Air India Cuts Fuel Surcharge on International Flights
- Gujarati News
- Business
- Air India Cuts Fuel Surcharge On International Flights | North America, Europe Tickets Cheaper
નવી દિલ્હી54 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટાટા ગ્રુપની એવિએશન કંપની એર ઇન્ડિયાએ નોર્થ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ અને UK જતી તેની ફ્લાઇટ્સ પર ફ્યુઅલ સરચાર્જ ઘટાડવાની જાહેરાત કરી છે.
PTIના સૂત્રો અનુસાર, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયા બાદ એરલાઇને આ પગલું ભર્યું છે, જેનાથી આ રૂટ પર આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી કરતા મુસાફરો પરનો બોજ ઓછો થશે.
નવા દરો 1 જુલાઈથી અમલમાં આવ્યા છે. જોકે, ઘરેલું ફ્લાઇટ્સ પર કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
અન્ય દેશો માટે સરચાર્જની સ્થિતિ
- સિંગાપોર: 60 ડોલર
- પશ્ચિમ એશિયા: 50 ડોલર
- દક્ષિણ પૂર્વ એશિયા: 100 ડોલર
- આફ્રિકા: 130 ડોલર
- યુરોપ અને યુકે: 205 ડોલર
ઘરેલું રૂટ પર કોઈ રાહત નહીં
સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે આ વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય રૂટ સિવાય અન્ય વિદેશી ફ્લાઇટ્સ અને એરલાઇનની ઘરેલું (ડોમેસ્ટિક) સેવાઓ માટે ફ્યુઅલ સરચાર્જમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તે પહેલાની જેમ જ રહેશે. આ મામલે હાલમાં એર ઇન્ડિયા તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી આવી નથી.
એપ્રિલમાં મિડલ ઇસ્ટ સંકટને કારણે સરચાર્જ વધાર્યો હતો
એર ઇન્ડિયાએ આ વર્ષે 7 એપ્રિલે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ્સ પર ફ્યુઅલ સરચાર્જ લગાવવાની જાહેરાત કરી હતી, જે 10 દિવસ પછી એટલે કે 10 એપ્રિલથી લાગુ પડ્યો હતો. તે સમયે પશ્ચિમ એશિયા સંકટને કારણે ક્રૂડ ઓઇલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે જેટ ઇંધણની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો હતો. તેલની ઊંચી કિંમતો અને હવાઈ ક્ષેત્ર (એરસ્પેસ) પર લાગેલા પ્રતિબંધોને કારણે એરલાઇનનો ઓપરેશનલ ખર્ચ ઘણો વધી ગયો હતો.
ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) ના આંકડા ટાંકીને એરલાઇને ત્યારે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીના અંતમાં વૈશ્વિક સ્તરે જેટ ઇંધણની સરેરાશ કિંમત 99.40 ડોલર પ્રતિ બેરલ હતી, જે 27 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં લગભગ 100% વધીને 195.19 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી. આ જ કારણોસર કંપનીને સરચાર્જ લગાવવાની ફરજ પડી હતી.
અંતરના હિસાબે સરચાર્જ નક્કી થાય છે
7 એપ્રિલે કરાયેલી જાહેરાત દરમિયાન એર ઇન્ડિયા ગ્રુપ (એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસનો સમાવેશ થાય છે) એ કેટલાક પસંદગીના રૂટને બાદ કરતાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે 24 ડોલરથી 280 ડોલર સુધી અને સ્થાનિક ફ્લાઇટ્સ માટે 299 રૂપિયાથી 899 રૂપિયા સુધીનો ફ્યુઅલ સરચાર્જ નક્કી કર્યો હતો.
એરલાઇને નિવેદનમાં જણાવ્યું હતું કે ઘરેલું ATF કિંમતોમાં વધારાને 25% પર મર્યાદિત (કેપ) કરવાના સરકારના નિર્ણય પછી, ગ્રુપે એક માપસરનો અભિગમ (કેલિબ્રેટેડ એપ્રોચ) અપનાવ્યો છે. આ અંતર્ગત સ્થાનિક ફ્લાઇટ્સ પર એક સમાન (ફ્લેટ) સરચાર્જ લગાવવાને બદલે અંતરના આધારે (ડિસ્ટન્સ-બેઝ્ડ ગ્રીડ) સરચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો.
એવિએશન સેક્ટરમાં કોઈપણ એરલાઇનના કુલ ઓપરેટિંગ ખર્ચમાં લગભગ 40 થી 45% હિસ્સો એકલા જેટ ફ્યુઅલ (ATF) નો હોય છે, તેથી ઇંધણના ભાવની અસર સીધી ટિકિટની કિંમતો પર પડે છે.
એરલાઇન્સ માટે સૌથી મોટો ખર્ચ છે જેટ ફ્યુઅલ
જેટ ફ્યુલની કિંમતો વધવાને કારણે દુનિયાભરની એરલાઇન્સે માત્ર ટિકિટના ભાવ જ નથી વધાર્યા, પરંતુ તેમના ભવિષ્યના નાણાકીય અનુમાનો એટલે કે ફાઇનાન્સિયલ આઉટલુકને પણ પાછો ખેંચ્યો છે. એરલાઇન્સ માટે જેટ ફ્યુલ સૌથી મોટો ખર્ચ હોય છે. કુલ ઓપરેટિંગ ખર્ચમાં તેનો હિસ્સો 30% થી 40% હોય છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


