Vaibhav Suryavanshi; RR vs CSK IPL 2026 LIVE Score Update Yashasvi Jaiswal Ravindra Jadeja
- Gujarati News
- Sports
- Cricket
- Vaibhav Suryavanshi; RR Vs CSK IPL 2026 LIVE Score Update Yashasvi Jaiswal Ravindra Jadeja | Ruturaj Gaikwad
સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા
- કૉપી લિંક
IPL 2026ની ત્રીજી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાશે. આ મેચ રાજસ્થાનના સેકન્ડ હોમ ગ્રાઉન્ડ ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં યોજાશે. મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટૉસ 7 વાગ્યે થશે.
પૂર્વ કેપ્ટન એમએસ ધોની આ મેચમાં નહીં રમે. CSKએ શનિવારે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ધોની IPL 2026ના શરૂઆતના બે અઠવાડિયા બહાર રહી શકે છે. તેઓ માંસપેશીઓમાં ખેંચાણને કારણે રિહેબમાંથી પસાર થઈ રહ્યા છે. તેમને કાફ સ્ટ્રેઈન એટલે કે પિંડલીમાં ખેંચાણની સમસ્યા છે.
CSK પાંચ વખત (2010, 2011, 2018, 2021, 2023) ચેમ્પિયન રહી છે, પરંતુ ટીમની છેલ્લી સીઝન ઘણી ખરાબ રહી હતી. ટીમ પોઇન્ટ્સ ટેબલમાં છેલ્લા એટલે કે 10મા સ્થાને રહી હતી. બીજી તરફ, RRએ અત્યાર સુધી એકવાર ટાઇટલ જીત્યું છે. પરંતુ છેલ્લી સીઝન તેમના માટે પણ સારી રહી નહોતી અને ટીમ નવમા સ્થાને રહી હતી.
જીત-હારનો રેકોર્ડ 50-50
રાજસ્થાન અને ચેન્નઈ વચ્ચેના હેડ-ટુ-હેડ મુકાબલા ખૂબ જ રસાકસીભર્યા રહ્યા છે. બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 32 મેચ રમાઈ છે, જેમાં બંનેને 16-16 મેચમાં જીત મળી છે. ગુવાહાટીમાં અત્યાર સુધી બંને ટીમ વચ્ચે માત્ર એક જ મેચ થઈ છે, જેમાં ગયા વર્ષે જ રાજસ્થાનને 6 રનથી જીત મળી હતી.

ટીમ અપડેટ- જોનસન CSKમાં સામેલ
- RR: ઓલરાઉન્ડર સેમ કરન ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. કરનની જગ્યાએ રાજસ્થાને શ્રીલંકાના T20 કેપ્ટન ઓલરાઉન્ડર દશુન શનાકાને સામેલ કર્યો છે.
- CSK: ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર નાથન એલિસ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ ટીમે ઓસ્ટ્રેલિયાના જ લેફ્ટ આર્મ પેસર સ્પેન્સર જોનસનને સામેલ કર્યો છે.
સેમસન-જાડેજા જૂની ટીમ સામે ઉતરશે
સંજુ સેમસન અને રવીન્દ્ર જાડેજા આ સીઝનમાં પોતાની જૂની ટીમ સામે રમતા જોવા મળશે. સેમસન છેલ્લા એક દાયકાથી વધુ સમય સુધી રાજસ્થાનનો ભાગ રહ્યો હતો. હવે તે ચેન્નઈની જર્સીમાં દેખાશે. બીજી તરફ, લાંબા સમય સુધી ચેન્નઈ માટે રમનાર જાડેજા આ વખતે રાજસ્થાન તરફથી મેદાનમાં ઉતરશે.
ચેન્નઈની બેટિંગ મજબૂત
ચેન્નઈની બેટિંગ આ વખતે ઘણી મજબૂત દેખાઈ રહી છે. શિવમ દુબે અને આયુષ મ્હાત્રે મિડલ ઓર્ડરમાં ટીમના ભરોસાપાત્ર બેટર બની ગયા છે, જ્યારે યુવા ખેલાડી સંજુ સેમસન પણ ટીમને મજબૂતી આપી રહ્યા છે. બોલિંગમાં નૂર અહેમદ, અકીલ હોસૈન, મેટ હેનરી અને ખલીલ અહેમદ જવાબદારી સંભાળશે. ડેવાલ્ડ બ્રેવિસ ઈજાને કારણે શરૂઆતની મેચમાંથી બહાર થયો છે.

