Valsad News : ગુજરાતમાં વિસાવદર વાળી નહીં મહારાષ્ટ્ર અને દિલ્હી વાળી થશે, વિપક્ષના સૂપડા સાફ થવાના છે
વલસાડના નાના પૌંઢામાં આદિવાસી સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં હાજર રહેલા ભાજપના સાંસદ ધવલ પટેલે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાશે.
ગુજરાતમાં મહારાષ્ટ્ર-દિલ્હીવાળી થશે
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે દિલ્હીથી કેજરીવાલ આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા તેઓ બુથ સંમેલન યોજવા જઈ રહ્યાં છે અને ચૂંટણીને લઈને નવી રણનીતિ બનાવશે ત્યારે વલસાડના ભાજપના સાંસદ ધવલ પટેલે નાનાપૌંઢામાં યોજાયેલા આદિવાસી સંમેલનમાં એક નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્રની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ છે. દિલ્હીમાં એમની દુકાનોને તાળા વાગ્યા છે. હવે ગુજરાતમાં વિસાવદર વાળી નહીં મહારાષ્ટ્ર અને દિલ્હી વાળી થશે. આપ હોય કે કોંગ્રેસ સૂપડા સાફ થવાના છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

