Womens T20 World Cup 2026 Schedule: India Face Pakistan First
સ્પોર્ટ્સ ડેસ્ક17 કલાક પેહલા
- કૉપી લિંક
ન્યૂઝીલેન્ડ વુમન્સ ટીમ T20 વર્લ્ડ કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ટીમે 2024ની ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 32 રનથી હરાવ્યું હતું.
ICCએ વુમન્સ T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. આ વખતે ટુર્નામેન્ટમાં કુલ 12 ટીમ ભાગ લેશે, જે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ છે. યજમાન ઇંગ્લેન્ડ 12 જૂને ટુર્નામેન્ટના પહેલા મુકાબલામાં શ્રીલંકા સામે રમશે. ટુર્નામેન્ટની 10મી આવૃત્તિ 12 જૂનથી 5 જુલાઈ સુધી રમાશે.
ટીમ ઈન્ડિયા 14 જૂને આ ટુર્નામેન્ટમાં પોતાનું અભિયાન શરૂ કરશે. ભારતીય ટીમનો પહેલો મુકાબલો પાકિસ્તાન સાથે થશે. ટીમ ઈન્ડિયાના ગ્રુપમાં પાકિસ્તાન ઉપરાંત ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સ પણ હાજર છે.
બંને ગ્રુપમાંથી ટોપ-2 ટીમ સેમિફાઇનલ રમશે ICC એ 12 ટીમને 6-6 ટીમના 2 ગ્રુપમાં વહેંચી છે. આ બંને ગ્રુપની ટોચ પર રહેલી બે-બે ટીમ સેમિફાઇનલમાં ક્વોલિફાય કરશે.

ICCના CEOનું નિવેદન ICCના CEO સંજોગ ગુપ્તાએ કહ્યું કે, વુમન્સ T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ જાહેર થવું, આ ગ્લોબલ પ્રીમિયર સ્પોર્ટિંગ ઇવેન્ટ પહેલાં એક મહત્વપૂર્ણ પડાવ છે. આ ઇવેન્ટ ICCના વુમન્સ ક્રિકેટમાં સતત રોકાણનો એક ભાગ છે, જેમાં વધુ ભાગીદારી અને હાઈ-પર્ફોર્મન્સની રીતો, ઇવેન્ટ અને પ્રોડક્શન સ્ટાન્ડર્ડ, ટુર્નામેન્ટ પ્રાઇઝ મની, મીડિયા ડિસ્ટ્રિબ્યુશન અને કોમર્શિયલ પાર્ટનરશિપ સામેલ છે.
ઓસ્ટ્રેલિયા સૌથી સફળ ટીમ રહી છે વુમન્સ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયા સૌથી સફળ ટીમ રહી છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી રેકોર્ડ 6 વખત ખિતાબ પોતાના નામે કર્યો છે અને ઘણી વખત ફાઇનલ સુધી પહોંચીને પોતાની બાદશાહત સાબિત કરી છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડે 2009માં પ્રથમ એડિશન જીતીને ઇતિહાસ રચ્યો, જ્યારે વેસ્ટ ઇન્ડીઝે 2016માં ખિતાબ જીત્યો હતો.

latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


