Weight Loss Tips: વજન ઘટાડવું છે? રોજ નાસ્તામાં ખાઓ આ એક વસ્તુ, ચરબી થશે ગાયબ!

Last Updated: May 23, 2026By

જો તમે વધતા વજનથી પરેશાન છો અને કસરતની સાથે કોઈ હેલ્ધી ઓપ્શન શોધી રહ્યા છો, તો તમારા રસોડામાં જ એક અદ્ભુત સુપરફૂડ હાજર છે. અહીં વાત થઈ રહી છે મખાના (Fox Nuts) ની. મખાના એક એવો હલકો-ફૂલકો ડ્રાયફ્રૂટ છે, જેને લોકો ઉપવાસથી લઈને સાંજની ચાના નાસ્તા સુધી હોંશે હોંશે ખાય છે. 

વજન ઘટાડવામાં મખાના કેમ છે આટલા અસરકારક? 

તેને ઘી, સિંધાલૂ મીઠું અને કાળા મરી સાથે શેકીને ખાવાથી તે હેલ્ધી તો બને જ છે, સાથે સ્લિમ-ટ્રીમ થવામાં પણ અકસીર સાબિત થાય છે. ચાલો જાણીએ કે મખાના વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો.
મખાનામાં પોષક તત્વોનો ખજાનો છુપાયેલો છે

મેટાબોલિઝમ બૂસ્ટર: મખાનામાં ભરપૂર માત્રામાં ડાયેટરી ફાઇબર હોય છે. ફાઇબર શરીરના ચયાપચય (Metabolism) ને વેગ આપે છે, જેનાથી કેલરી અને ચરબી ઝડપથી બર્ન થાય છે.
પોષણથી ભરપૂર: તે પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમનો ઉત્તમ સોર્સ છે, જે વજન ઘટાડવાની પ્રક્રિયા દરમિયાન શરીરમાં નબળાઈ આવવા દેતા નથી.
પાચનતંત્ર રાખે મજબૂત: મખાના ખાવાથી પાચનક્રિયા સુધરે છે. તે કેલરીમાં ખૂબ જ ઓછા અને પેટને લાંબો સમય સુધી ભરેલું રાખવામાં મદદરૂપ છે, જેથી ‘ઓવરઇટિંગ’ થી બચી શકાય છે.

વજન ઘટાડવા માટે મખાના ખાવાની 2 બેસ્ટ રીતો

હેલ્ધી રોસ્ટેડ (શેકેલા) મખાના


સાંજના સમયે અલ્પોહાર તરીકે શેકેલા મખાના એક બેસ્ટ ઓપ્શન છે.
બનાવવાની રીત: એક કડાઈમાં અડધી ચમચી દેશી ઘી ગરમ કરો. તેમાં ચપટી મીઠું, હળદર અને કાળા મરી પાવડર ઉમેરો. હવે મખાના નાખીને ધીમી આંચ પર ત્યાં સુધી શેકો જ્યાં સુધી તે એકદમ ક્રિસ્પી (કુરકુરા) ન થઈ જાય. તમે તેને સવારે નાસ્તામાં કે સાંજની ચા સાથે એન્જોય કરી શકો છો.

ચટાકેદાર મખાના ભેળ (ચાટ)
જો તમને વેઇટ લોસ દરમિયાન કંઈક ચટાકેદાર ખાવાનું મન થાય, તો મખાના ભેળ બેસ્ટ લો-કેલરી ક્રેવિંગ ઓપ્શન છે.
બનાવવાની રીત: એક મોટા બાઉલમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા, કાકડી અને લીલા મરચાં લો. તેમાં હળવા શેકેલા મખાના ઉમેરો. સ્વાદ અનુસાર મીઠું, ચાટ મસાલો, થોડો લીંબુનો રસ અને સ્વાદ માટે આમલીની ખાટી-મીઠી ચટણી ઉમેરી બરાબર મિક્સ કરો. તૈયાર છે તમારી ફાઇબરથી ભરપૂર ટેસ્ટી અને હેલ્ધી મખાના ચાર્ટ.

Leave A Comment