White House UFC Fight on Trumps Birthday; 575 Crore Expense

Last Updated: May 27, 2026By

24 મિનિટ પેહલા

  • કૉપી લિંક

વ્હાઇટ હાઉસ… અમેરિકાનું રાષ્ટ્રપતિ ભવન, જ્યાં દુનિયાના મોટા-મોટા નેતાઓ આવ્યા, ઇતિહાસના ઘણા મોટા નિર્ણયો થયા. પરંતુ હવે ત્યાં કંઈક એવું થવા જઈ રહ્યું છે, જેને જોઈને આખી દુનિયા આશ્ચર્યચકિત છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસના મોટા ગાર્ડનમાં એક વિશાળ “કેજ ફાઇટ” એરેના બનાવડાવ્યું છે. અહીં મંગળવારે મોટા-મોટા ક્રેન લોખંડના વિશાળ માળખા લગાવતા દેખાયા.

આ બધું 14 જૂને યોજાનાર યુએફસી (UFC) ઇવેન્ટ માટે કરવામાં આવી રહ્યું છે, જે ટ્રમ્પના 80મા જન્મદિવસ પર આયોજિત થશે. એટલે કે ટ્રમ્પના શોખ નવાબી દેખાઈ રહ્યા છે. પહેલા જેમ રાજા પોતાના જન્મદિવસ પર પહેલવાનોને લડાવતા હતા અને આનંદ લેતા હતા, તેવું જ ટ્રમ્પ કરવાના છે. આના માટે ટ્રમ્પ 6 કરોડ ડોલર (ભારતીય 575 કરોડ રૂપિયા)નો ખર્ચ કરશે.

વ્હાઈટ હાઉસમાં આ પ્રકારનું ભવ્ય ફાઈટિંગ સ્ટેજ બનશે અને રીંગમાં ફાઈટરો વચ્ચે જોરદાર મુકાબલો થશે.

વ્હાઈટ હાઉસમાં આ પ્રકારનું ભવ્ય ફાઈટિંગ સ્ટેજ બનશે અને રીંગમાં ફાઈટરો વચ્ચે જોરદાર મુકાબલો થશે.

આ મહિનાની શરૂઆતમાં ઓવલ ઓફિસમાં થયેલા એક કાર્યક્રમમાં ટ્રમ્પે કહ્યું હતું, “અમે એક ખૂબ મોટી ફાઇટ કરાવવા જઈ રહ્યા છીએ. આવું પહેલા ક્યારેય થયું નથી, અને કદાચ ફરી ક્યારેય નહીં થાય.” તે સમયે તેમની સાથે આ ઇવેન્ટમાં ભાગ લેનારા ચાર ફાઇટર્સ પણ હાજર હતા.

ટ્રમ્પે યુએફસીના પ્રખ્યાત “ઓક્ટેગન”ની તસવીર પણ બતાવી. આ આઠ ખૂણાવાળી ફાઇટિંગ રિંગ હોય છે, જેના ચારેય તરફ લોખંડની જાળી લાગેલી હોય છે. તેની પાછળ વ્હાઇટ હાઉસ દેખાઈ રહ્યું હતું અને આસપાસ દર્શકોના બેસવાની વ્યવસ્થા હતી.

અબજોપતિ રિપબ્લિકન નેતા ટ્રમ્પનું કહેવું છે કે લગભગ 4,500 લોકો સીધા લૉનમાં બેસીને મેચ જોઈ શકશે. જ્યારે વ્હાઇટ હાઉસની બહાર મોટી સ્ક્રીન લગાવવામાં આવશે, જ્યાં લગભગ 1 લાખ લોકો મફતમાં આ મુકાબલો જોઈ શકશે.

