Vaibhav Suryavanshi; IPL 2026 GT vs RR LIVE Score Update Ravindra Jadeja Yashasvi Jaiswal
- Gujarati News
- Sports
- Cricket
- Vaibhav Suryavanshi; IPL 2026 GT Vs RR LIVE Score Update Ravindra Jadeja Yashasvi Jaiswal | Shubman Gill Rashid Khan
સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા
- કૉપી લિંક
IPLમાં રાજસ્થાન રોયલ્સ (RR)એ છેલ્લી ઓવરમાં 11 રન ડિફેન્ડ કરી ગુજરાત ટાઇટન્સ (GT)ને હરાવ્યું છે. 4 ઓવરમાં 39 રન બનાવી ચૂકેલા રાશિદ ખાન અને કાગિસો રબાડા સામે તુષાર દેશપાંડેએ માત્ર 4 રન જ ખર્ચ્યા.
અમદાવાદમાં ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી RRએ 6 વિકેટ ખોઈને 210 રન બનાવ્યા હતા. GTએ ફાઇટ બતાવી, પરંતુ ટીમ 8 વિકેટ ખોઈને 204 રન જ બનાવી શકી.
રાજસ્થાન માટે ધ્રુવ જુરેલે 75 અને યશસ્વી જયસ્વાલે 55 રન બનાવ્યા. ઇમ્પેક્ટ પ્લેયર રવિ બિશ્નોઈએ 4 વિકેટ લીધી. નાન્દ્રે બર્ગર અને રિયાન પરાગને 1-1 વિકેટ મળી. ગુજરાત તરફથી સાઈ સુદર્શને 73 રન બનાવ્યા, પરંતુ તેને બાકીના બેટર્સનો સાથ મળ્યો નહીં. કાગિસો રબાડાએ 2 વિકેટ લીધી.
211 રનના ટાર્ગેટ સામે ગુજરાતે 10 ઓવર પછી 101 રન પર 1 જ વિકેટ ગુમાવી હતી. 11મી ઓવરમાં સાઈ સુદર્શન 73 રન બનાવીને આઉટ થઈ ગયો. 15 ઓવર સુધીમાં ટીમે 161 રન પર 7 વિકેટ ગુમાવી દીધી હતી. ઇમ્પેક્ટ પ્લેયર રવિ બિશ્નોઈએ 4 વિકેટ લીધી. અહીંથી રાશિદ ખાન અને કાગિસો રબાડાએ 4 ઓવરમાં 39 રન બનાવી દીધા હતા. છેલ્લી ઓવરમાં 11 રન જોઈએ હતા, પરંતુ તુષાર દેશપાંડેએ 4 જ રન ખર્ચ્યા.
બન્ને ટીમની પ્લેઇંગ-12
ગુજરાત ટાઇટન્સ (GT): કુમાર કુશાગ્ર, સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવતિયા, રાશિદ ખાન (કેપ્ટન), કાગિસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: શાહરૂખ ખાન.
રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: રવિ બિશ્નોઈ.
અપડેટ્સ
05:57 PM4 એપ્રિલ 2026
- કૉપી લિંક
તુષાર દેશપાંડેએ 11 રન ડિફેન્ડ કર્યા
ગુજરાતને છેલ્લી 6 બોલમાં 11 રનની જરૂર હતી. તુષાર દેશપાંડેએ પહેલો જ બોલ વાઈડ ફેંક્યો હતો. ત્યારબાદની 3 બોલ પર 3 સિંગલ આવ્યા. ચોથો બોલ ડોટ રહ્યો. જ્યારે 2 બોલમાં 7 રનની જરૂર હતી, ત્યારે રાશિદ ખાન કેચ આઉટ થઈ ગયો. તુષારે છેલ્લી બોલ પર કોઈ રન ન આપ્યો અને ટીમને 6 રનથી રોમાંચક જીત અપાવી દીધી.
05:52 PM4 એપ્રિલ 2026
- કૉપી લિંક
ગુજરાતના 200 રન પૂરા
19મી ઓવરમાં ગુજરાતે 200 રન પૂરા કરી લીધા છે. ટીમે 15 ઓવરમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાંથી રાશિદ ખાન અને કાગિસો રબાડાએ ભાગીદારી કરી અને ટીમને જીતની નજીક પહોંચાડી દીધી.
