પેટ્રોલ-ડીઝલ પર ઓઇલ કંપનીઓ ₹11 પ્રતિ લિટર નફો કમાય છે:પરંતુ સામાન્ય લોકોને રાહત નથી, ક્રૂડ ઓઇલ 6 મહિનાના નીચલા સ્તરે

Last Updated: July 8, 2026By

અમેરિકા-ઈરાન યુદ્ધ દરમિયાન રેકોર્ડ ઊંચાઈએ પહોંચેલા ક્રૂડ ઓઈલના ભાવ હવે 6 મહિનાના નીચલા સ્તરે આવી ગયા છે. ભારતીય બાસ્કેટનું ક્રૂડ ઓઈલ 68.69 ડોલર/બેરલ સુધી આવી ગયું છે. આ યુદ્ધ દરમિયાન બનેલી 157 ડોલરની ટોચથી લગભગ 56% ઓછું છે. આમ છતાં સામાન્ય માણસને પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં કોઈ રાહત મળી નથી. ડીએએમ કેપિટલ મુજબ, વર્તમાન કિંમતે તેલ કંપનીઓ પેટ્રોલ પર 10.5 અને ડીઝલ પર 11 રૂપિયા પ્રતિ લિટર સુધી માર્જિન કમાઈ રહી છે. ક્રૂડ ઓઈલના ભાવ 1 જૂન પછી 87 ડોલરથી નીચે છે. આ દરે તેલ કંપનીઓ બ્રેક ઈવન એટલે કે ન નફો, ન નુકસાનમાં રહે છે. એટલે કે કંપનીઓ પૂરા 36 દિવસથી નફામાં જ છે. ઈરાન-અમેરિકા વચ્ચે 8 એપ્રિલે પ્રથમ યુદ્ધવિરામ થયા પછી ક્રૂડ ઓઈલના ભાવ 115 ડોલરથી નીચે રહ્યા. ક્રૂડ 75 ડોલર હોય કે 120, પેટ્રોલના ભાવ એક સરખા 2018માં ક્રૂડ ઓઈલના ભાવ 80.08 ડોલર/બેરલ હતા. ત્યારે દિલ્હીમાં પેટ્રોલ 72.15 રૂપિયા અને ડીઝલ 70.21 રૂપિયા પ્રતિ લિટર હતું. 2020માં ક્રૂડ ઓઈલ 43.41 ડોલર/બેરલ થઈ ગયું. પરંતુ પેટ્રોલ 68.20 રૂ./લિટર જ રહ્યું. 2022માં ક્રૂડ ઓઈલના ભાવ 119 ડોલર/બેરલ સુધી પહોંચ્યા. ત્યારે પેટ્રોલ 96.72 રૂ./લિટર અને ડીઝલ 89.62 રૂ./લિટર થઈ ગયું. જાન્યુઆરી 2023માં ક્રૂડ ઓઈલના ભાવ 75 ડોલર સુધી પહોંચ્યા. પરંતુ ભાવ યથાવત રહ્યા. ઓઈલ કંપનીઓની દલીલ હતી કે હાલ જૂના નુકસાનની ભરપાઈ થઈ રહી છે. ઓઈલ કંપનીઓને ચોથા ક્વાર્ટરમાં પણ ફાયદો થયો ક્રૂડ ઓઈલના સૌથી ઝડપી વધારાના દિવસોમાં પણ ઓઈલ કંપનીઓના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરીથી માર્ચ 2026)ના પરિણામો નકારાત્મક આવ્યા ન હતા. દેશની ચાર મોટી ઓઈલ કંપનીઓનો નફો ગયા વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટરની સરખામણીમાં 22% સુધી વધુ રહ્યો. સૌથી ઝડપી યુદ્ધના 33 દિવસ આ જ ક્વાર્ટરમાં સામેલ હતા. આ સમયગાળા દરમિયાન ઇન્ડિયન બાસ્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ 157 ડોલર/બેરલ સુધી પહોંચ્યા હતા. માર્ચમાં ક્રૂડ ઓઈલના સરેરાશ ભાવ 125.7 ડોલર/બેરલ હતા. 1 જુલાઈએ નાયરાએ પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 સસ્તું કર્યું હતું દેશની સૌથી મોટી પ્રાઈવેટ ફ્યુઅલ રિટેલર કંપની નાયરા એનર્જીએ 1 જુલાઈએ પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલમાં 3 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો. હવે ભોપાલમાં નાયરાના પેટ્રોલની કિંમત 119.79 રૂપિયાથી ઘટીને 114.79 રૂપિયા અને ડીઝલ 102.57 રૂપિયાથી ઘટીને 99.57 રૂપિયા પર આવી ગયું છે. ત્યારે પણ સરકારી તેલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) એ કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. સરકારી કંપનીઓએ મે મહિનામાં વધારો કર્યો હતો પ્રાઈવેટ કંપની દ્વારા ભાવ વધાર્યા બાદ સરકારી તેલ કંપનીઓએ પણ કિંમતો વધારી હતી. મે મહિનામાં IOC, BPCL અને HPCL એ મોંઘા આંતરરાષ્ટ્રીય ક્રૂડનો હવાલો આપતા હપ્તામાં પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં કુલ ₹7.50-₹7.50 પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. દેશના 1 લાખથી વધુ પેટ્રોલ પંપોમાંથી 90% થી વધુ પર આ ત્રણેય સરકારી કંપનીઓનું નિયંત્રણ છે.

Leave A Comment