અમેરિકામાંથી 18 હજાર ભારતીયોને ડિપોર્ટ કરાશે:અપીલ, દલીલ કે વકીલ કરવાની તક નહીં; ટ્રમ્પ સરકારે 2025માં ભારતીયોને હાથકડી-બેડીઓ પહેરાવીને મોકલ્યા હતા

Last Updated: July 18, 2026By

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડિપોર્ટેશનનું મોટું અભિયાન શરૂ કરવાની તૈયારી કરી લીધી છે. અમેરિકામાં 18 હજાર અનડૉક્યુમેન્ટેડ (દસ્તાવેજ વિનાના) ભારતીયો નિશાન પર આવી ગયા છે. આ વખતે પણ ટ્રમ્પ પ્રશાસન ડિપોર્ટેશન માટે સૈન્ય વિમાનોના ઉપયોગની તૈયારીમાં છે, જે તેમની કડક ઇમિગ્રેશન નીતિની સૌથી ચર્ચિત તસવીર બની ચૂક્યું છે. અનડૉક્યુમેન્ટેડ ભારતીયોને ન અપીલ, ન દલીલ અને ન જ વકીલ કરવાની તક મળશે. ટ્રમ્પની ICE (ઇમિગ્રેશન કસ્ટમ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ)ની ટીમો સતત દરોડા પાડી રહી છે. ભાસ્કરે અમેરિકાના 4 શહેરો- ન્યૂયોર્ક, ટેક્સાસ, કેલિફોર્નિયા અને ન્યૂજર્સીથી ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો. તેમાં સામે આવ્યું કે ડિપોર્ટેશન અભિયાને દસ્તાવેજ વિનાના ભારતીયોની જિંદગી સંપૂર્ણપણે બદલી દીધી છે. ડિટેન્શન સેન્ટરમાં બંધ લોકો સાથે દુર્વ્યવહારની કહાનીઓ પણ સામે આવી. ડિપોર્ટેશન માટે બે નવા ડિટેન્શન સેન્ટર તૈયાર ટ્રમ્પ પ્રશાસને ડિપોર્ટ થનારા પ્રવાસીઓને રાખવા માટે એલ પાસોમાં એક અને કેલિફોર્નિયામાં બે વેરહાઉસ ખરીદ્યા છે. આના પર લગભગ 16,500 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. તેમને ડિટેન્શન સેન્ટરમાં બદલીને ICEને સોંપવામાં આવ્યા છે. અહીં લગભગ 12 હજાર પ્રવાસીઓને રાખવામાં આવી રહ્યા છે. વકીલો બોલ્યા- પહેલા સુનાવણી થતી હતી, હવે સીધા ડિટેન્શન સેન્ટર ધકેલવામાં આવી રહ્યા છે ન્યૂયોર્કના ઇમિગ્રેશન એટર્ની ગ્રેગ સિસ્કિન્ડ કહે છે, “હું 30 વર્ષથી પ્રવાસીઓના કેસ લડતો રહ્યો છું. દસ્તાવેજ વગરના કોઈપણ પ્રવાસીને પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળે છે, પરંતુ હવે ICEના દરોડા પછી લોકોને સીધા ડિટેન્શન સેન્ટરમાં ધકેલવામાં આવી રહ્યા છે.” તેમનું કહેવું છે કે અમેરિકામાં સંઘીય વ્યવસ્થાને કારણે દરેક રાજ્યમાં માનવાધિકારો સંબંધિત અલગ-અલગ કાયદા છે, પરંતુ ICE કોઈપણ રાજ્યમાં જઈને કાર્યવાહી કરી રહી છે. 2025માં 3,567 ભારતીયો અમેરિકામાંથી ડિપોર્ટ થયા હતા 2025માં અમેરિકાએ 3,567 ભારતીય નાગરિકોને ડિપોર્ટ કર્યા હતા. આ માહિતી ભારતના વિદેશ મંત્રાલય (MEA) દ્વારા જૂન 2026માં આપવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે 2026માં જૂન સુધીમાં 1,076 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. 5 ફેબ્રુઆરી 2025ના રોજ અમેરિકાએ પહેલીવાર સૈન્ય વિમાન દ્વારા 104 ભારતીયોને અમૃતસર મોકલ્યા હતા. આ દરમિયાન ઘણા લોકોને હાથકડી અને પગમાં બેડીઓ પહેરાવવામાં આવી હતી. તેની તસવીરો સામે આવ્યા બાદ દેશભરમાં વિવાદ થયો હતો. સંસદમાં પણ હોબાળો થયો હતો.

Leave A Comment