World News: 14 મુસ્લિમ દેશે અમેરિકી રાજદૂત માઇક હકાબીની કરી ટિપ્પણી, જાણો શું છે કારણ?

Last Updated: February 22, 2026By

માઇક હકાબીએ જણાવ્યુ હતુ કે, જો ઇઝરાયલ પૂર્ણ બાઇબિલવાળો વિસ્તાર લઇ લે તો પણ વાંધો નથી.

મિડિલ ઇસ્ટમાં કૂટનૈતિકતા અંગે તોફાન

ઇઝરાયલમાં અમેરિકાના રાજદૂત માઇક હકાબીના નિવેદને મિડિલ ઇસ્ટમાં કૂટનૈતિકતા અંગે તોફાન ઉભુ કર્યુ છે. 14 મુસ્લિમ દેશ અને સંગઠનોએ તેની ટીકા કરી છે. નિવેદન આપતા માઇક હકાબીએ કહ્યુ હતુ કે, ઇઝરાયલ બાઇબિલમાં વર્ણિત પૂર્ણ ક્ષેત્રમાં અધિકાર લઇ લો તો પણ કોઇ તકલીફ નથી. આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ગાઝા યુદ્ધ અને વેસ્ટ બેંક મામલે તણાવપૂર્ણ સ્થિત છે. પૂર્વ બૈપટિસ્ટ પાદરી અને લાંબા સમયથી ઇઝરાયલ સમર્થક માઇક હકાબીએ ટકર કાર્લસનના પોડકાસ્ટમાં આ નિવેદન આપ્યુ હતુ.

ખતરનાક અને ઉશ્કેરણીજનક ટિપ્પણી: UAE

આ નિવેદન પછી, 14 મુસ્લિમ દેશોએ આકરી પ્રતિક્રિયા આપી હતી. યુએઈના વિદેશ મંત્રાલયે જાહેર કરેલા સંયુક્ત નિવેદનમાં ટિપ્પણીઓને ખતરનાક અને ઉશ્કેરણીજનક ગણાવવામાં આવી હતી. આ નિવેદન પર યુએઈ, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, જોર્ડન, તુર્કી, પાકિસ્તાન, કતાર, કુવૈત, ઓમાન, બહેરીન, લેબનોન, સીરિયા અને પેલેસ્ટાઇન સહિત અનેક દેશોએ હસ્તાક્ષર કર્યા હતા. તેને ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન, આરબ લીગ અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘનઃ કુવૈત

સાઉદી અરેબિયાએ તેને બેજવાબદાર ગણાવ્યું હતું. જોર્ડને કહ્યું કે તે પ્રાદેશિક સાર્વભૌમત્વ પર સીધો હુમલો છે. કુવૈતે તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું. ઓમાને ચેતવણી આપી હતી કે આવા નિવેદનો શાંતિની સંભાવનાઓને નુકસાન પહોંચાડે છે. ઇજિપ્તે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ઇઝરાયલનો કબજા હેઠળના પેલેસ્ટિનિયન પ્રદેશો અથવા અન્ય કોઈપણ આરબ ભૂમિ પર કોઈ સાર્વભૌમ અધિકાર નથી. પેલેસ્ટિનિયન ઓથોરિટીએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે આ નિવેદન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પશ્ચિમ કાંઠાના જોડાણનો વિરોધ કરવાની નીતિનો વિરોધાભાસ કરે છે.

આ પણ વાંચોઃ India US Trade Deal News: કોર્ટના નિર્ણય અને નવા ટેરિફે વધારી બેઠક અંગેની અનિશ્ચિતતા, નવી તારીખ અંગે જોવાઇ રહી છે રાહ