ઈવેન્ટની તૈયારીના ફોટા જુઓ…

ટ્રમ્પ UFC ફાઇટિંગના ચાહક છે

ટ્રમ્પ પોતે UFCના મોટા ચાહક છે. તેઓ ઘણી ફાઇટ ઇવેન્ટ્સમાં જઈ ચૂક્યા છે. આનાથી યુવા પુરુષોમાં તેમની લોકપ્રિયતા વધી છે, જે 2024ની અમેરિકી ચૂંટણીમાં અત્યંત મહત્વપૂર્ણ વોટર્સ માનવામાં આવે છે. આ ઇવેન્ટનું નામ “UFC ફ્રીડમ 250” રાખવામાં આવ્યું છે. ટ્રમ્પનો દાવો છે કે આ ઇવેન્ટ અમેરિકાની સ્થાપનાની 250મી વર્ષગાંઠની ઉજવણી સાથે સંબંધિત છે. આ મુકાબલો “ફ્લેગ ડે” ના દિવસે થશે, જે ખરેખર ટ્રમ્પનો જન્મદિવસ પણ છે.

UFC એ માર્ચમાં જાહેરાત કરી હતી કે છ મુકાબલાવાળી આ ઇવેન્ટની મુખ્ય ફાઇટમાં ઇલિયા ટોપુરિયા અને જસ્ટિન ગેથજે સામસામે હશે. આ લાઇટવેઇટ ચેમ્પિયનશિપ મુકાબલો હશે.

ખર્ચ કોણ ઉઠાવશે?

જોકે, આ ઇવેન્ટને લઈને ઘણા સવાલો પણ ઉઠી રહ્યા છે. ખાસ કરીને તેની ભારે કિંમત અને વ્હાઇટ હાઉસ જેવા ઐતિહાસિક સ્થળે આયોજનને લઈને. યુએફસીની પેરેન્ટ કંપનીએ ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે આ ફાઇટનું આયોજન કરવામાં ઓછામાં ઓછા 6 કરોડ ડોલરનો ખર્ચ થશે. જોકે કંપનીને આશા છે કે કોર્પોરેટ સ્પોન્સરશિપ અને અન્ય સ્ત્રોતોમાંથી લગભગ અડધા પૈસા પાછા મળી જશે. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે આખો ખર્ચ યુએફસી ઉઠાવી રહી છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી એએફપીને કહ્યું, “કરદાતાઓનો એક પણ ડોલર વાપરવામાં આવી રહ્યો નથી.”

પરંતુ આ અત્યંત ભવ્ય ઇવેન્ટ એવા સમયે થઈ રહી છે, જ્યારે અમેરિકા ઈરાન સાથે યુદ્ધમાં ફસાયેલું છે. આ કારણે ઓઈલની કિંમતો અને સામાન્ય અમેરિકનોના રહેવા-ખાવાનો ખર્ચ ઘણો વધી ગયો છે.

આ યુએફસી સ્ટેજ ટ્રમ્પ દ્વારા વ્હાઇટ હાઉસમાં કરવામાં આવેલા વધુ એક મોટા ફેરફારનો પણ એક ભાગ છે. આ પહેલા તેમણે પ્રખ્યાત રોઝ ગાર્ડનનું ઘાસ હટાવી દીધું હતું અને એક વિશાળ 40 કરોડ ડોલરનો બોલરૂમ બનાવવા માટે આખી ઇસ્ટ વિંગ તોડી પાડી હતી. છેલ્લા ઘણા દાયકાઓથી વ્હાઇટ હાઉસની સાઉથ લૉન અમેરિકી ઇતિહાસની ઘણી મોટી ક્ષણોનો સાક્ષી રહી છે.

ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં ફાઈટરો સાથે ઈવેન્ટ લોન્ચ કરી

રાષ્ટ્રપતિ ટ્રમ્પે આગામી 14 જૂને વ્હાઇટ હાઉસના લૉનમાં યોજાનારી UFC ફાઇટને પ્રોત્સાહન આપવા માટે બુધવારે બપોરે ઓવલ ઑફિસમાં UFC ફાઇટ્સનું આયોજન કર્યું. “આ પૃથ્વી પરનો સૌથી મોટો શો હશે,” ટ્રમ્પે સ્પર્ધકોને બોલવા માટે કહેતા પહેલા આયોજિત કાર્યક્રમની તસવીરો બતાવતા કહ્યું.

