ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટનો માહોલ:બુધવારે શરૂઆતથી જ ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું

Last Updated: July 8, 2026By

બુધવારના રોજ ભારતીય શેરબજારમાં દિવસની શરૂઆતથી જ ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું અને દિવસના અંતે પણ આ નબળાઈ યથાવત્ રહેતાં મુખ્ય સૂચકાંકો ભારે ઘટાડા સાથે બંધ રહ્યા હતા. વૈશ્વિક બજારોમાંથી મળેલા નકારાત્મક સંકેતો, વધતા ક્રૂડ ઓઇલના ભાવ, ભૂરાજકીય અનિશ્ચિતતા, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી અને છેલ્લા કેટલાક અઠવાડિયામાં થયેલી તેજી બાદ વ્યાપક નફાવસૂલીને કારણે બજારમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું. ખાસ કરીને બેન્કિંગ, નાણાકીય સેવાઓ, માહિતી પ્રૌદ્યોગિકી, વાહન અને ધાતુ ક્ષેત્રના ભારે વજન ધરાવતા શેરોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા સમગ્ર બજાર ઉપર દબાણ વધ્યું હતું. દિવસ દરમિયાન ખરીદદારોનો અભાવ અને સતત વેચવાલીને કારણે રોકાણકારો સાવચેતીભર્યો અભિગમ અપનાવતા જોવા મળ્યા હતા. સેન્સેક્સમાં શરૂઆતથી જ ભારે ઘટાડો જોવા મળ્યો હતો અને દિવસ દરમિયાન વેચવાલીનું દબાણ સતત વધતું રહ્યું હતું. બેન્કિંગ, નાણાકીય સેવાઓ અને અન્ય મોટા મૂડીકરણ ધરાવતા શેરોમાં વ્યાપક ઘટાડાને કારણે સેન્સેક્સ આશરે 1700 પોઈન્ટના ભારે ઘટાડા સાથે બંધ રહ્યો હતો. અંતિમ કલાકોમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નહોતો, જે બજારમાં નબળી રોકાણકાર ભાવનાનું પ્રતિબિંબ હતું. નિફ્ટી વાયદા બજારમાં પણ શરૂઆતથી જ નકારાત્મક વલણ જોવા મળ્યું હતું. મહત્વના આધાર સ્તરો તૂટતાં વેચવાલીનું દબાણ વધુ વધી ગયું હતું. દિવસ દરમિયાન ટૂંકા સમય માટે ખરીદીનો પ્રયાસ જોવા મળ્યો હતો, પરંતુ ઉપરના સ્તરે ફરી વેચવાલી વધતાં વાયદા બજાર પણ ભારે ઘટાડા સાથે બંધ રહ્યું હતું. આગામી સત્રોમાં મહત્વના આધાર સ્તરો જળવાઈ રહે તે બજાર માટે અત્યંત જરૂરી બનશે. બજારના મુખ્ય પરિબળો અને રોકાણકારોનું વલણ સ્થાનિક પરિબળો: સ્થાનિક સ્તરે મજબૂત આર્થિક પાયા, નિયમિત એસ.આઈ.પી. રોકાણ, સરકારના માળખાકીય વિકાસલક્ષી ખર્ચ અને ચોમાસાની અનુકૂળ સ્થિતિ જેવા પરિબળો લાંબા ગાળે હકારાત્મક છે. તેમ છતાં ટૂંકા ગાળામાં ઊંચા મૂલ્યાંકન ધરાવતા શેરોમાં વ્યાપક નફાવસૂલી, કોર્પોરેટ પરિણામો પહેલાં સાવચેતી અને રોકાણકારોની જોખમ ઘટાડવાની વૃત્તિને કારણે બજાર ઉપર ભારે દબાણ રહ્યું હતું. વૈશ્વિક સંકેતો: વૈશ્વિક બજારોમાં જોવા મળેલી નબળાઈ ભારતીય બજાર માટે મુખ્ય નકારાત્મક પરિબળ બની હતી. ભૂરાજકીય તણાવ, ક્રૂડ ઓઇલના વધતા ભાવ, વૈશ્વિક આર્થિક વૃદ્ધિ અંગેની ચિંતા અને વ્યાજદર સંબંધિત અનિશ્ચિતતાને કારણે આંતરરાષ્ટ્રીય રોકાણકારોમાં જોખમ લેવાની ભાવના ઘટી હતી. તેના પરિણામે ઉભરતા બજારોમાં વેચવાલીનું દબાણ વધ્યું હતું, જેની સીધી અસર ભારતીય શેરબજાર ઉપર જોવા મળી હતી. સેક્ટર પ્રદર્શન: આજે લગભગ તમામ મુખ્ય ક્ષેત્રોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બેન્કિંગ, નાણાકીય સેવાઓ, માહિતી પ્રૌદ્યોગિકી, વાહન, ધાતુ, રિયલ એસ્ટેટ અને મૂડી સાધન ક્ષેત્રમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ દવા,વીજળી અને ગ્રાહક આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલા કેટલાક શેરોમાં તુલનાત્મક રીતે મર્યાદિત ઘટાડો નોંધાયો હતો. રક્ષણાત્મક ક્ષેત્રોએ બજારને આંશિક ટેકો આપવાનો પ્રયાસ કર્યો હતો. મંદી તરફી કારણો: આજના ભારે ઘટાડા પાછળ અનેક પરિબળો જવાબદાર રહ્યા હતા. વૈશ્વિક બજારોની નબળાઈ,ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી, ભૂરાજકીય અનિશ્ચિતતા, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી, ઊંચા મૂલ્યાંકન ધરાવતા શેરોમાં વ્યાપક નફાવસૂલી અને પ્રથમ ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો પહેલાં વધેલી સાવચેતીને કારણે બજારમાં ભારે દબાણ સર્જાયું હતું. મહત્વના આધાર સ્તરો તૂટતાં વેચવાલી વધુ તેજ બની હતી,જેના કારણે ગભરાટજનક વાતાવરણ સર્જાયું હતું. વિદેશી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી બજાર માટે મુખ્ય નકારાત્મક પરિબળ બની હતી. જોકે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પસંદગીયુક્ત ખરીદી દ્વારા બજારને આંશિક ટેકો આપવાનો પ્રયાસ કર્યો હતો. નિયમિત એસ.