Vijay & Trisha AI Video Controversy; CSK Match Deception
1 કલાક પેહલા
- કૉપી લિંક
એક્ટર અને તમિલનાડુના નવા CM વિજય અને એક્ટ્રેસ ત્રિશા કૃષ્ણનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં બંને સ્ટેડિયમમાં સાથે બેસીને IPLનો મેચ જોતા દેખાઈ રહ્યા છે. જોકે, આ વીડિયો સાચો નથી, પરંતુ સંપૂર્ણપણે ફેક અને AI-જનરેટેડ છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે આ ફેક વીડિયો શેર કર્યો છે.

ફેક વીડિયો શેર કરીને એક યુઝરે વિજય પર ઉઠાવ્યા સવાલ.

વીડિયો શેર કરીને એક યુઝરે દાવો કર્યો કે વિજય ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના ફેન છે.
જ્યારે, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ dileeps_edit એ આ વીડિયો શેર કરતા પોતે જણાવ્યું કે આ વીડિયો AI-જનરેટેડ છે અને તેને ટૂલ ‘oiioii_ai’ નો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.

dileeps_edit ની પોસ્ટ.
ત્રિશા અને વિજયની ડેટિંગ ચર્ચા
નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ત્રિશાને એક્ટર અને તમિલનાડુના મુખ્યમંત્રી વિજય સાથે લિંક કરવામાં આવી રહી છે. જોકે, વિજય અને ત્રિશાએ અત્યાર સુધી પોતાના સંબંધોને લઈને જાહેરમાં કોઈ નિવેદન આપ્યું નથી.
શુક્રવારે ત્રિશા ચેન્નઈમાં તેમની નવી રિલીઝ થયેલી ફિલ્મ ‘કરુપ્પુ’ના સ્ક્રીનિંગમાં પહોંચી હતી. આ દરમિયાન ડિરેક્ટર આરજે બાલાજી અને એક્ટર કાર્થી પણ હાજર હતા. થિયેટરમાંથી બહાર નીકળતી વખતે ત્રિશા પોતાની કારમાં બેઠી હતી. આ દરમિયાન એક ફેને કહ્યું, ‘થલાપતિને કહેજો કે મેં તેમના ખબરઅંતર પૂછ્યા છે.’ આના પર ત્રિશાએ હસતાં હસતાં જવાબ આપ્યો, ‘કંદીપા (ચોક્કસ)’ પછી તે શરમાઈ ગઈ.

ત્રિશાની ફિલ્મ ‘કરુપ્પુ’ 15 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ.
તાજેતરમાં સીએમ વિજયના એક નિર્ણયની પણ ઘણી ચર્ચા થઈ, જેમાં તેણે ત્રિશાની ફિલ્મ ‘કરુપ્પુ’ માટે સવારે 9 વાગ્યાના મોર્નિંગ શો (સ્પેશિયલ સ્ક્રીનિંગ)ની વિશેષ પરવાનગી આપી. રાજ્યમાં છેલ્લા 3 વર્ષથી મોર્નિંગ શો પર પ્રતિબંધ હતો.
આ પહેલા 10 મેના રોજ ત્રિશા તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે વિજયના શપથ ગ્રહણ સમારોહમાં પણ હાજર રહી હતી.

શપથ ગ્રહણ સમારોહમાં ત્રિશાએ વિજયના પરિવાર સાથે મુલાકાત કરી અને તેની માતાને ગળે મળી.
તે જ સમયે, 4 મેના રોજ ચૂંટણી પરિણામના દિવસે ત્રિશા વિજયના નીલાંકરાઈ સ્થિત ઘરે પણ પહોંચી હતી. ખાસ વાત એ હતી કે તે જ દિવસે ત્રિશાનો 43મો જન્મદિવસ પણ હતો.

ત્રિશા મંદિર પછી વિજયના ઘરે પહોંચી હતી.
વિજય પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લાગ્યો
પર્સનલ લાઇફની વાત કરીએ તો, ત્રિશાની 2015માં બિઝનેસમેન વરુણ મણિયન સાથે સગાઈ થઈ હતી, પરંતુ બાદમાં બંને અલગ થઈ ગયા હતા. જ્યારે, વિજયે 1999માં સંગીતા સોરનાલિંગમ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેને બે બાળકો જેસન સંજય અને દિવ્યા સાશા થયા. જ્યારે, વિજય અને સંગીતાના છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, સંગીતાએ પોતાની છૂટાછેડાની અરજીમાં પતિ વિજય પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો હતો. જોકે, તેણે કોઈનું નામ લીધું ન હતું.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