વૈભવ સૂર્યવંશી પાસેથી RRને આશા
રાજસ્થાન રોયલ્સમાં રવીન્દ્ર જાડેજાના આવવાથી ટીમનો અનુભવ અને સંતુલન બંને વધ્યા છે. બેટિંગમાં મોટી જવાબદારી યશસ્વી જયસ્વાલ પર રહેશે. તેની સાથે યુવા વૈભવ સૂર્યવંશી અને ફોર્મમાં ચાલી રહેલા શિમરોન હેટમાયર ટીમને મજબૂતી આપતા જોવા મળશે. જોકે, રોયલ્સ માટે બોલિંગ ચિંતાનો વિષય બનેલી છે. છેલ્લી સીઝન પછી ટીમમાં ઘણા બદલાવ થયા છે, પરંતુ જોફ્રા આર્ચરની લીડરશીપમાં ફાસ્ટ બોલરોએ સાતત્ય પર કામ કરવું પડશે. બીજી તરફ, સ્પિન વિભાગની જવાબદારી જાડેજા અને રવિ બિશ્નોઈ સંભાળશે.

પીચ રિપોર્ટ- હાઈ સ્કોરિંગ મેચ થઈ શકે છે
બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટિંગ ફ્રેન્ડલી માનવામાં આવે છે. અહીં બોલ બેટ પર સારી રીતે આવે છે, જેનાથી બેટર્સને ખુલીને શોટ રમી શકે છે અને મોટા સ્કોર જોવા મળે છે. જોકે, શરૂઆતમાં ફાસ્ટ બોલરોને થોડી મદદ મળી શકે છે, ખાસ કરીને નવા બોલથી સ્વિંગ જોવા મળી શકે છે. અહીં ચેઝ કરવું થોડું સરળ માનવામાં આવે છે, કારણ કે રાત્રે ઝાકળની અસર પડી શકે છે અને બેટિંગ સરળ બની જાય છે.
અહીં અત્યાર સુધી IPLની માત્ર 6 મેચ રમાઈ છે. 3 મેચમાં પહેલી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમ અને 2 મેચમાં ચેઝ કરનારી ટીમની જીત થઈ છે, જ્યારે એક મેચનું પરિણામ આવી શક્યું નહોતું. અહીંનો હાઈએસ્ટ ટીમ સ્કોર 199/4 છે, જે રાજસ્થાન રોયલ્સે 2023માં દિલ્હી કેપિટલ્સ સામે બનાવ્યો હતો.
ગુવાહાટીમાં વાદળછાયું વાતાવરણ રહેશે
ગુવાહાટીમાં સોમવારે હવામાન બદલાતું જોવા મળી શકે છે. આકાશમાં વાદળો છવાયેલા રહેવાની અને હળવા વરસાદની શક્યતા છે, જેની સંભાવના લગભગ 55-60% જણાવવામાં આવી રહી છે. ભેજ વધારે રહેવાથી બફારો પણ અનુભવાઈ શકે છે. તાપમાન 19 થી 27 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાનું અનુમાન છે, જ્યારે હવાની ગતિ અંદાજે 9 કિમી પ્રતિ કલાક રહી શકે છે.
બન્ને ટીમની પોસિબલ-12
રાજસ્થાન રોયલ્સ (RR): વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ (કેપ્ટન), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, દાશુન શનાકા, રવિ બિશ્નોઈ, જોફ્રા આર્ચર, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે.
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): સંજુ સેમસન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, પ્રશાંત વીર, કાર્તિક શર્મા, શિવમ દુબે, અકીલ હોસૈન, નૂર અહેમદ, મેટ હેનરી, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ.
મેચ ક્યાં જોઈ શકાશે?
IPL મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. તેમજ જીઓ હોટસ્ટાર એપ અને વેબસાઈટ પર તેનું લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, મેચના સ્કોર અને તમામ અપડેટ્સ દિવ્ય ભાસ્કર એપ પર પણ જોઈ શકાય છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