આઈ.પી. રોકાણના કારણે સ્થાનિક નાણાંપ્રવાહ હજુ પણ બજારની સૌથી મોટી શક્તિ તરીકે જળવાઈ રહ્યો છે. કોમોડિટી મૂવમેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી vanished યથાવત્ રહી હતી, જેના કારણે ભારત માટે આયાત ખર્ચ અને ફુગાવાની ચિંતા વધી હતી. સોનામાં સલામત રોકાણ તરીકે ખરીદી વધી હતી, જ્યારે ચાંદી અને ઔદ્યોગિક ધાતુઓમાં મિશ્ર વલણ રહ્યું હતું. ઊંચા ક્રૂડ ભાવના કારણે વાહન, હવાઈ પરિવહન, રાસાયણિક અને તેલ આધારિત ઉદ્યોગો ઉપર દબાણ વધવાની શક્યતા છે. ભાવિ દિશા બુધવારનો કારોબારી દિવસ ભારતીય શેરબજાર માટે અત્યંત નબળો રહ્યો હતું. શરૂઆતથી અંત સુધી વેચવાલીનું દબાણ યથાવત્ રહેતાં સેન્સેક્સ આશરે 1700 પોઈન્ટના ભારે ઘટાડા સાથે બંધ રહ્યો હતો. વૈશ્વિક અનિશ્ચિતતા, વધતા ક્રૂડ ઓઇલના ભાવ, વિદેશી રોકાણકારોની વેચવાલી અને વ્યાપક નફાવસૂલીના કારણે બજારમાં નકારાત્મક માહોલ સર્જાયો હતો. તેમ છતાં ભારતીય અર્થતંત્રના મજબૂત પાયા,સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી અને નિયમિત એસ.આઈ.પી. નાણાંપ્રવાહ લાંબા ગાળાના દૃષ્ટિકોણને હજુ પણ આધાર આપી રહ્યા છે. આવી સ્થિતિમાં રોકાણકારોએ ગભરાટમાં નિર્ણય લેવાને બદલે ગુણવત્તાસભર કંપનીઓમાં તબક્કાવાર રોકાણ અને યોગ્ય જોખમ વ્યવસ્થાપન અપનાવવું વધુ યોગ્ય રહેશે. આગામી ટ્રેડિંગ સત્રોમાં બજારની દિશા વૈશ્વિક બજારોની સ્થિરતા, ક્રૂડ ઓઇલના ભાવ, પ્રથમ ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો તથા વિદેશી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોના રોકાણ પ્રવાહ ઉપર નિર્ભર રહેશે. જો વૈશ્વિક તણાવમાં ઘટાડો થશે અને વિદેશી રોકાણકારોની વેચવાલી ઓછી થશે તો બજારમાં ટેકનિકલ સુધારો જોવા મળી શકે છે. જોકે ટૂંકા ગાળામાં વધઘટ અને સાવચેતીભર્યો માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે. તા.09.07.2026 ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે… નિફટી ફ્યુચર બંધ ભાવ (08.07.2026): @ 23892 પોઈન્ટ આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24008 પોઈન્ટના પ્રથમ અને 24088 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 23808 પોઈન્ટ થી 23737 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 23676 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!! સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ: એમફેસિસ (2244): ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને આઈટી સર્વિસિસ સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2208 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2188 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2267 થી રૂ.2280 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2274 ઉપર તેજી તરફી ધ્યાન. ฟินિક્સ มિલ્ส (2036): ટેકનીકલ ચાર્ટ મુજબ રિયલ એસ્ટેટ અને કોમર્શિયલ રિટેલ સેક્ટરનો આ સ્ટોક રૂ.1990 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1973 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.2074 થી રૂ.2080 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે. પ્રેસ્ટિજ એસ્ટેટ્સ પ્રોજેક્ટ્સ (1647): રૂ.1606 નો પ્રથમ તેમજ રૂ.1588 ના બીજા સપોર્ટથી રિયલ એસ્ટેટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1673 થી રૂ.1680 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે. ઝાયડસ લાઇફસાયન્સિસ (1153): ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.1167 થી રૂ.1180 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.1117 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો. લોધા ડેવલપર્સ (1078): રિયલ એસ્ટેટ સેક્ટરનો આ ફન્ડામેન્ટલ સ્ટોક રૂ.1030 ના સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.1090 થી રૂ.1103 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે.

Leave A Comment