Virat Kohli Smashes 45 Runs in 19 Balls; RCB IPL 2026 Prep

Last Updated: March 26, 2026By

1 કલાક પેહલા

  • કૉપી લિંક

IPL 2026 શરૂ થાય તે પહેલાં, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી જબરદસ્ત ફોર્મમાં જોવા મળી રહ્યા છે.

બેંગલુરુમાં RCBની બીજી ઇન્ટ્રા-સ્ક્વોડ મેચમાં વિરાટ કોહલીએ ઝડપી ઇનિંગ્સ રમતા 19 બોલમાં 45 રન બનાવ્યા. ટીમના મેન્ટર અને બેટિંગ કોચ દિનેશ કાર્તિકે તેના ફોર્મ અને ઇરાદાની પ્રશંસા કરી છે.

આ પહેલા સોમવારે રમાયેલી પ્રથમ ઇન્ટ્રા-સ્ક્વોડ મેચમાં પણ વિરાટે 12 બોલમાં 29 રન બનાવ્યા હતા.

કોહલીનો નવો પ્લાન અને ઇરાદો: કાર્તિક બોલ્યા- તે પોતાને વધુ સારા બનાવી રહ્યા છે

મેચ પછી RCBએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં દિનેશ કાર્તિકે કહ્યું, ‘આજની રમત સારી રહી. વિરાટનો ક્લાસ શરૂઆતમાં જ દેખાઈ ગયો હતો, તેણે કેટલાક શાનદાર શોટ્સ રમ્યા. વિરાટની મહાનતા એ છે કે તે દર વર્ષે એક ખાસ પ્લાન અને ઇરાદા સાથે આવે છે. તમે જોયું કે તેણે પોતાની બેટિંગને કયા સ્તરે પહોંચાડી છે. મને લાગે છે કે આ વર્ષે તે વધુ સારું કરવાનો પ્રયાસ કરશે.’

મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલા ફિલ સોલ્ટને કોહલીનો સાથ

વીડિયોમાં વિરાટ કોહલી તેના ઓપનિંગ પાર્ટનર ફિલ સોલ્ટને બોલિંગ કરતા પણ જોવા મળ્યા. સોલ્ટ હાલમાં T20 ક્રિકેટમાં ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યા છે. T20 વર્લ્ડકપ 2026માં તેણે 8 ઇનિંગ્સમાં માત્ર 130 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં, કોહલી અનુભવી સિનિયર ખેલાડી તરીકે સોલ્ટનો ઉત્સાહ વધારતા અને તેમને સપોર્ટ કરતા જોવા મળ્યા.

છેલ્લી પ્રેક્ટિસ મેચમાં પણ જોવા મળ્યો હતો ‘પાટીદાર-જીતેશ’નો જલવો

આ પહેલા સોમવારે રમાયેલી પ્રથમ ઇન્ટ્રા સ્ક્વોડ મેચમાં વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માએ 37 બોલમાં 81 રન બનાવ્યા હતા. કેપ્ટન રજત પાટીદારે 25 બોલમાં 74 રન ફટકાર્યા હતા. કોહલીએ ત્યાં 12 બોલમાં 29 રન બનાવ્યા હતા.

મેચમાં વેંકટેશ ઐયરની ટીમે પહેલા બેટિંગ કરતા 234/7 રન બનાવ્યા. જવાબમાં કૃણાલ પંડ્યાની ટીમે 247 રન બનાવીને મેચ જીતી.

28 માર્ચે હૈદરાબાદ સામે પહેલો મુકાબલો

IPL 2026 સિઝનની શરૂઆત 28 માર્ચથી થઈ રહી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB પોતાના ઘરઆંગણે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે પહેલો મેચ રમશે.

————————————-

IPL સંબંધિત આ સમાચાર પણ વાંચો…

IPLની ઓપનિંગ સેરેમની નહીં થાય:ભાગદોડ દુર્ઘટના બાદ BCCIનો નિર્ણય, ફાઇનલમાં થશે ભવ્ય ક્લોઝિંગ સેરેમનીનું આયોજન

IPL 2026 ની ઓપનિંગ સેરેમની નહીં થાય. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ તેની પુષ્ટિ કરી છે. સીઝનનો પહેલો મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે 28 માર્ચે રમાશે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથે વાત કરતા દેવજીત સૈકિયાએ કહ્યું કે, ગયા વર્ષે 4 જૂને બનેલી દુઃખદ ઘટનાને કારણે IPL 2026 શરૂ થવાના દિવસે કોઈ ઔપચારિક કાર્યક્રમ નહીં હોય.

BCCI કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી રહ્યું નથી. તેમણે આગળ જણાવ્યું કે, BCCI IPL ફાઇનલના દિવસે ભવ્ય ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે. IPL 2026 ની ફાઇનલ 31 મેના રોજ રમાશે. વાંચો સંપૂર્ણ સમાચાર