Zakir Khan Announces 5 Year Break From Standup Comedy; Health Issues PHOTOS VIDEOS
37 મિનિટ પેહલા
- કૉપી લિંક
સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાને સ્ટેજ શોમાંથી લાંબો બ્રેક લેવાની જાહેરાત કરી છે. તે હાલમાં પોતાના સ્ટેન્ડ-અપ શો સ્પેશિયલ ‘પાપા યાર’ સાથે દેશના અલગ-અલગ શહેરોમાં શો કરી રહ્યો છે. આ જ ટૂરનો તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઝાકિર હૈદરાબાદમાં સ્ટેજ પરથી ઓડિયન્સ સાથે વાત કરતા જોવા મળી રહ્યો છે. તેણે કહ્યું કે, તે લાંબા બ્રેક પર જઈ રહ્યો છે, તેથી આ હૈદરાબાદમાં તેનો છેલ્લો શો હશે.
2023-30માં સ્ટેજ પર પાછો ફરશે ઝાકિર
ઝાકિરે આગળ કહ્યું કે, તે 2028-29 અથવા 2030માં સ્ટેજ શોમાં પાછો આવી શકે છે. તેણે જણાવ્યું કે, તેણે આ બ્રેક પોતાની હેલ્થ અને અન્ય અંગત બાબતોને કારણે લીધો છે.
સ્ટેજ પરથી લોકોનો આભાર વ્યક્ત કરતા તેણે કહ્યું કે, આ સમયે ત્યાં હાજર દરેક વ્યક્તિ તેના દિલની ખૂબ નજીક છે. તેણે દર્શકોનો આભાર માન્યો અને કહ્યું કે, તેને જેટલો પ્રેમ મળ્યો છે, તે તેના માટે હંમેશા આભારી રહેશે.

ઝાકિર ખાને સ્ટેજ શો પરથી લાંબા વિરામની જાહેરાત કરી.
‘જૂન સુધીના દરેક શો સેલિબ્રેશન જેવા હશે’
વાયરલ વીડિયો વચ્ચે ઝાકિરે સોશિયલ મીડિયા પર પણ તેનો ઈશારો કર્યો. મંગળવારે બપોરે તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી. આ પોસ્ટ દુબઈ પહોંચ્યા પછીની હોવાનું કહેવાય છે. તેમાં તેણે લખ્યું કે, ’20 જૂન સુધી દરેક શો એક સેલિબ્રેશન જેવો હશે.’ તેણે એમ પણ કહ્યું કે, આ વખતે તે ઘણા શહેરોમાં આવી શકશે નહીં. તેથી દર્શકો થોડો વધુ પ્રયાસ કરીને શોમાં ચોક્કસ આવે.

ઝાકિરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી.
સપ્ટેમ્બરમાં પણ હેલ્થ અપડેટ આપી હતી
જોકે, આ પહેલીવાર નથી જ્યારે તેણે પોતાના સ્વાસ્થ્ય વિશે વાત કરી હોય. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ તેણે ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે, તે એક વર્ષથી વધુ સમયથી સારું અનુભવી રહ્યો ન હતો. તેમ છતાં તેણે કામ ચાલુ રાખ્યું. તેણે કહ્યું હતું કે, તે સમયે કામ કરવું તેને જરૂરી લાગતું હતું.
તેણે જણાવ્યું હતું કે, છેલ્લા લગભગ દસ વર્ષથી તે સતત ટૂર કરી રહ્યો છે. આ દરમિયાન તે દિવસમાં બે થી ત્રણ શો કરતો રહ્યો. ઘણીવાર તેને ઊંઘ વિના કામ કરવું પડ્યું. સવારે વહેલા ફ્લાઇટ પકડવી પડી. ખાવાનો કોઈ નિશ્ચિત સમય ન રહ્યો. આ પ્રકારની જીવનશૈલીની અસર તેના સ્વાસ્થ્ય પર પડી.
તેણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, તેને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો છે, પરંતુ આટલો બધો પ્રવાસ કરવો સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. દરેકને ખુશ કરવાની કોશિશ, સતત શો, ઊંઘનો અભાવ અને અનિયમિત ખાનપાનથી તે નબળા પડી ગયો છે.

ઝાકિરે સપ્ટેમ્બરમાં સ્ટોરી શેર કરી પોતાના બગડતા સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી.
‘વધારે મોડું થઈ જાય એ પહેલાં રોકાઈ જવું સારું છે’
તેણે એમ પણ કહ્યું હતું કે, તેને સ્ટેજ પર રહેવું ખૂબ ગમે છે, પરંતુ હવે બ્રેક લેવો જરૂરી બની ગયો છે. તેણે જણાવ્યું કે, તે એક વર્ષથી આ વાતને અવગણી રહ્યો હતો. હવે તેને લાગ્યું કે મોડું થાય તે પહેલાં રોકાઈ જવું વધુ સારું છે. આ જ કારણોસર આ વખતે ભારતનો પ્રવાસ અમુક શહેરો સુધી જ સીમિત રાખવામાં આવ્યો છે. વધુ શો ઉમેરવામાં આવશે નહીં. આ સ્પેશિયલના રેકોર્ડિંગ પછી તેને લાંબા બ્રેકની સલાહ આપવામાં આવી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

