World TB Day 2026: શરીરમાં આ લક્ષણો ટીબીનો સંકેત, જાણો ભારતમાં આ રોગની શું છે સ્થિતિ
ટીબીનો રોગ શરીરનો મૂક દુશ્મન છે જે ફેફસાં દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે અને ધીમે ધીમે વ્યક્તિને અંદરથી ખતમ કરી નાખે છે. આ રોગ ક્ષય રોગ (ટીબી) હતો. આજે 24 માર્ચ 2026 ના રોજ વર્લ્ડ ટીબી ડેની ઉજવણી થઈ રહી છે. ભારતમાં એક સમયે ટીબી રોગ વધુ ભયાનક હતો જેના કારણે અનેક લોકોના મોત થયા હતા. આ રોગ અસાધ્ય મનાતો હતો પરંતુ હવે સારવારથી મટાડી શકાય છે. 1882માં રોબર્ટ કોચે ટીબીના બેક્ટેરિયાની શોધ કરી હતી., તેમની યાદમાં અને રોગ ગંભીર હોવાથી લોકોમાં જાગૃતતા લાવવા World TB Day ઉજવાય છે.
ટીબી એટલે શું?
ટીબી (ક્ષય રોગ) એ એક ચેપી રોગ છે (એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે) જે માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી થાય છે. આ રોગ મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે, તેથી તેને ઘણીવાર ફેફસાંનો રોગ કહેવામાં આવે છે. જો કે, ઘણા કિસ્સાઓમાં, તે ફેફસાં પૂરતો મર્યાદિત નથી, પરંતુ કરોડરજ્જુ, મગજ અને કિડની જેવા શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાઈ શકે છે. તેથી, તેને ગંભીર બનતા અટકાવવા માટે વહેલાસર તપાસ અને સારવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ટીબી (TB) ના શરૂઆતી લક્ષણો
- સતત ખાંસી આવવી તે ટીબીનું મુખ્ય લક્ષણ છે, 3 અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી રહેતી ખાંસી રહેતો સાવધાન થઈ જાવ.
- કફમાં લોહી પડવું, ખાંસી ખાતી વખતે કફમાં લોહીનું આવવું.
- છાતીમાં દુખાવો, શ્વાસ લેતી વખતે કે ખાંસી ખાતી વખતે છાતીમાં દુખાવો થવો.
- અચાનક વજન ઘટવું, કોઈ કારણ વગર વજનમાં ઝડપથી ઘટાડો થવો.
- ભૂખ ન લાગવી, ખોરાક લેવાની ઈચ્છા ઓછી થઈ જવી.
- ખાસ કરીને સાંજના સમયે હળવો તાવ આવવો અને રાત્રે સૂતી વખતે વધુ પરસેવો થવો.
- સતત અશક્તિ અને જલ્દી થાકી જવું.
ભારતમાં ટીબી રોગ ચિંતાનો વિષય
છેલ્લા એક દાયકામાં ભારતમાં તબીબી ક્ષેત્રમાં સારો વિકાસ થયો છે. આધુનિક સંશોધન અને તબીબી નવીનતા દ્વારા સમયસર આ રોગનું નિદાન થતાં તેની સારવાર શક્ય બની છે. છતાં પણ ભારતમાં ટીબી નાબૂદ કરવામાં મુખ્ય પડકારો હજુ પણ છે. ટીબીના કેસોનો ઊંચો ભારણ (વૈશ્વિક કેસોના 26%), કુપોષણ, વિલંબિત નિદાન અને દવા-પ્રતિરોધક ટીબી બધા માટે પડકારો ઉભા કરે છે. ધ્યેય 2025 સુધીમાં દેશને ટીબી મુક્ત બનાવવાનો હતો, પરંતુ મોટી સંખ્યામાં ચેપગ્રસ્ત લોકો હજુ પણ બહાર આવી રહ્યા છે. એટલે જ અસાધ્ય મનાતો ક્ષય રોગ (ટીબી) હાલમાં ભારત માટે ફરી એક મોટી ચિંતાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો : Lifestyle: આંખોને લાગતા થાકને આ સરળ ટિપ્સથી તુરંત આપો રાહત
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

