Walking is the easiest way to reduce cholesterol know how much you should walk every day | Gujarat News
આજની ભાગદોડભરી જીવનશૈલી સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બનવા લાગી છે. યુવાનોનો સ્ક્રીન ટાઈમ, તો ડેસ્ક જોબ્સના કારણે કલાકો સુધી બેસવું અને અયોગ્ય ખાનપાનના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ વધવું એ એક સામાન્ય પરંતુ અત્યંત ગંભીર સમસ્યા બની ગઈ છે. લોહીમાં વધતું ‘ખરાબ કોલેસ્ટ્રોલ’ (LDL) ધમનીઓમાં જમા થઈને તેને બ્લોક કરે છે, જેનાથી હાર્ટ એટેક અને હૃદય રોગનું જોખમ અનેકગણું વધી જાય છે. પરંતુ દવા લીધા વગર દિનચર્યામાં નાનો ફેરફાર કરી કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરી શકાય છે. તમારી દરરોજ યોગ્ય રીતે ચાલવાની આદત કોલેસ્ટ્રોલને કુદરતી રીતે નિયંત્રિત કરશે.
કોલેસ્ટ્રોલ ઘટાડવા ચાલવું બેસ્ટ ઉપાય આરોગ્ય નિષ્ણાત
ફિટનેસ અને પોષણ નિષ્ણાતો માને છે કે કોલેસ્ટ્રોલનું સ્તર સુધારવા માટે ‘ચાલવું’ એ સૌથી શ્રેષ્ઠ, સસ્તો અને આસાન ઉપાય છે. ચાલવાની કસરત કરી તમે માત્ર ૧ થી ૩ મહિનામાં તમારા કોલેસ્ટ્રોલ લેવલમાં મોટો સુધારો લાવી શકે છે. પરંતુ સવાલ એ થાય કે દરરોજ કેટલું ચાલવું જોઈએ. જો તમારું કામ સતત બેસી રહેવાનું છે, તો પહેલા જ દિવસથી દોડવાનું કે ભારે કસરત કરવાની જરૂર નથી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

