કેનેડામાં જંગલની આગ વચ્ચે ફસાયેલી ટ્રેન:ટ્રક સાથે અથડામણ, કર્મચારીઓએ ભાગીને જીવ બચાવ્યો; ઘટનાનો વીડિયો વાયરલ
કેનેડાના ઑન્ટારિયો પ્રાંતમાં ભીષણ જંગલની આગ વચ્ચે, કેનેડિયન નેશનલ રેલવેના કર્મચારીઓ મૃત્યુની ખૂબ નજીક પહોંચી ગયા. ધૂમાડાને કારણે સામે દેખાવાનું લગભગ શૂન્ય થઈ ગયું હતું. આ દરમિયાન એક ટ્રકમાં આગ લાગી ગઈ અને તે ટ્રેન સાથે અથડાઈ ગયો. જોકે, બધા કર્મચારીઓ સુરક્ષિત બહાર નીકળી આવ્યા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એન્જિનની ચારે બાજુ ભડભડતી આગ, વીડિયોમાં કેદ થયો ભયાનક નજારો વાયરલ વીડિયોમાં ટ્રેનના એન્જિનની બારીઓની બહાર ચારે બાજુ જંગલમાં આગની ઊંચી જ્વાળાઓ દેખાય છે. આકાશ નારંગી રંગનું દેખાય છે અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળાંતરની માગ કરતા સંભળાય છે. વીડિયોએ સોશિયલ મીડિયા પર રેલવે સુરક્ષાને લઈને ચર્ચા જગાવી છે. ટ્રકમાં લાગી આગ, ટ્રેન સાથે અથડાયો CN રેલવે અનુસાર, ગાઢ ધુમાડા વચ્ચે એક ટ્રક આગની ઝપેટમાં આવી ગયો અને ટ્રેન સાથે અથડાઈ ગયો. ત્યારબાદ બધા કર્મચારીઓ પગપાળા જ સુરક્ષિત સ્થળે પહોંચ્યા. જોકે, કોઈ પણ કર્મચારીને ઈજા થઈ નથી. રેલ સંચાલન રોકાયું, કર્મચારીઓ અને સ્થાનિક લોકોને બહાર કઢાયા ઘટના પછી CN રેલવેએ સાવચેતીના ભાગરૂપે પ્રભાવિત વિસ્તારમાં તમામ રેલ સેવાઓ અસ્થાયી રૂપે રોકી દીધી. કંપનીએ આર્મસ્ટ્રોંગ શહેરના કર્મચારીઓ અને સ્થાનિક લોકોને પણ સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા. આ વિસ્તાર ઉત્તર-પશ્ચિમ ઑન્ટેરિયોમાં જંગલની આગથી પ્રભાવિત છે. વિપક્ષે સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા ઑન્ટેરિયોના NDPના ધારાસભ્ય સોલ મમાક્વાએ જણાવ્યું કે વિડિયો રેકોર્ડ કરનાર કર્મચારીને કંપનીની કાર્યવાહીનો ડર છે, કારણ કે ડ્યુટી દરમિયાન વિડિયો બનાવવો એ કંપનીની નીતિ વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે તે સમયે કર્મચારીની પ્રાથમિકતા પોતાનો જીવ બચાવવાની હતી અને કંપનીએ દંડાત્મક કાર્યવાહી કરવાને બદલે તેમને સહયોગ આપવો જોઈએ. જંગલની આગવાળા વિસ્તારમાં ત્રણ ટ્રેનો ઊભી રહી ઑન્ટેરિયો પ્રાંતીય પોલીસે (OPP) જણાવ્યું કે કોલિન્સ ફર્સ્ટ નેશન નજીક જ્વલનશીલ સામગ્રી લઈ જતી ત્રણ ટ્રેનો જંગલની આગને કારણે રોકી દેવામાં આવી છે. હાલમાં સામાન્ય લોકો માટે તાત્કાલિક કોઈ ખતરો જણાવાયો નથી, પરંતુ રેલવે અને કટોકટી એજન્સીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. ઉત્તર-પશ્ચિમી ઑન્ટેરિયોમાં 150 સ્થળોએ જંગલની આગ પ્રદેશમાં લગભગ 150 સ્થળોએ જંગલની આગ સળગી રહી છે. ઘણા સમુદાયોમાં ફરજિયાત સ્થળાંતરના આદેશો જારી કરવામાં આવ્યા છે. પ્રશાસને સમગ્ર વિસ્તારમાં પ્રતિબંધિત અગ્નિ ક્ષેત્ર (Restricted Fire Zone) લાગુ કર્યો છે અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તથા આપત્કાલીન જરૂરિયાતનો સામાન તૈયાર રાખવા અપીલ કરી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