05:45 PM4 એપ્રિલ 2026
- કૉપી લિંક
12 બોલમાં 15 રનની જરૂર
18મી ઓવરમાં રાશિદ ખાન અને કાગિસો રબાડાએ સંદીપ શર્મા સામે 15 રન ફટકારી દીધા. હવે ટીમને છેલ્લી 2 ઓવરમાં માત્ર 15 રનની જરૂર છે.
05:35 PM4 એપ્રિલ 2026
- કૉપી લિંક
4 ઓવરમાં 40 રનની જરૂર
ગુજરાતને છેલ્લી 4 ઓવરમાં 40 રનની જરૂર છે. ટીમ તરફથી કેપ્ટન રાશિદ ખાન અને કાગિસો રબાડા પિચ પર છે. આ બંને વિદેશી બોલરો સારી બેટિંગ કરી જાણે છે.
05:15 PM4 એપ્રિલ 2026
- કૉપી લિંક
ગુજરાતે 5 ઓવરમાં 6 વિકેટ ગુમાવી
11મી ઓવરમાં સાઈ સુદર્શનને આઉટ કર્યા બાદ રવિ બિશ્નોઈએ 13મી ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. ઓવરના પહેલા જ બોલ પર તેણે ગ્લેન ફિલિપ્સને કેચ આઉટ કરાવ્યો. ત્યારબાદ ત્રીજા બોલ પર વોશિંગ્ટન સુંદરને પણ પેવેલિયન ભેગો કરી દીધો.
14મી ઓવરના પહેલા જ બોલ પર જોસ બટલર પણ કેચ આઉટ થઈ ગયો. તેને નાન્દ્રે બર્ગરે પેવેલિયન મોકલ્યો હતો. તે 14 બોલમાં માત્ર 26 રન જ બનાવી શક્યો.
15મી ઓવરમાં બિશ્નોઈએ જ ફરી રાહુલ તેવતિયાને પણ પેવેલિયન ભેગો કરી દીધો. આ જ ઓવરમાં શાહરૂખ ખાન રન આઉટ પણ થઈ ગયો.
05:08 PM4 એપ્રિલ 2026
- કૉપી લિંક
સાઈ સુદર્શન કેચ આઉટ
11મી ઓવરમાં ગુજરાતે બીજી વિકેટ ગુમાવી. રવિ બિશ્નોઈએ ઓવરનો બીજો બોલ શોર્ટ પિચ ફેંક્યો હતો. સાઈ સુદર્શન છગ્ગો મારવા ગયો, પરંતુ ડીપ સ્ક્વેર લેગ પોઝિશન પર કેચ આઉટ થઈ ગયો. સુદર્શને 73 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
04:59 PM4 એપ્રિલ 2026
- કૉપી લિંક
ગુજરાતના 100 રન પૂરા
10મી ઓવરમાં ગુજરાત ટાઇટન્સે પોતાની સેન્ચુરી પૂરી કરી લીધી છે. સાઈ સુદર્શને નાન્દ્રે બર્ગર સામે ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો અને ટીમના 100 રન પૂરા કરાવ્યા.
04:45 PM4 એપ્રિલ 2026
- કૉપી લિંક
રિયાન પરાગે વિકેટ અપાવી
આઠમી ઓવરના છેલ્લા બોલ પર રિયાન પરાગે રાજસ્થાનને પહેલી વિકેટ અપાવી હતી. પરાગે ગુડ લેન્થ પર બોલ ફેંક્યો હતો. કુમાર કુશાગ્રએ સ્લોગ સ્વીપ રમ્યો, પરંતુ બોલ લોન્ગ ઓન પર ઉભેલા શિમરોન હેટમાયરના હાથમાં સીધો ગયો હતો. કુશાગ્રએ સુદર્શન સાથે મળીને 78 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.
04:44 PM4 એપ્રિલ 2026
- કૉપી લિંક
સુદર્શને છગ્ગો ફટકારીને ફિફ્ટી પૂરી કરી
આઠમી ઓવરના ચોથા બોલ પર સાઈ સુદર્શને રિયાન પરાગ સામે છગ્ગો ફટકાર્યો. આ સાથે જ તેણે 33 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી.
04:44 PM4 એપ્રિલ 2026
- કૉપી લિંક
ગુજરાતે પાવરપ્લેમાં વિકેટ ન ગુમાવી
211 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સે પાવરપ્લેમાં એક પણ વિકેટ ગુમાવી નથી. કુમાર કુશાગ્ર અને સાઈ સુદર્શને શરૂઆતની 6 ઓવરમાં 56 રન બનાવ્યા છે.
