દેશમાં ‘બહાર ખાવા’ને બદલે ‘ઘરે મંગાવવા’નો ક્રેઝ:8.5 લાખ કરોડના ફૂડ માર્કેટમાં ક્લાઉડ કિચન બન્યા નફાનું મશીન
ભારતમાં ‘બહાર ખાવા’ કરતાં વધુ હવે ‘ઘરે મંગાવીને ખાવા’નો ક્રેઝ વધી રહ્યો છે. રેડસીર સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ્સના તાજેતરના રિપોર્ટ અનુસાર, દેશનું ફૂડ સર્વિસિસ બજાર હાલમાં 8.5 લાખ કરોડ રૂપિયાનું છે, જે 2030 સુધીમાં વધીને લગભગ ₹14.3 લાખ કરોડ રૂપિયા થઈ જશે. આ સમગ્ર વૃદ્ધિની સૌથી રસપ્રદ વાત એ છે કે હવે નફો કમાવવા માટે આલીશાન રેસ્ટોરન્ટ ખોલવાની જરૂર રહી નથી. ઓનલાઈન ફૂડ ડિલિવરીની ગતિ ઓફલાઈન કરતાં લગભગ અઢી ગણી વધુ ઝડપી છે. ક્લાઉડ કિચન મોડેલ (બેસવાની વ્યવસ્થા વિનાનું માત્ર ઓનલાઈન ડિલિવરી આધારિત કિચન) આ સમયે ફૂડ ઇન્ડસ્ટ્રી માટે સૌથી મોટો ‘ગેમ ચેન્જર’ અને નફાનું મશીન સાબિત થઈ રહ્યું છે. ફૂડ ડિલિવરી: નાના શહેરોમાં 3 ગણા વધ્યા ઓર્ડર્સ; ક્લાઉડ કિચનની 90% કમાણી ઓનલાઈનથી કુલ માર્કેટમાં ઓનલાઈન ડિલિવરીનો હિસ્સો નાણાકીય વર્ષ 2021ના 4% થી વધીને 2026માં 11% થયો. 2031 સુધીમાં 18% થવાનો અંદાજ છે. નવા ક્લાઉડ કિચન બ્રાન્ડ્સ 90% આવક ઓનલાઈન ચેનલોથી કમાય છે, જ્યારે રેસ્ટોરન્ટ્સ 50% પર જ છે. આ ટ્રેન્ડ નાના શહેરો સુધી પહોંચી ગયો છે. 2021-26 વચ્ચે મેટ્રો શહેરોમાં ઓર્ડર્સ 30 કરોડથી વધીને 106 કરોડ થયા, તો વળી ટિયર-2, નાના શહેરોમાં 6 કરોડથી 3 ગણા વધીને 18 કરોડ પહોંચી ગયા છે. ઓછી કિંમતની રમત: રેબેલ ફૂડ્સ અને બેકિંગો જેવા બ્રાન્ડ્સની 3 કડીઓવાળી સિક્રેટ પ્લેબુક 1. શેયર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર: મોંઘા શોરૂમની જગ્યાએ નાની ગલીઓમાં શેયર્ડ કિચન ખોલવું, જેનાથી ફિક્સ્ડ કોસ્ટ ઘટે છે. જેમ કે રેબેલ ફૂડ્સ, બેકિંગો. 2. ફોકસ્ડ મેન્યુ: મેન્યુમાં 50 વસ્તુઓ રાખવાને બદલે માત્ર પસંદગીની વસ્તુઓ રાખવી. આનાથી કાચા માલનો બગાડ અટકે છે અને કિચનની સ્પીડ વધે છે. જેમ કે ધ બેલ્જિયન વેફલ. 3. પ્રીમિયમ પોઝિશનિંગ: હેલ્ધી અથવા પ્રીમિયમ કેટેગરીઝમાં પોતાને ઢાળવું, જેથી ગ્રાહક ઊંચી કિંમત ચૂકવવા તૈયાર થઈ જાય. ચા, કોફી અને સ્નેક્સ: ક્લાઉડ કિચન માટે 4.2 લાખ કરોડ રૂ.ના નવા હોટસ્પોટ બની રહ્યા છે લંચ-ડિનર ઉપરાંત હવે સાંજના સ્નેક્સ અને બેવરેજીસ સેગમેન્ટમાં ક્લાઉડ કિચન માટે મોટી સંભાવનાઓ છે. સ્નેક્સ-ડેઝર્ટ સ્નેક્સનું બજાર 1.9 લાખ કરોડ, ડેઝર્ટ/બેવરેજીસનું 2.3 લાખ કરોડનું થઈ ગયું છે. શેક્સ, જ્યુસ ડિલિવરીની દ્રષ્ટિએ સાંજના લોકપ્રિય નાસ્તા બની રહ્યા છે. કોફીમાં પ્રીમિયમાઇઝેશન આઉટ-ઓફ-હોમ કોફી માર્કેટ 2030 સુધીમાં ~38 હજાર કરોડનું થશે. આમાં મિડ-સેગમેન્ટ (₹~100-~200)ની વૃદ્ધિ સૌથી ઝડપી 35-40% વાર્ષિક છે. પ્રીમિયમ ચા ભલે ચામાં 97% બજાર ₹~20 થી ઓછી કિંમતવાળી ટપરીનું હોય, પરંતુ ₹100 થી ઉપરની પ્રીમિયમ ચાનો સેગમેન્ટ 20-25% વાર્ષિક દરે વધી રહ્યો છે. પડકાર ક્યાં છે? મોટા ચા-કોફી બ્રાન્ડ્સનું ગ્રોસ માર્જિન તો 62-67% છે, પરંતુ મોટા સ્ટોર સાઈઝ અને ઊંચા ભાડાને કારણે તેમનો નફો (એબિટા) 5-9% પર સીમિત થઈ જાય છે. અહીં જ ક્લાઉડ કિચન મોડેલ બાજી મારી શકે છે, જો આ જ પ્રીમિયમ ચા-કોફી ક્લાઉડ કિચન મોડેલથી વેચવામાં આવે, તો રેન્ટ કોસ્ટ ઘટતા જ નફો બમણો થઈ શકે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

