ચાંદી આજે ₹1,780 સસ્તી થઈ, આ મહિને ₹3,416 ઘટી:સોનું માત્ર ₹159 વધ્યું, જુલાઈમાં ₹2,183 મોંઘું થયું; જાણો તમારા શહેરના ભાવ

Last Updated: July 10, 2026By

આજે 10 જુલાઈએ ચાંદીના ભાવમાં નજીવો ઘટાડો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, એક કિલો ચાંદી 1,780 રૂપિયા ઘટીને 2,22,014 રૂપિયા પર આવી ગઈ છે, જે ગુરુવારે 1,43,656 રૂપિયા પર હતી. જ્યારે, 10 ગ્રામ 24 કેરેટ સોનું 159 રૂપિયા વધીને 1,43,815 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે. આ પહેલા 9 જુલાઈએ તે 1,43,656 લાખ પર હતું. આ મહિને સોનાના ભાવમાં 2,183 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે ચાંદીની કિંમત 3,416 રૂપિયા ઘટી છે. 1 જુલાઈએ સોનું ₹1.42 લાખ/10 ગ્રામ અને ચાંદી ₹2.25 લાખ/કિલો હતી. જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો 1. સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો: હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નો હોલમાર્ક લગાવેલું સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફાન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. 2. કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે તેની કિંમત ઘણા સ્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ) પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ મુજબ અલગ-અલગ હોય છે. અસલી ચાંદી ઓળખવાના 4 રસ્તા મેગ્નેટ ટેસ્ટ: અસલી ચાંદી ચુંબક સાથે ચોંટતી નથી. જો ચોંટી જાય તો નકલી છે. આઇસ ટેસ્ટ: ચાંદી પર બરફ રાખો. અસલી ચાંદી પર બરફ ઝડપથી પીગળે છે. સ્મેલ ટેસ્ટ: અસલી ચાંદીમાં ગંધ હોતી નથી. નકલીમાં કોપર જેવી ગંધ આવે છે. ક્લોથ ટેસ્ટ: ચાંદીને સફેદ કપડાથી ઘસો. જો કાળો નિશાન આવે તો અસલી છે.

Leave A Comment