04:43 PM4 એપ્રિલ 2026
- કૉપી લિંક
ગુજરાતે 4 ઓવરમાં 6 બાઉન્ડરી ફટકારી
211 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સે 4 ઓવરમાં 40 રન બનાવી લીધા છે. સાઈ સુદર્શન અને કુમાર કુશાગ્રએ અત્યાર સુધીમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો છે.
04:18 PM4 એપ્રિલ 2026
- કૉપી લિંક
આર્ચરની વાઈડથી શરૂઆત
જોફ્રા આર્ચર રાજસ્થાન માટે પહેલી ઓવર લઈને આવ્યો. તેણે પહેલો જ બોલ લેગ સાઈડની બહાર વાઈડ ફેંક્યો, જેને વિકેટકીપર ધ્રુવ જુરેલ પણ પકડી શક્યો નહીં. ત્યારબાદ સાઈ સુદર્શને આ ઓવરમાં 1 ચોગ્ગો અને 1 છગ્ગો ફટકારી દીધો.
04:01 PM4 એપ્રિલ 2026
- કૉપી લિંક
જાડેજાએ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
20મી ઓવરના છેલ્લા બોલ પર રવીન્દ્ર જાડેજાએ ચોગ્ગો ફટકાર્યો અને ટીમને 210 રન સુધી પહોંચાડી દીધી. રાજસ્થાન તરફથી ધ્રુવ જુરેલે 75 અને યશસ્વી જયસ્વાલે 55 રન બનાવ્યા. ગુજરાત તરફથી કાગિસો રબાડાએ 2 વિકેટ ઝડપી હતી, જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ અને રાશિદ ખાનને 1-1 વિકેટ મળી હતી.
03:52 PM4 એપ્રિલ 2026
- કૉપી લિંક
જુરેલ 75 રન બનાવીને આઉટ

નંબર-3 પર બેટિંગ કરવા માટે આવેલા ધ્રુવ જુરેલે શાનદાર અડધી સદી પૂરી કરી હતી. 17મી ઓવરના ચોથા બોલ પર જુરેલે 2 રન લીધા અને પોતાની હાફ સેન્ચુરી પૂરી કરી લીધી હતી. જોકે, 20મી ઓવરમાં જુરેલ કૉટ બિહાઈન્ડ થયો હતો. તેણે કુલ 75 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
02:54 PM4 એપ્રિલ 2026
- કૉપી લિંક
રોયલ્સની સેન્ચુરી પૂરી
11મી ઓવરમાં રાજસ્થાન રોયલ્સે 100 રન પૂરા કરી લીધા છે. ઓવરના પહેલા બોલ પર ધ્રુવ જુરેલે ચોગ્ગો ફટકાર્યો અને આ સાથે જ ટીમની સેન્ચુરી પૂરી થઈ ગઈ.
02:37 PM4 એપ્રિલ 2026
- કૉપી લિંક
પાવરપ્લેમાં રાજસ્થાને એક પણ વિકેટ ન ગુમાવી
ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સે પાવરપ્લેમાં કોઈ વિકેટ ગુમાવી નથી. વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલે 6 ટીમનો સ્કોર 69 રન સુધી પહોંચાડી દીધો છે.
02:28 PM4 એપ્રિલ 2026
- કૉપી લિંક
વૈભવ સૂર્યવંશીનો કેચ છૂટ્યો
પાંચમી ઓવરમાં વૈભવ સૂર્યવંશીને જીવનદાન મળ્યું હતું. ઓવરના પહેલા બોલ પર અશોક શર્માએ ગુડ લેન્થ પર આઉટ સ્વિંગર ફેંક્યો હતો. વૈભવ ડિફેન્ડ કરવા ગયો, પરંતુ બોલ વિકેટકીપર જોસ બટલર તરફ ગયો હતો. બટલરે ડાઇવ લગાવી, પણ બોલ તેના હાથમાંથી છૂટીને ચોગ્ગા માટે ગયો હતો. વૈભવે પછીના બોલ પર પોઈન્ટની દિશામાં છગ્ગો ફટકાર્યો અને ટીમની ફિફ્ટી પૂરી કરાવી દીધી.
