રસોડામાં ઝડપથી જગ્યા બનાવી રહ્યા છે ફ્રોઝન ફૂડ:બર્ગર પેટી, નગેટ્સ, મોમો અને કબાબ હવે આપણા લંચ-ડિનરનો ભાગ; વાર્ષિક વૃદ્ધિ 14.5%
ભારતીય રસોડામાં ફ્રોઝન ફૂડ હવે માત્ર ઇમરજન્સી કે પાર્ટીની જરૂરિયાત નથી રહ્યું. બર્ગર પેટી, નગેટ્સ, મોમો અને કબાબ જેવા ઉત્પાદનો ઝડપથી રોજિંદા ભોજનનો ભાગ બની રહ્યા છે. માર્કેટ રિસર્ચ ફ્યુચર અનુસાર, આગામી 10 વર્ષમાં દેશનું ફ્રોઝન ફૂડ બજાર દર વર્ષે 14% થી પણ વધુ વધવાનો અંદાજ છે. બદલાતી જીવનશૈલી, કાર્યરત મહિલાઓની વધતી સંખ્યા અને ક્વિક કોમર્સનો વિસ્તાર – આ ત્રણ શક્તિઓ મળીને આ બજારને આગલા તબક્કામાં લઈ જઈ રહી છે. આઈટીસી માસ્ટરશેફ, મેકેન અને એલટી ફૂડ્સ જેવી કંપનીઓ નવા ઉત્પાદનો, કોલ્ડ ચેઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ ચેનલોમાં ભારે રોકાણ કરી રહી છે. લોકોને ઘરનું ભોજન પસંદ છે, પરંતુ તૈયારીની ઝંઝટ નથી જોઈતી ફ્રોઝન ફૂડ કેટેગરી હાલમાં વાર્ષિક આશરે 13% ના દરે વધી રહી છે. તેમાં તૈયાર ફ્રોઝન સ્નેક્સની ગતિ પરંપરાગત ફ્રોઝન શાકભાજી, જેમ કે વટાણા અને મકાઈ કરતાં ઘણી ઝડપી છે. અલ્વારેજ એન્ડ માર્શલ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર ઋષભ જૈન અનુસાર, ગ્રાહકો એવો ખોરાક ઇચ્છે છે જે ઘરે તાજો રાંધેલો હોય, પરંતુ તૈયારીનો કોઈ ઝંઝટ ન હોય. નગેટ્સ, ફ્રાઈસ અને મોમો જેવા ઉત્પાદનો આથી જ સૌથી ઝડપથી વેચાઈ રહ્યા છે. તેમાં રાંધવાનું છેલ્લું કામ ગ્રાહક પોતે કરે છે. ફ્રોઝન ફૂડની વધતી લોકપ્રિયતાના ચાર મોટા કારણો જાણો 1. બદલાયેલી જીવનશૈલી – વધતી આવક, વ્યસ્ત દિનચર્યા, વધતી કાર્યકારી મહિલાઓએ રોજિંદા ભોજનની યોજના બદલી નાખી છે. 2. એર ફ્રાયર કલ્ચર – ઘરે રેસ્ટોરન્ટ જેવો અનુભવ આપતા એર ફ્રાયરે ફ્રોઝન સ્નેક્સના વપરાશ માટે નવા દરવાજા ખોલ્યા છે. 3. ક્વિક કોમર્સની પહોંચ – સ્વિગી, ઇન્સ્ટામાર્ટ, બ્લિંકિટ જેવા પ્લેટફોર્મ યુવા ખરીદદારો સુધી ફ્રોઝન પ્રોડક્ટ્સ મિનિટોમાં પહોંચાડી રહ્યા છે. 4. માત્ર સ્નેકિંગથી આગળ – ITC માસ્ટરશેફ કહે છે – ફ્રોઝન ફૂડ હવે માત્ર સ્નેકિંગ નહીં, લંચ-ડિનરનો ભાગ બની રહ્યું છે. કંપનીઓની મોટી તૈયારી – આફ્ટર-સ્કૂલ સ્નેકિંગથી બિરયાની કીટ સુધી ITC માસ્ટરશેફ – ઓનિયન રિંગ્સ, પેરી-પેરી પ્રોન્સ, ફલાફેલ કબાબ, સાબુદાણા ટિક્કી; IQF (ઇન્ડિવિડ્યુઅલી ક્વિક ફ્રીઝિંગ) ટેકનોલોજી. મેકેન ફૂડ્સ ઇન્ડિયા – એર ફ્રાયર માટે ખાસ પ્રોડક્ટ્સ; આફ્ટર-સ્કૂલ સ્નેકિંગ અને મિની મીલ સેગમેન્ટ. LT ફૂડ્સ (દાવત) – બિરયાની કીટ, થાઈ ગ્રીન કરી રાઈસ કીટ, કપ્પા રાઈસ; ડિજિટલ ચેનલથી વાર્ષિક 45% થી વધુ વૃદ્ધિ. ફેક્ટરીથી લઈને રિટેલ શેલ્ફ સુધી ખર્ચાળ કોલ્ડ ચેઈન ફ્રોઝન ફૂડ બજાર આકર્ષક ચોક્કસ છે, પરંતુ નફો કમાવવો સહેલો નથી. ફેક્ટરીથી લઈને રિટેલ શેલ્ફ સુધી અવિરત કોલ્ડ ચેઇન જાળવી રાખવી ખૂબ ખર્ચાળ છે. ઋષભ જૈન અનુસાર, આ સેગમેન્ટમાં સફળતા એ વાત પર નિર્ભર કરશે કે કંપનીઓ ડિસ્ટ્રિબ્યુશનના ખર્ચ અને પોષણક્ષમ ભાવ વચ્ચે કેટલી હદ સુધી સંતુલન જાળવી શકે છે. સતત નવા-નવા પ્રોડક્ટ્સ પણ લાવતા રહેવું જરૂરી છે કારણ કે લોકો એક જ પ્રકારના ભોજનથી જલ્દી કંટાળી જાય છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