આ તસવીરોમાં 4,000 બેઠકોવાળો અખાડો અને આઠ ખૂણાવાળું પાંજરું દર્શાવવામાં આવ્યું છે, જેનું નિર્માણ વ્હાઇટ હાઉસના “મુખ્ય દરવાજાની બરાબર સામે” કરવામાં આવશે, વ્હાઈટ હાઉસ બેકગ્રાઉન્ડમાં દેખાશે. ટ્રમ્પ દ્વારા ફેરવવામાં આવેલી પુસ્તિકામાં એક કમાન પણ દેખાઈ જે ફાઈટર અને દર્શકો પર લાઈટ પાડશે.

રાષ્ટ્રપતિએ કહ્યું, “કેટલાક લોકો મુક્કા સહન કરી શકે છે અને કેટલાક નહીં. અને જીવનમાં, આવું કરી શકવું હંમેશા સારું હોય છે.”

યુએફસી ફ્રીડમ 250 નામની આ ઇવેન્ટનો મુખ્ય મુકાબલો લાઇટવેઇટ ખિતાબ માટે વર્તમાન ચેમ્પિયન ઇલિયા ટોપોરિયા અને ચેલેન્જર જસ્ટિન ગેથજે વચ્ચે થશે.

“આ અવિશ્વસનીય સન્માન છે” : ગેથજ

ફાઈટર જસ્ટિન ગેથજે કહ્યું, “એવા રાષ્ટ્રપતિ હોવા જે અનોખો વિચાર કરવા અને નિયમો વિરુદ્ધ જવા તૈયાર હોય, આ જ તેમની વાત છે. એટલા માટે મેં તમને મત આપ્યો. અને આ જ કારણ છે કે અમે આજે પહેલા કરતા ઘણા મહાન રાષ્ટ્ર છીએ.”

અમેરિકાના 250 વર્ષની સાથે આ કાર્યક્રમ રાષ્ટ્રપતિના 80મા જન્મદિવસ સાથે પણ યોજાશે.

UFCના વડા ડાના વ્હાઇટે બુધવારે “ધ કેટી મિલર પોડકાસ્ટ” પર ખુલાસો કર્યો કે કાર્યક્રમ માટે જરૂરી તમામ સાધનો હાલમાં ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયાથી વોશિંગ્ટન ડી.સી.માં લાવવામાં આવી રહ્યા છે. હું આ મુકાબલાને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. બધી યોજના, વ્યવસ્થા અને બાકી બધું તૈયાર છે. હવે બસ અમારે તેને પાર પાડવાનું છે.”

વ્હાઇટે એ પણ જણાવ્યું કે વ્હાઇટ હાઉસમાં UFC ફાઇટ આયોજિત કરવાનો વિચાર ટ્રમ્પનો જ હતો.“ અમે એક જગ્યાએ લડાઈ જોઈ રહ્યા હતા, અને તેમણે મારા કાનમાં કહ્યું, ‘તમારે વ્હાઇટ હાઉસમાં લડાઈ કરવી જોઈએ.’ અને મેં કહ્યું, ‘હા. હા, આપણે કરવી જોઈએ.’

વ્હાઇટે મજાકમાં કહ્યું, “મને લાગે છે કે વિશ્વના નેતાઓ ત્યાં હશે. ત્યાં ઘણી બધી લશ્કરી હાજરી હશે.”

“રાષ્ટ્રપતિ ઇચ્છે છે કે લશ્કરની બધી પાંખ આ ઈવેન્ટમાં રજૂ થાય.”

Leave A Comment