જૂનમાં GST કલેક્શન ₹1.94 લાખ કરોડ થયું:ગયા વર્ષ કરતાં 14% વધુ, એપ્રિલમાં રેકોર્ડ ₹2.42 લાખ કરોડનું કલેક્શન રહ્યું હતું

Last Updated: July 3, 2026By

જૂન 2026માં 1.94 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું છે. આ એપ્રિલના રેકોર્ડ 2.42 લાખ કરોડ રૂપિયાની સરખામણીમાં 20% ઓછું છે. જોકે, ગયા વર્ષના સમાન સમયગાળા એટલે કે જૂન 2025 કરતાં 14% વધુ છે. જૂન 2025માં ₹1.71 લાખ કરોડનું GST કલેક્શન થયું હતું. સરકારે આજે એટલે કે 1 જુલાઈએ GST કલેક્શનના આંકડા જાહેર કર્યા. આયાતથી થતી કમાણી વધી જૂન મહિનામાં GST કલેક્શનની વૃદ્ધિ મુખ્યત્વે આયાત પર નિર્ભર રહી. આયાતી માલસામાનમાંથી થતી કુલ GST આવક વાર્ષિક ધોરણે 35% વધીને 60,038 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ. જ્યારે, બીજી તરફ, ઘરેલું ટ્રાન્ઝેક્શનથી થતી કુલ ઘરેલું કમાણીમાં 6.5%નો વધારો થયો અને તે 1.34 લાખ કરોડ રૂપિયા રહી. GST કલેક્શન અર્થતંત્રની તંદુરસ્તી દર્શાવે છે GST કલેક્શન એ દર્શાવે છે કે દેશનું અર્થતંત્ર કેટલું મજબૂત છે. જો કલેક્શન વધારે હોય, તો તેનો અર્થ એ છે કે લોકો જોરશોરથી ખરીદી કરી રહ્યા છે, ફેક્ટરીઓમાં ઉત્પાદન વધી રહ્યું છે અને લોકો પ્રામાણિકપણે ટેક્સ ભરી રહ્યા છે. GST રિફંડ શું છે: જ્યારે કોઈ કંપની પોતાની જવાબદારી કરતાં વધુ ટેક્સ ચૂકવી દે છે અથવા નિકાસ કરે છે, ત્યારે સરકાર તેને ટેક્સ પાછો આપે છે, જેને રિફંડ કહેવાય છે. નેટ વિરુદ્ધ ગ્રોસ GST: ગ્રોસ એ કુલ એકત્રિત કરાયેલા પૈસા હોય છે, જ્યારે રિફંડ ઘટાડ્યા પછી બાકી રહેલી રકમ નેટ રેવન્યુ કહેવાય છે. 2017માં GST લાગુ કરવામાં આવ્યો હતો સરકારે 1 જુલાઈ 2017 ના રોજ દેશભરમાં GST લાગુ કર્યો હતો. ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય સરકારોના 17 કર અને 13 ઉપકર દૂર કરવામાં આવ્યા હતા. GST ને ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે: