એર ઇન્ડિયા દુનિયાની ચોથી ઓન-ટાઇમ એરલાઇન બની:જૂનમાં 86.85% ફ્લાઇટ્સ સમયસર પહોંચી; સિંગાપોર એરલાઇન્સ અને એમિરેટ્સને પાછળ છોડ્યા
ટાટા ગ્રુપની એર ઇન્ડિયા દુનિયાની ચોથી સૌથી પંક્ચ્યુઅલ (સમયની પાબંદ) એરલાઇન્સ બની ગઈ છે. એવિએશન એનાલિટિક્સ ફર્મ સિરિયમની જૂન 2026ની રિપોર્ટ મુજબ, એર ઇન્ડિયાની લગભગ 86.85% ફ્લાઇટ્સ એટલે કે 100માંથી 87 ફ્લાઇટ્સ બિલકુલ નિર્ધારિત સમય પર પહોંચી છે. ટાટા ગ્રુપની માલિકીની એરલાઇને જૂન મહિનામાં તેની કુલ 15,135 ફ્લાઇટ્સ ઓપરેટ કરી. એર ઇન્ડિયાએ સિંગાપોર એરલાઇન્સ અને એમિરેટ્સને પાછળ છોડી દીધા છે. એવિએશનના નિયમો મુજબ, જો કોઈ ફ્લાઇટ તેના નિર્ધારિત સમયથી 15 મિનિટમાં ઉડાન ભરી લે છે, તો તેને રાઇટ ટાઇમ માનવામાં આવે છે. સાઉદિયા પહેલા અને કોરિયન એર બીજા નંબર પર રહી સિરિયમ અનુસાર, ગ્લોબલ રેન્કિંગમાં એર ઇન્ડિયાથી આગળ માત્ર ત્રણ એરલાઇન્સ રહી. તેમાં સાઉદિયા 92.38% સાથે પહેલા, કોરિયન એર 88.56% સાથે બીજા અને એરોમેક્સિકો 86.94% સાથે ત્રીજા સ્થાને રહી. એર ઇન્ડિયા (86.85%) પછી ટોપ-10ની યાદીમાં સિંગાપોર એરલાઇન્સ, વેસ્ટજેટ, એમિરેટ્સ, ટર્કિશ એરલાઇન્સ, SAS અને કતાર એરવેઝનો સમાવેશ થાય છે. કમ્પ્લીશન ફેક્ટર 99.7% રહ્યો, લગભગ તમામ ફ્લાઇટ્સ ઓપરેટ થઈ એર ઇન્ડિયાએ જૂન મહિનામાં 86.23%નો ઓન-ટાઇમ ડિપાર્ચર (સમયસર પ્રસ્થાન) રેટ પણ હાંસલ કર્યો છે. આ સાથે એરલાઇનનો કમ્પ્લીશન ફેક્ટર 99.7% રહ્યો, જેનો અર્થ છે કે જૂનમાં કંપનીની લગભગ તમામ નિર્ધારિત ફ્લાઇટ્સ રદ કર્યા વિના ઓપરેટ કરવામાં આવી. એશિયા-પેસિફિક રિજનના રેન્કિંગની વાત કરીએ તો એર ઇન્ડિયા ચોથા સ્થાને રહી. આ રિજનમાં તે જેજુ એર, કોરિયન એર અને સ્કૂટથી પાછળ રહી, પરંતુ સિંગાપોર એરલાઇન્સ અને ભારતની જ ઇન્ડિગોથી આગળ નીકળી ગઈ. નેટવર્ક પ્લાનિંગ અને ઓપરેશનલ રેઝિલિયન્સમાં રોકાણથી મળ્યો ફાયદો એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે આ રેન્કિંગ એરલાઇન દ્વારા ઓપરેશનલ રિલાયબિલિટી અને શેડ્યૂલ ઇન્ટિગ્રિટી પર સતત આપવામાં આવતા ધ્યાન દર્શાવે છે. કંપનીએ આ સુધારાનો શ્રેય ઓપરેશનલ રેઝિલિયન્સ, સારા નેટવર્ક પ્લાનિંગ અને તેના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સંચાલનોમાં બહેતર એક્ઝિક્યુશન માટે કરવામાં આવેલા રોકાણને આપ્યો છે. એરલાઇન તેના ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામ હેઠળ સતત આ પર્ફોર્મન્સ સુધારવામાં વ્યસ્ત છે. દિલ્હી અને મુંબઈ જેવા મોટા એરપોર્ટ પર ભીડને કારણે મુશ્કેલી થાય છે દેશના સૌથી મોટા હબ-એન્ડ-સ્પોક નેટવર્ક્સમાંના એકને ઓપરેટ કરવાના પડકારો પર એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે દિલ્હી અને મુંબઈ હવાઈ મથકો પર ભારે ભીડ (કન્જેશન) અને એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ના પ્રતિબંધોને કારણે ઘણીવાર સંચાલન પ્રભાવિત થાય છે. આ બે મુખ્ય હબ પર થતી વિલંબની અસર પછીથી સમગ્ર નેટવર્ક પર પડે છે. DGCAના મે મહિનાના આંકડામાં એર ઇન્ડિયા ત્રીજા સ્થાને હતી ભારતના ઉડ્ડયન નિયમનકાર મહાનિર્દેશાલય (DGCA) પણ ઓન-ટાઇમ પર્ફોર્મન્સ (OTP) ને ટ્રેક કરે છે, પરંતુ તેની પાસે હાલમાં મે મહિનાનો જ ડેટા ઉપલબ્ધ છે. DGCA દેશના 10 મુખ્ય એરપોર્ટ્સ (બેંગલુરુ, દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, અમદાવાદ, કોચી, ગુવાહાટી અને લખનૌ) પર ઘરેલુ એરલાઇન્સની સમય પાબંદીને માપે છે. મે મહિનામાં એર ઇન્ડિયા ગ્રુપનો OTP 74.5% હતો અને તે ઇન્ડિગો અને આકાસા એર પછી ત્રીજા નંબરે હતું. મે દરમિયાન એર ઇન્ડિયાનો સૌથી સારો રેકોર્ડ ચેન્નઈમાં (89.5% ફ્લાઇટ્સ સમયસર) અને સૌથી ખરાબ પ્રદર્શન લખનૌમાં (માત્ર 62.4% ફ્લાઇટ્સ સમયસર) રહ્યું હતું. કાફલામાં 3 નવા બોઇંગ વિમાન સામેલ થયા એર ઇન્ડિયાએ જણાવ્યું કે તેણે છેલ્લા 6 મહિના દરમિયાન તેના કાફલામાં ત્રણ બોઇંગ 787-9 વિમાન સામેલ કર્યા છે, જ્યારે કેટલાક વધુ બોઇંગ 787-9 અને એરબસ A350-1000 વિમાન આ વર્ષના અંત સુધીમાં કાફલામાં સામેલ થવાના છે. આ ઉપરાંત, નવા અને રિફર્બિશ્ડ (નવા જેવા બનાવેલા) ઇન્ટિરિયરવાળા બે જૂના બોઇંગ 787-8 વિમાનો ફરીથી સેવામાં પાછા ફર્યા છે, જ્યારે અન્ય ત્રણ વિમાનોનું અમેરિકામાં અપગ્રેડેશન ચાલી રહ્યું છે. કંપનીનો અંદાજ છે કે વર્ષ 2026 ના અંત સુધીમાં એર ઇન્ડિયાના વાઇડબોડી વિમાનોના 50% થી વધુ કાફલામાં નવું અથવા અપગ્રેડ કરેલું ઇન્ટિરિયર હશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

