West Bengal Assembly Elections 2026: ચૂંટણી પંચની કડક કાર્યવાહી, મોટી સંખ્યામાં રોકડ અને ડ્રગ્સ જપ્ત
પશ્ચિમ બંગાળના 294 વિધાનસભા મતવિસ્તારોમાં ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતાનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે.
બે તબક્કામાં મતદાન
પશ્ચિમ બંગાળના તમામ 294 વિધાનસભા મતવિસ્તારોમાં આદર્શ આચાર સંહિતાનો અમલ કરાઇ રહ્યો છે. ચૂંટણીના માહોલમાં અધિકારીઓએ ₹181 કરોડથી વધુ રોકડ, દારૂ, ડ્રગ્સ જપ્ત કર્યુ છે. 294 સભ્યોની પશ્ચિમ બંગાળ વિધાનસભા માટે ચૂંટણી 23 અને 29 એપ્રિલના રોજ બે તબક્કામાં યોજાશે. અને 4 મેના રોજ મતગણતરી થશે. ચૂંટણીની જાહેરાત સાથે રાજ્યની ચૂંટણી આચાર સંહિતા અમલમાં આવી છે. ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અનધિકૃત રાજકીય જાહેરાતો દૂર કરવા માટે એક વિશાળ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
ચૂંટણી પહેલા ECની કાર્યવાહી
ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવાયુ છે કે કુલ 3,11,829 જાહેર સંપત્તિની વસ્તુઓ અને 19,901 ખાનગી સંપત્તિની વસ્તુઓ દૂર કરવામાં આવી છે, અને જિલ્લાઓમાં 3,58,986 કેસ નોંધાયા છે. ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આચારસંહિતાના કડક પાલનને સુનિશ્ચિત કરવા માટે રાજ્યભરમાં તકેદારી રખાઇ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફરિયાદો પર કાર્યવાહી કરવા અને રોકડ અને અન્ય વસ્તુઓના ગેરકાયદેસર પરિવહનને રોકવા માટે 1800થી વધુ ફ્લાઇંગ સ્ક્વોડ ટીમો અને 2200થી વધુ સ્ટેટિક સર્વેલન્સ ટીમ તૈનાત કરાઇ છે.
50 થી વધુ ઉચ્ચ અધિકારીઓની બદલી
તેમણે જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાના મામલામાં, કોલકાતા પોલીસે કેન્દ્રીય દળો સાથે મળીને, બારાનગર અને કાલીઘાટમાં ઘટનાઓમાં દરમિયાનગીરી કરી હતી જેથી હિંસા વધુ ન વધે અને શાંતિ જાળવી શકાય. નિવેદનમાં ઉમેરવામાં આવ્યું છે કે પોલીસે ગુનાહિત ધાકધમકી અને મતદારોને ડરાવવા સંબંધિત કેસોમાં ધરપકડ પણ કરી છે, જ્યારે કડક દેખરેખ હેઠળ લાઇસન્સ વિનાના હથિયારો અને વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ શાંતિ કરાર માટે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીની મધ્યસ્થતા પર સૌની નજર
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

