Vav Tharad News: અમે ગાંધીવાદી પણ જો કોઈ છમકલું કરશે તો તેની જ ભાષામાં જવાબ અપાશે : સાંસદ ગેનીબેન ઠાકોર

Last Updated: April 3, 2026By

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી પણ શરૂ કરી દેવાઈ છે. ભાજપ દ્વારા દાવોદારોની સેન્સ પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે ચૂંટણી પંચ અને પોલીસને તટસ્થ રહીને કામગીરી કરવા અપીલ કરી છે. તેમણે એવું પણ કહ્યું છે કે, અમે ગાંધીવાદી છીએ પરંતુ જો કોઈ છમકલું કરશે તો તેને તેની જ ભાષામાં જવાબ અપાશે.

સાંસદ ગેનીબેન ઠાકોરે કર્યો ગંભીર આક્ષેપ

બનાસકાંઠાના જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદ નવો જિલ્લો જાહેર કરાયો છે. હવે અહીં નવા સિમાંકન પ્રમાણે પ્રથમવાર ચૂંટણી થઈ રહી છે. ત્યારે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ચૂંટણી પંચ અને પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતાં. ગેનીબેને કહ્યું હતું કે, ચૂંટણી પંચ અને પોલીસ તટસ્થ રહીને કામગીરી કરે. કોંગ્રેસના ઉમેદવારને ડરાવી ધમકાવીને ફોર્મ પાછું ખેંચાવવા પ્રયાસો થતા હોવાના ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યા છે.

છમકલુ કરશે તો તેની જ ભાષામાં જવાબ અપાશે

ગેનીબેન ઠાકોરે એવું પણ કહ્યું હતું કે, અમે ગાંધીવાદી છીએ પરંતુ જો કોઈ છમકલુ કરશે તો તેની જ ભાષામાં જવાબ અપાશે.લોકસભાની જેમ જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો ભવ્ય વિજય થશે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજ્યમાં અનેક જગ્યાએ કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. કેટલાક નેતાઓ કોંગ્રેસનો પંજો છોડીને ભાજપમાં જોડાઈ ગયાં છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: આયાતી અને બહુરૂપીયા નેતાએ કાવતરૂ ઘડવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો : સાંસદ ધવલ પટેલ