02:26 PM4 એપ્રિલ 2026
- કૉપી લિંક
યશસ્વીએ ઈનિંગની પહેલી સિક્સ ફટકારી
ત્રીજી ઓવરમાં યશસ્વી જયસ્વાલે ઈનિંગનો પહેલો છગ્ગો ફટકાર્યો હતો. મોહમ્મદ સિરાજે પહેલો બોલ ઓફ સ્ટમ્પની બહાર ગુડ લેન્થ પર ફેંક્યો હતો, જેના પર યશસ્વીએ કવર્સની ઉપરથી છગ્ગો લગાવી દીધો હતો. ટીમે 3 ઓવરના અંતે 32 રન બનાવી લીધા છે.
02:09 PM4 એપ્રિલ 2026
- કૉપી લિંક
વૈભવે પહેલી ઓવરમાં 2 ચોગ્ગા ફટકાર્યા

રાજસ્થાન માટે યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશી ઓપનિંગ કરવા ઉતર્યા હતા. યશસ્વીએ મોહમ્મદ સિરાજ વિરુદ્ધ પહેલા બોલ પર સિંગલ લીધો હતો. ત્યારબાદ વૈભવે પોતાના પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકારી દીધો હતો. તેણે ચોથા બોલ પર પણ બાઉન્ડરી લગાવી હતી. ઓવરમાંથી કુલ 10 રન મળ્યા હતા.
02:05 PM4 એપ્રિલ 2026
- કૉપી લિંક
કુમાર કુશાગ્રએ ગિલનું સ્થાન લીધું
ગુજરાતના કેપ્ટન શુભમન ગિલની જગ્યાએ કુમાર કુશાગ્રને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. કુશાગ્ર નંબર-3 પર બેટિંગ કરી શકે છે. આજે જોસ બટલર સાઈ સુદર્શનની સાથે ઓપનિંગમાં ઉતરી શકે છે.
01:41 PM4 એપ્રિલ 2026
- કૉપી લિંક
રાજસ્થાને બેટિંગ લીધી
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી છે. ગુજરાતના કેપ્ટન શુભમન ગિલ ઈજાના કારણે રમી રહ્યો નથી. તેની જગ્યાએ રાશિદ ખાન ટીમની કમાન સંભાળશે.
01:24 PM4 એપ્રિલ 2026
- કૉપી લિંક
આજે રાજસ્થાન જ જીતશે: કમલેશસિંહ ચૌહાણ
કમલેશસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, અમે શ્રીનાથજી નાથદ્વારાથી આવ્યા છીએ. આજે રાજસ્થાન જ જીતશે.
01:02 PM4 એપ્રિલ 2026
- કૉપી લિંક
‘ગુજરાત ટાઇટન્સને સપોર્ટ કરવા આવી છું’
ફાલ્ગુનીએ જણાવ્યું હતું કે, આજે તે ગુજરાત ટાઇટન્સને સપોર્ટ કરવા આવી છે. આજે શુભમન ગિલ સારું પર્ફોર્મ કરશે અને બહુ ટાઈમ પછી ગિલ ને જોવા મળશે.
12:57 PM4 એપ્રિલ 2026
- કૉપી લિંક
નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ભાસ્કર રિપોર્ટર યશસ્વી ચૌહાણનો રિપોર્ટ
12:56 PM4 એપ્રિલ 2026
- કૉપી લિંક
‘શુભમન ગિલ આજે મેચ જીતાડશે’
લોકો પરિવાર સાથે IPL મેચ જોવા આવ્યા છે. અપીલ ભાઈએ જણાવ્યું હતું કે, આજે ગુજરાત જ જીતશે અને ગુજરાત ફાઈનલમાં પણ પહોંચશે. શુભમન ગિલ આજે મેચ જીતાડશે.
12:55 PM4 એપ્રિલ 2026
- કૉપી લિંક
પોલીસ દ્વારા લોકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવી
પોલીસ લોકોને સ્ટેડિયમની બહાર ગેટ પાસે ઉભા રહેવા નથી દેતી અને તરત જ સ્ટેડિયમમાં મોકલી દેવામાં આવે છે.
12:53 PM4 એપ્રિલ 2026
- કૉપી લિંક
સ્ટેડિયમ નજીક ભીડ થતી અટકાવવા દૂર બેરીગેટિંગ કરાયા
12:51 PM4 એપ્રિલ 2026
- કૉપી લિંક
ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની મેચ જોવા લોકો સ્ટેડિયમ પહોંચ્યા
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


