ક્રેડમાં 8,500 કરોડનું રોકાણ, ભારતના 'વેલ ફાઇનાન્સ્ડ':પેમેન્ટ, લોન, વીમો, શોપિંગ; ભારતીયોના વ્યવહારોની 'આદત' બનવા માંગે છે મેટા
પેમેન્ટ્સના મામલે ભારતીયોનો મિજાજ પારખવામાં મેટા નિષ્ફળ રહી છે. ભારતમાં વોટ્સએપ પેનો હિસ્સો 0.4%થી પણ ઓછો છે. બીજી તરફ ફોનપે અને ગૂગલ પે મળીને 80%થી વધુ યુપીઆઈ લેણદેણ સંભાળે છે. પેમેન્ટ્સની રેસ હારી ચૂકેલી મેટાએ નવો દાવ લગાવ્યો છે. મેટા, ક્રેડમાં 90 કરોડ ડોલર એટલે કે લગભગ 8,500 કરોડનું રોકાણ કરવા જઈ રહી છે. ક્રેડનું વર્તમાન વેલ્યુએશન લગભગ 37,000 કરોડ આંકવામાં આવ્યું છે. આ તેના રેકોર્ડ વેલ્યુએશન 56,000 કરોડથી લગભગ 50% ઓછું છે, પરંતુ ભારતના ટોચના ફિનટેક સ્ટાર્ટઅપ્સમાં આ હજુ પણ ઊંચું સ્થાન છે. ક્રેડ હાલમાં ખોટમાં છે, તેમ છતાં મેટા તેમાં મોટી મૂડી લગાવી રહી છે. બજાર તેને ભારતના ‘વેલ ફાઇનાન્સ્ડ’ ગ્રાહકો સુધી પહોંચવાની વ્યૂહરચના તરીકે જોઈ રહ્યું છે. આ ડીલ મેટાને મર્ચન્ટ નેટવર્ક, ફિનટેક ઇકોસિસ્ટમ અને પ્રીમિયમ યુઝરબેઝ સુધી પહોંચાડશે. ક્રેડની તાકાત – 750થી વધુ ક્રેડિટ સ્કોર ધરાવતા પ્રીમિયમ, હાઈ-સ્પેન્ડિંગ, ક્રેડિટવર્ધી ગ્રાહકો ક્રેડ એક ફિનટેક પ્લેટફોર્મ છે. તેમાં 750+ ક્રેડિટ સ્કોર ધરાવતા 1 કરોડથી વધુ યુઝર્સ છે. આનો અર્થ એ છે કે તેનો યુઝરબેઝ પ્રીમિયમ, હાઈ-સ્પેન્ડિંગ અને ક્રેડિટવર્ધી છે. આ એવા ગ્રાહકો છે, જેમને બેંકો, વીમા કંપનીઓ અને લક્ઝરી બ્રાન્ડ્સ વર્ષોની મહેનતથી મેળવે છે. ક્રેડની શરૂઆત ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટથી થઈ હતી. હવે તે UPI, લોન, રેન્ટ પેમેન્ટ, વેલ્થ પ્રોડક્ટ્સ સુધી ફેલાઈ ગયું છે. મેટાની જરૂરિયાત – સચોટ આંકડા મેટાને જાહેરાતથી કમાણી થાય છે. 2025માં 18.5 લાખ કરોડની આવકનો લગભગ 98% હિસ્સો જાહેરાતમાંથી આવ્યો. પરંતુ જાહેરાત માટે સચોટ આંકડા અને ગ્રાહકો સાથે ગાઢ સંબંધ જરૂરી છે. પેમેન્ટ પ્લેટફોર્મ આ જ આપે છે. જે કંપની તમારા પૈસાના લેણદેણની આદત બની જાય, તે લોન, ઇન્સ્યોરન્સ અને શોપિંગનું આગલું સ્ટોપ પણ બની શકે છે. મેટા આ જ ‘એમ્બેડેડ ફાઇનાન્સ’ તરફ આગળ વધી રહી છે. વોટ્સએપ પે – 8 વર્ષના સફરમાં માત્ર 0.4 ટકા બજાર હિસ્સો વોટ્સએપ પે 2018માં લોન્ચ થયું હતું. તે UPI ક્રાંતિમાં સૌથી પહેલા ઉતરનારાઓમાં સામેલ છે. પરંતુ સફળતા મળી નહીં. NPCI એ શરૂઆતમાં માત્ર 10 લાખ યુઝર્સની મર્યાદા લગાવી. બાદમાં તેને 2 કરોડ, પછી 10 કરોડ સુધી વધારી. 2024 માં મર્યાદાઓ હટાવી દેવામાં આવી, પરંતુ વોટ્સએપ પે 0.4% માર્કેટ શેર સુધી જ પહોંચી શક્યું. ફોનપે અને ગૂગલ પે એ UPI પેમેન્ટ્સના 80% થી વધુ હિસ્સા પર કબજો કરી લીધો. પડકાર – અડધી આવક જેટલું નુકસાન કુલ યુઝર્સ – 1.7 કરોડ યુઝર્સમાંથી લગભગ 1 કરોડ 750 થી વધુ ક્રેડિટ સ્કોરવાળા પ્લેટફોર્મ પરથી કુલ પેમેન્ટ વોલ્યુમ – ગત નાણાકીય વર્ષમાં 8.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું ઓપરેશનથી આવક – 2,735 કરોડ રૂપિયા ચોખ્ખું નુકસાન – 1,457 કરોડ રૂપિયા ઉપયોગ – 50% સક્રિય યુઝર્સ હાલમાં ત્રણ કે તેથી વધુ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી રહ્યા છે
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

