 72 રનથી હરાવ્યું હતું.
  • હૈદરાબાદે 2024ની સીઝનમાં રાજસ્થાનને ક્વોલિફાયર-2માં હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. જોકે, ટીમ કોલકાતા સામે ફાઈનલ હારી ગઈ હતી.

હૈદરાબાદે 23માંથી 14 મેચ જીતી, 9 હારી

હેડ-ટુ-હેડ રેકોર્ડમાં હૈદરાબાદનું પ્રદર્શન રાજસ્થાન કરતાં વધુ સારું છે. બંને વચ્ચે 23 IPL મેચ રમાઈ છે. તેમાંથી 14 હૈદરાબાદ અને 9 મેચ રાજસ્થાન જીત્યું છે.

વૈભવ રાજસ્થાનનો ટૉપ સ્કોરર

વૈભવ સૂર્યવંશી રાજસ્થાનનો ટૉપ સ્કોરર છે. તેણે હૈદરાબાદ સામે આ જ સીઝનમાં સદી ફટકારી હતી. તે 14 મેચમાં 583 રન બનાવી ચૂક્યો છે. જેમાં 3 ફિફ્ટી સામેલ છે. બીજી તરફ, જોફ્રા આર્ચર ટૉપ વિકેટ ટેકર છે. તે 14 મેચમાં 21 વિકેટ ઝડપી ચૂક્યો છે. આર્ચરે આ સીઝનમાં 8.76ની ઇકોનોમીથી રન આપ્યા છે.

ક્લાસેન પાસે ઓરેન્જ કેપ મેળવવાની તક

હૈદરાબાદના હેનરિક ક્લાસેન પાસે ઓરેન્જ કેપ મેળવવાની તક છે. તે 14 મેચમાં 606 રન બનાવી ચૂક્યો છે. 32 રન બનાવતાની સાથે જ તે ઓરેન્જ કેપ મેળવી લેશે. ઈશાન કિશન (569 રન) અને અભિષેક શર્મા (563 રન) પણ સીઝનમાં 500 રનનો આંકડો પાર કરી ચૂક્યા છે. બોલિંગમાં ઇશાન મલિંગા ટૉપ પર છે. તે 19 વિકેટ લઈ ચૂક્યો છે.

મુલ્લાનપુરમાં હાઈ સ્કોરિંગ મેચની આશા

મુલ્લાંપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં વધુ એક હાઈ સ્કોરિંગ મેચની આશા છે. અહીં રમાયેલી છેલ્લી ત્રણેય મેચમાં 200 રનથી વધુનો સ્કોર બન્યો છે. તેમાંથી બે વખત ટાર્ગેટ ચેઝ થયો છે, જ્યારે એક વખત સ્કોર ડિફેન્ડ થયો છે. દિવસનું તાપમાન 25°C થી 45°C સુધી રહી શકે છે. આવી સ્થિતિમાં ખેલાડીઓએ ગરમી અને અકળામણનો સામનો કરવો પડી શકે છે.

બન્ને ટીમની પોસિબલ પ્લેઇંગ-11

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલીલ અરોરા, સ્મરણ રવિચંદ્રન, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, શિવાંગ કુમાર, ઈશાન મલિંગા અને સાકિબ હુસૈન.

ઇમ્પેક્ટ પ્લેયર: ટ્રેવિસ હેડ.

રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, શુભમ દુબે, દાસુન શનાકા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, યશ રાજ પુંજા અને બ્રિજેશ શર્મા.

ઇમ્પેક્ટ પ્લેયર: રવીન્દ્ર જાડેજા.

Leave A Comment