Vaibhav Suryavanshi; IPL 2026 DC vs RR LIVE Score Updates Axar Patel KL Rahul

Last Updated: May 17, 2026By

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Vaibhav Suryavanshi; IPL 2026 DC Vs RR LIVE Score Updates Axar Patel KL Rahul | Ravindra Jadeja Yashasvi Jaiswal

સ્પોર્ટ્સ ડેસ્ક6 કલાક પેહલા

  • કૉપી લિંક

IPL 2026માં રવિવારની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ આમને-સામને ટકરાશે. આ મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમને પ્લેઓફમાં ટકી રહેવા માટે જીત જરૂરી છે. દિલ્હી 12 મેચમાં 10 પોઇન્ટ સાથે પોઇન્ટ્સ ટેબલમાં સાતમાં સ્થાને છે. રાજસ્થાન 11 મેચમાં 12 પોઇન્ટ્સ સાથે પાંચમા સ્થાને છે.

બંને ટીમ 32મી વખત આમને-સામને રમશે બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 31 મેચ રમાઈ છે. દિલ્હી અને રાજસ્થાને 15-15 મેચ જીતી છે. એક મેચ ટાઈ રહી હતી, જે રાજસ્થાને જીતી હતી. આ સીઝનમાં બંને ટીમ બીજી વખત ટકરાશે. જયપુરમાં રમાયેલી ગત મેચ દિલ્હીએ જીતી હતી.

સ્ટાર્ક vs સૂર્યવંશી જોવા મળશે

આ મેચમાં સૌથી રસપ્રદ મુકાબલો મિચેલ સ્ટાર્ક અને વૈભવ સૂર્યવંશી વચ્ચે થશે. વૈભવે 11 મેચમાં 236.55ના સ્ટ્રાઈક રેટથી 440 રન બનાવ્યા છે, જેમાં 40 છગ્ગા સામેલ છે. બીજી તરફ, 400થી વધુ ટેસ્ટ વિકેટ ઝડપી ચૂકેલા મિચેલ સ્ટાર્ક IPLમાં ક્યારેક મોંઘા સાબિત થાય છે તો ક્યારેક મેચ જિતાડનારો સ્પેલ નાખે છે. જો તેને શરૂઆતી સ્વિંગ અને સીમ મળી, તો વૈભવ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.

દિલ્હીની નબળાઈ બની સ્પિન જોડી

દિલ્હી માટે સૌથી મોટી ચિંતા તેમના સ્પિનરોનું ખરાબ ફોર્મ છે. કેપ્ટન અક્ષર પટેલ અને કુલદીપ યાદવની જોડી આ સીઝનમાં ન તો વિકેટ લઈ શકે છે અને ન તો રન રોકી શકે છે. લુંગી એન્ગિડીને બાદ કરતાં દિલ્હીનો પેસ એટેક પણ સામાન્ય રહ્યો છે. ટી નટરાજન અને મુકેશ કુમાર મોંઘા સાબિત થયા છે. અક્ષર પટેલ ટીમનો ટૉપ વિકેટ ટેકર છે. વળી, કેએલ રાહુલ 12 મેચમાં 477 રન સાથે ટીમનો ટૉપ રન સ્કોરર છે.

કેપ્ટન રિયાનનું ફોર્મ રાજસ્થાન માટે ચિંતા

રાજસ્થાન માટે કેપ્ટન રિયાન પરાગનું ફોર્મ ચિંતાનો વિષય બન્યું છે. તેણે 10 મેચમાં 143ના સ્ટ્રાઈક રેટથી 207 રન જ બનાવ્યા છે. બીજી તરફ વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જુરેલની ત્રિપુટી દિલ્હીના બોલરો પર ભારે પડી શકે છે. વૈભવ 11 મેચમાં 440 રન સાથે ટીમનો ટૉપ રન સ્કોરર છે. જોકે, રાજસ્થાનનું બોલિંગ આક્રમણ મજબૂત છે. જોફ્રા આર્ચર 15 વિકેટ સાથે ટીમનો ટૉપ વિકેટ ટેકર છે.

અરુણ જેટલી સ્ટેડિયમનો પીચ રિપોર્ટ

અરુણ જેટલી સ્ટેડિયમની પીચ IPLમાં બેટર્સ માટે મદદગાર માનવામાં આવે છે. સપાટ પીચ અને 60-66 મીટરની નાની બાઉન્ડરીને કારણે અહીં હાઈ-સ્કોરિંગ મેચ થાય છે. અહીં IPLની 103 મેચ રમાઈ છે. તેમાંથી 47 વખત પહેલા બેટિંગ કરનારી અને 53 વખત ચેઝ કરનારી ટીમ જીતી છે. એક મેચ રદ થઈ હતી, જ્યારે બે મેચ સુપર ઓવરમાં ગઈ હતી.

દિલ્હીમાં આજે વરસાદની શક્યતા નથી

દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સની મેચ દરમિયાન હવામાન ગરમ રહેવાની સંભાવના છે. વરસાદની કોઈ આશંકા નથી. સાંજના સમયે ગરમી અને ભેજ ખેલાડીઓ અને દર્શકોને પરેશાન કરી શકે છે. દિવસનું તાપમાન 38°C થી 40°C ની વચ્ચે રહેશે, જે સાંજ સુધીમાં 30°C ની નજીક પહોંચી જશે.

બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12

દિલ્હી કેપિટલ્સ (DC): અભિષેક પોરેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), સાહિલ પરખ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, અક્ષર પટેલ (કેપ્ટન), માધવ તિવારી, મિચેલ સ્ટાર્ક, મુકેશ કુમાર, આકિબ નબી, લુંગી એન્ગિડી અને આશુતોષ શર્મા.

રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસ્વાલ (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, શુભમ દુબે, દાશુન શનાકા, જોફ્રા આર્ચર, બ્રિજેશ શર્મા, તુષાર દેશપાંડે અને યશ પુંજા.

Leave A Comment